આઈ૫ીએલ ર૦૧૯ઃ વરૃણ ધવનની બેઝ પ્રાઈઝ હતી ર૦ લાખઃ ર૦૧૯ના આઈપીએલમાં ૮.૪ કરોડની બોલાઈબોલી / જસદણ પેટા ચૂંટણી જંગઃ કુંવરજી બાવળીયા, ભરત બોધરા, અવસર નાકીયા, ભોળાભાઈ ગોહેલ મેદાનમા /

રાજકોટમાં આંતરરાષ્ટ્રીય વેપાર મેળામાં વીસ દેશોના ર૦૦ બિઝનેસમેન ભાગ લેશે

રાજકોટ તા. ૧૩ઃ રાજકોટમાં આગામી તા. ૧૧ થી ૧પ એપ્રિલમાં રાજકોટમાં યોજાનાર એસ.પી.યુ.એમ. ર૦૧૮ આંતરરાષ્ટ્રીય વેપાર મેળામાં ર૦ દેશોમાંથી ર૦૦ બિઝનેસમેન હાજરી આપશે.

સૌરાષ્ટ્ર-કચ્છના હજારો એવા લઘુઉદ્યોગો છે, જે નિકાસ થઈ શકે તેવી અનેક પ્રોડક્ટ બનાવે છે, પરંતુ વિદેશમાં અનેક દેશોમાં માર્કેટીંગ માટે ફરવું ગ્રાહકો શોધવા એમના માટે કઠીન હોય છે. ખર્ચની દૃષ્ટિએ પણ ના પોસાય અને પણ ખૂબ જ જોઈએ.

આ પરિસ્થિતિના ઉકેલ સ્વરૃપે સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળ દ્વારા આંતરરાષ્ટ્રીય વેપાર મેળાનું આયોજન ર૦૧પ થી રાજકોટમાં શરૃ કરવામાં આવ્યું અને સતત ત્રણ વર્ષના આયોજનના ફળસ્વરૃપે કરોડોનો નિકાસ વેપાર શકય બન્યો. વિદેશી પ્રતિનિધિ મંડળો આવતા થયા. અનેક દેશોના સંગઠનો સાથે જોડાણ થવા સૌરાષ્ટ્ર-કચ્છના વેપાર ઉદ્યોગોને નિકાસ માટે વધુ વિશાળ ફલક પર લઈ જવાની દિશામાં નક્કર કાર્ય થયું છે.

છેલ્લા ત્રણ વર્ષમાં લગભગ ૪૦ દેશોના પ૦૦ કરતા વધુ બિઝનેસમેન રાજકોટ આવી ચૂક્યા છે અને નિયમિત રૃપે બિઝનેસ ડેલિગેશન પણ આવવા લાગ્યા છે જે સફળતા દર્શાવે છે. વ્યવસાય વૃદ્ધિની સ્થાનિક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય એમ ત્રિવિધ તક પૂરી પાડતા આ આયોજનમાં અનેક સંગઠનો જોડાયા છે.

ગુજરાત સરકારના ઉદ્યોગ વિભાગ, કૃષિ વિભાગ, પર્યટન વિભાગ, શાયન્સ અને ટેકનોલોજી વિભાગ, ઈન્ડેક્સ લી ગુજરાત એગ્રો, ગુજરાત ટુરિઝમ, ગુજરાત ઈન્ફોરમેટિક્સ સહિતના નિયમો પણ સહયોગી આપી હ્યા છે. આ શોના ઉદ્ઘાટન માટે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૃપાણીને નિમંત્રણ આપવામાં આવ્યું છે.

