વેસ્ટ ઈન્ડીઝના પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની જાહેરતઃ ગુજરાતના ત્રણ ખેલાડીઓનો કરાયો સમાવેશ / રાજ્ય કક્ષાએ નામ રોશન કરનાર સુરતની સ્તુતિ સંયમના માર્ગેઃ માસ્ટર બ્લાસ્ટર સચીન તેંડુલકરની ફેરારી કારમાં નીકળી શોભાયાત્રા

 

જામનગરમાં મહાનગરપાલિકા દ્વારા આવશ્યક જાહેર સેવાના નિયમોનો સરેઆમ કરાતો ભંગ

જામનગર તા. ૧૦ઃ જામનગર મહાનગરપાલિકાનો શાસક પક્ષ વહીવટી તંત્ર અંગે સદંતર નિષ્ફળ ગયો છે. જો કોઈપણ સ્થળે મહાનગરપાલિકા હસ્તકની આવશ્યક સેવા બંધ ધરવી હોય તો જી.વી.પી.સી.એલ. હેઠળ જાહેર નોટીસ (શ્વેતપત્ર) પ્રસિદ્ધ કરી તેની જાહેરાત કરવી જોઈએ તેવી માંગણી વોર્ડ  નં. ૧પ ના કોંગી કોર્પોરેટર આનંદભાઈ રાઠોડે મ્યુનિ. કમિશનરને આવેદનપત્ર પાઠવી કરી છે.

લાઈટના કોન્ટ્રાક્ટર કરાર ભંગ કરી રહ્યા છે, લાઈટોનું મેઈન્ટેનન્સ સમયસર થતું નથી. આ કોન્ટ્રાક્ટર સામે શા માટે પગલાં લેવાતા નથી? બીલનું પેમેન્ટ પાંચ અધિકારીની કમિટીના રિપોર્ટ પછી કરવાના નિયમનો ઉલાળિયો કરવામાં આવી રહ્યો છે. આ કોન્ટ્રાક્ટરોને અને લેભાગુ કંપનીઓને બ્લેક લીસ્ટ કરવા જોઈએ.

પાણી સમયસર વિતરણ થઈ ન શકે તો તેની પણ વ્યવસ્થિત જાણ કરવામાં આવતી નથી. સફાઈ બાબતમાં પણ વ્યાપક ફરિયાદો છે.

જામનગર મહાનગરપાલિકાએ પાણી, સફાઈ, લાઈટ જેવી આવશ્યક જાહેર સેવાઓ અંગે તમામ બાબતોની સ્પષ્ટતા સાથે શ્વેતપત્ર જાહેર કરવું જોઈએ તેવી ઉગ્ર માંગણી તેમણે કરી છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription