પર્રિકરના અંતિમ દર્શન માટે વડાપ્રધાન મોદી પહોંચ્યા ગોવા /  સુરતના વેડરોડ પર આવેલા એક બિલ્ડીંગમાં લાગી ભયાનક આગઃ આખુ બિલ્ડીંગ ખાલી કરાવાયું / ઝિમ્બાબ્વે, મલાવી અને મોઝામ્બિકમાં ત્રાટક્યું ઈડાઈ નામનું વાવાઝોડુંઃ ૧પ૦ના મૃત્યુઃ સેંકડો લોકો લાપત્તા

ખંભાળીયાના મામલતદાર લાંબી રજા પર ઉતર્યાઃ હરિકૃષ્ણ પંજાબીને સોંપાયો ચાર્જ

ખંભાળીયા તા. ૧૧ઃ ખંભાળીયામાં ભારે ચર્ચા જગાડનાર ફટાકડા પ્રકરણમાં ગંભીર ફરિયાદો રજુઆતો તથા સાંસદ સમક્ષ જિલ્લા કલેક્ટર તથા મામલતદારને બોલાવીને ખુલાસો કરવાના પ્રકરણમાં મામલતદાર શ્રી ચિંતન વૈષ્ણવ એકાએક લાંબી રજા ૨૦ (દિવસની) ઉ૫ર જતાં તેમનો ચાર્જ ભાણવડના હરિકૃષ્ણ પંજાબીને સોંપવામાં આવ્યો છે.

ફટાકડા પ્રકરણ તથા ફેસબુક પર ટીપ્પણી મૂકવાના મુદ્દે વિવાદાસ્પદ પ્રકરણ બનેલું હોય મામલતદાર લાંબી રજા પર  ઉતરી તેમના વતન જુનાગઢ ચાલ્યા ગયાનું બહાર આવ્યું છે.

ખંભાળીયામાં પત્રકારો સાથે વાત કરતા મામલતદાર શ્રી ચિંતન વૈષ્ણવે જણાવ્યું હતું કે તેઓ ફટાકડાના લાયસન્સ અંગે વાતચીત કરવા માટે સરકીટ હાઉસ ગયા હતા જ્યાં સાંસદ પૂનમબેન તથા કલેક્ટર શ્રી ડોડીયા સાથે આ મુદ્દે ચર્ચા થઈ હતી જે પછી તેઓ બહાર નીકળતા તેમના પર અજાણ્યા શખ્સોએ હુમલો કર્યાનું જણાવ્યું હતું તથા કલેક્ટરના કમાંડો આવતા તેમનો બચાવ થયાનું જણાવ્યું હતું.

ફેસબુક એકાઉન્ટમાં મામલતદારના ફોટા સાથે ખંભાળીયાની જે ટિપ્પણી(પોસ્ટ) મૂકાઈ હતી તે પ્રકરણમાં તેમનું ફેસબુક એકાઉન્ટ હેક થયાનું તેમણે જણાવેલ જો કે મામલતદાર કક્ષાના અધિકારીનું હેક એકાઉન્ટ થાય અને તેમની પોસ્ટ પણ વોટસઅપમાં ફરતી હોવા છતાં એકાઉન્ટ હેક થયાની ફરિયાદ પણ થઈ નથી!

ખંભાળીયા મામલતદાર તેમના બીલોમાં નિયમ મુજબ જાતે સહી ના કરતા તથા નિયમ મુજબના આધારો રજુ ના કરતા જિલ્લા ટ્રેઝરી અધિકારી દ્વારા તેમના બીલો અટકાવતા મામલતદારે વર્ગ-૧ કક્ષાના જિલ્લા ટ્રેઝરી અધિકારીને એક તબક્કે જેમાં આચાર્ય-શિક્ષકના હુકમ થાય તેવી ચૂંટણી અંગેની કામગીરી તપાસવા માટે વર્ગ-૧ ના અધિકારી જિલ્લા ટ્રેઝરી અધિકારીનો હુકમ આ માટે કરતા સમગ્ર રાજ્યમાં આવો હુકમ ના થયો હોય ભારે ચર્ચા જાગી હતી તથા ખોટી રીતે થતી આ કનડગત અંગે મહિલા જિલ્લા ટ્રેઝરી અધિકારી દ્વારા સાંસદ પૂનમબેન માડમને પણ રૃબરૃ રજુઆતો કરવામાં આવી હતી.

મામલતદાર શ્રી ચિંતન વૈષ્ણવ દ્વારા પી.ટી.એ.ના ટ્રાવેલીંગ એલાઉન્સના બીલોમાં ખોટી રકમ દેખાડી હોય આ અંગે તેમણે ઉચાપન કરી કહેવાય તેવા મતલબની ફરિયાદ રાજ્ય સરકારમાં પણ થઈ હોવાનું જાણવા મળેલ છે. જો કે ત્રણ-ચાર માસથી આ બાબતે તેમનો પગાર પણ ના થયો હોવાનું બહાર આવેલું છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00