હેલ્થ કેર, ફાર્માસ્યુટિકલ, મેડિકલ ટુરિઝમ, આયુર્વેદિક દવાઓ અને કોસ્મેટિક્સ, ગાર્મેન્ટ અને ટેક્સટાઈલ્સ, અગ્રિક્લચરલ ઈક્વીપમેન્ટ્સ, ફર્ટિલાઈઝર અને પેસ્ટીસાઈઝ, કન્સ્ટ્રક્શન મશીનરી અને સાધનો, સિરામિક્સ અને સેનેટરીવેર, બેરિંગ, ટુલ્સ, મશીનરીઓ, ઈમિટેશન જ્વેલરી, બૂટ-ચપ્પલ સહિત અનેક પ્રોડક્ટ્સ માટે ખૂબજ મોટું માર્કેટ આફ્રિકન દેશો સુદાન, ઝામ્બિયા, ડીઆરકોન્ગો, નાઈજીરિયા, સેનેગલ, ટોગો, બુર્કિના ફાસો, મોઝમ્બિક, માડાગાસ્કર, ધાના, તાન્ઝાનિયા, યુગાન્ડા, કેન્યા, રવાન્ડા, ગાંબિયા, ઈથોપિયા, ઓમાન, મોરેશિયસ અને સાઉથ એશિયન દેશો જેવા કે અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, શ્રીલંકા, ભૂતાન, નેપાળમાં મળી શકે તેમ છે. સંસ્થા દ્વારા જ્યાં મોટા પ્રમાણમાં માંગ છે પણ ઉત્પાદન નથી તે દેશો ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે, જેથી નિકાસ વેપારમાં લઘુઉદ્યોગો પણ મોટો હિસ્સો લઈ શકે.

નબળી ગુણવત્તા અને બિઝનેસની અવ્યવહારૃ નીતિઓને કારણે વિશ્વના દેશોમાં ચાઈના પોતાની પકડ ગુમાવી રહ્યું છે ત્યારે ભારતના અને ખાસ કરીને સૌરાષ્ટ્ર-કચ્છના ઉદ્યોગો આ તક વધુ સારી રીતે ઝડપી શકે તેમ છે. કારણ કે લગભગ ૧ કરોડ કરતા વધુ ગુજરાતીઓ આજે વિશ્વભરમાં પથરાયેલા છે અને તેમના માધ્યમ અને સંપર્કનો ઉપયોગ કરવાથી મોટું માર્કેટ સર કરી શકાય તેમ છે.

સંસ્થા દ્વારા મિશન ર૦રપ અંતર્ગત ર૦૧પ થી ર૦રપ દરમિયાન શરૃ થયેલ આ 'દેશી મેળામાં વિદેશી વેપાર'ના સિદ્ધાંતને તમામ જિલ્લા મથકો સુધી લઈ જઈને દરેક જિલ્લામાં આવા આંતરરાષ્ટ્રીય વેપાર મેળાઓ યોજાય અને વિદેશી ગ્રાહકો આવે અને નિકા વૃદ્ધિ થાય તેવો લક્ષ્યાંક રાખવામાં આવેલ છે.

આ શો માં ભાગ લેનાર લઘુઉદ્યોગો કે જેઓ ઈએમઆઈ-ર હેઠળ અથવા ઉદ્યોગ આધાર ઉત્પાદન હેઠળ રજિસ્ટર થયેલ હોઈ તેમને સ્ટોલની કિંમતના ૪૦ ટકા સુધીની સબસિડી મળવાપાત્ર છે.

રાજકોટમાં આગામી ૧૧ થી ૧પ એપ્રિલ ર૦૧૮ પાંચ દિવસ માટે આ વેપાર મેળો એન.એસ.આઈ.સી. સેન્ટર, આજી વસાહત, ૮૦ ફૂટ રોડ, અમુલ સર્કલમાં યોજાશે. આ ઈવેન્ટમાં ભાગ લેવા ઈચ્છતા બિઝનેસમેનને વોટ્સએપ નંબર +૯૧૮૧ર૮૪૧૧૪પ૬ પર, સૌરાષ્ટ્રલ વેપાર ઉદ્યોગ મહામંડળ, ૩૦૪, રજત કોમ્પ્લેક્સ, સરદારનગર મેઈન રોડ, રાજકોટનો સંપર્ક કરવો.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00