ગાંધીનગરઃ છત્રાલની બેંકમાં ફાયરિંગઃ ત્રણ શખ્સોએ ચલાવી લૂંટઃ એકાદ કરોડ રૃપિયા લૂંટાયા હોવાની શક્યતા / પ્રધાનમંત્રી મોદીએ આપી ફરી ચેતવણીઃ છુપાઈ નહીં શકે પુલવામાના ગુનેાગારઃ સજા જરૃર મળશે / વિમાનમાં ખામી સર્જાઈઃ શહીદોના મૃતદેહો પટનાના એરપોર્ટ પર અટવાયા / નવજોત સિદ્ધુને પાકિસ્તાન પ્રેમ પડયો ભારેઃ ધ કપિલ શર્માના શો માથી થઈ હક્કાલ પટ્ટી /

વડાપ્રધાન મોદી બ્રિટનના પ્રવાસ પહેલા રેપના કેસોમાં ન્યાયની વ્યવસ્થા કરે

લંડન તા. ૧૬ઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી બ્રિટનના પ્રવાસે જઈ રહ્યા છે, ત્યારે રેપના કેસોમાં ન્યાયની વ્યવસ્થા સુદૃઢ કરવા બ્રિટનસ્થિત વિદ્યાર્થી સંગઠને પત્ર લખીને અપીલ કરી છે.

બ્રિટનમાં અભ્યાસ કરી રહેલા ભારતીય વિદ્યાર્થીઓના સંગઠને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક પત્ર લખીને ઉન્નાવ અને કઠુઆ ગેંગરેપ કેસોમાં ઝડપી ન્યાયની વ્યવસ્થા કરવાની અપીલ કરી છે.

લંડન સ્થિત ભારતીય હાઈકમિશનની કચેરીને સોંપેલા પત્રમાં વિદ્યાર્થીઓએ લખ્યું છે કે તાજેતરમાં જ આ પ્રકારની ઘટનાઓ ભારતમાં બની છે, જે માટે વડાપ્રધાને અભૂતપૂર્વ કદમ ઊઠાવીને દોષિતોને સજાની વ્યવસ્થા કરવી જોઈએ.

ઈંગ્લેન્ડ સ્થિત વિદ્યાર્થી સંગઠન 'ધ નેશનલ ઈન્ડિયન સ્ટુડન્ટ્સ એન્ડ એલ્યુમનાઈ યુનિયન-યુ.કે.' દ્વાર આ અપીલ કરાઈ છે. પત્રમાં લખવામાં આવ્યું છે કે, 'અમને આશા છે કે જ્યારે આપ બ્રિટન આવો, ત્યં સુધીમાં આ મામલાઓના સંદર્ભે કડક કાર્યવાહી થઈ હશે અને ભારતમાં કાયદો-વ્યવસ્થા મજબૂત બની હશે. 'ભારતની વાત, સૌની સાથે' કાર્યક્રમમાં પણ આપ આ અંગે લેવાયેલા પગલાંની જાણકારી આપશો તેવી આશ છે.'

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00