પર્રિકરના અંતિમ દર્શન માટે વડાપ્રધાન મોદી પહોંચ્યા ગોવા /  સુરતના વેડરોડ પર આવેલા એક બિલ્ડીંગમાં લાગી ભયાનક આગઃ આખુ બિલ્ડીંગ ખાલી કરાવાયું / ઝિમ્બાબ્વે, મલાવી અને મોઝામ્બિકમાં ત્રાટક્યું ઈડાઈ નામનું વાવાઝોડુંઃ ૧પ૦ના મૃત્યુઃ સેંકડો લોકો લાપત્તા

શેરબજાર ખૂલતા જ કડડભૂસ...૧૦૦૦ પોઈન્ટનું ગાબડુંઃ રૃપિયો પણ ગગડ્યો

મુંબઈ તા. ૧૧ઃ આજે સવારે શેરબજાર ખૂલ્યા પછી પ્રારંભે ૧૦૦૦ પોઈન્ટ જેવું ગાબડું પડ્યા પછી સુધારો જોવાઈ રહ્યો છે. પરંતુ થોડી મિનિટોમાં જ રૃપિયા ચાર લાખ કરોડનું ધોવાણ થયું છે. રૃપિયો પણ આજે ગગડીને ૭૪.૩૦ની સપાટીએ પહોંચ્યો છે.

અમેરિકા અને એશિયાના બજારોમાં આવેલા ભૂકંપની અસર આજે મુંબઈ શેરબજાર ઉપર પણ જોવા મળી છે. આંતરરાષ્ટ્રીય બજારોને કારણે ભારતીય શેરબજાર કડડભૂસ થઈ ગયું છે. આજે ભારતીય બજારની શરૃઆત ઘટાડા સાથે થઈ હતી અને સેન્સેક્સ ૧૦૩૭ પોઈન્ટ ઘટીને ૩૩૭ર૩ સ્તર પર પહોંચ્યો હતો, તો બીજી તરફ નિફટીએ પણ ર૬૭ પોઈન્ટની ગુલાટ મારી હતી અને તે ૧૦૧૯૩ ઉપર પહોંચ્યો હતો.

શેરબજારમાં ભારે વેંચવાલી જોવા મળી હતી અને બેંક, મેટલ અને રીયલ્ટીમાં વધુ કડાકા બોલી ગયા હતાં. આજે સવારે માત્ર પ મિનિટમાં જ ઈન્વેસ્ટરોના ૪ લાખ કરોડ રૃપિયાનું ધોવાણ થઈ ગયું હતું. શેરબજારના આ બિહામણા સ્વરૃપથી ઈન્વેસ્ટરો સ્તબ્ધ થઈ ગયા છે. આજે ડોલર સામે રૃપિયો ફરી તૂટી ૭૪.૪પ થયો હતો. જો કે, આ લખાય છે ત્યારે બપોરે શેરબજાર થોડું સુધર્યુ છે અને સેન્સેક્સ પ૧૧ પોઈન્ટના સુધારા સાથે ૩૪ર૪૯ અને નિફટી ૧૪૮ પોઈન્ટના સુધારા સાથે ૧૦૩૧૧ ઉપર છે. આજે સવારે એશિયન બજાર પ ટકા જેટલું તૂટ્યું હતું. જાપાનનો ઈન્ડેક્ષ ૩.૭ ટકા, તાઈવાનનો ઈન્ડેક્ષ પ.ર૧ ટકા અને સાંધાઈનો ઈન્ડેક્ષ ર.૪ ટકા તૂટ્યો હતો. ગઈકાલે રાત્રે અમેરિકી બજાર પણ ભારે ઘટાડા સાથે બંધ રહ્યું હતું. ડાઉઝોન્સ ૮૩ર પોઈન્ટ ઘટ્યો હતો અને નાસ્ડેક પણ ૩૧૬ પોઈન્ટ તૂટ્યો હતો. મીડકેપ અને સ્મોલકેપમાં ભારે વેંચવાલી જોવા મળી રહી છે. બન્ને ૩-૩ ટકા જેટલા તૂટ્યા છે. સેન્સેક્સમાં ૩૧માંથી ૩૦ શેરમાં વેંચવાલી છે. જ્યારે ૧ માં મજબૂતી છે. નિફટીમાં પ૦ માંથી ૪૬ શેર તૂટ્યા છે. એકસીઝ બેંક, વેદાંતા, એસબીઆઈ, ટાટા સ્ટીલ, એરટેલ, મારૃતિ, આઈસીઆઈસીઆઈ, રિલાયન્સ, ઈન્ડિયા બુલ્સ હાઉસીંગ, બજાજ ફાઈનાન્સના શેર તૂટ્યા છે. આજે શેરબજારમાં કડાકો બોલી જતા માત્ર પાંચ મિનિટમાં જ ઈન્વેસ્ટરોએ રૃા. ૪ લાખ કરોડ ગુમાવ્યા હતાં.

ગઈકાલે માર્કેટ વેલ્યુ ૧,૩૭,૩૯,૭પ૦ કરોડ હતું. જે આજે ઘટીને રૃા. ૧૩૪.૩૮ લાખ કરોડ થઈ ગયું છે. ડોલર સામે રૃપિયો આજે વધુ તૂટ્યો છે અને એક તબક્કે તે ૭૪.૪પ સુધી પહોંચ્યો હતો. છેલ્લે આ લખાય છે ત્યારે રૃપિયો ડોલર સામે ૭૪.૩૮ ઉપર ટ્રેડ કરી રહ્યો છે.

ડોલર સામે રૃપિયો ગબડીને રેકોર્ડ ૭૪.૩૦ની સપાટીએ

નવી દિલ્હીઃ ડોલર સામે રૃપિયો શરમજનક રેકોર્ડ ૭૪.૩૦ ની સપાટીએ પહોંચ્યો છે. ગઈકાલે થોડી મજબૂત સ્થિતિ દેખાડ્યા પછી આજે રૃપિયો ફરી ગગડ્યો છે. સરકારના કોઈપણ ઉપાય કારગત નિવડી રહ્યાં નથી.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00