પી. ચીદમ્બરની થઈ શકે છે ધરપકડઃ દિલ્હી હાઈકોર્ટે ચીદમ્બરના ફગાવ્યા જામીન / ગુજરાતમાં અમદાવાદ સહિતના શહેરમાં આગામી ચાર દિવસ ભારેઃ     સાયકલોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય / કાશ્મિર માટે શરૃ કરાયેલી હેલ્પલાઈન પર પાકિસ્તાનીઓની ગાળાગાળી / બાંગ્લાદેશમાં આવેલી ઝુપડપટ્ટીમાં લાગી ભીષણ આગઃ  પચ્ચાસ હજાર લોકો બન્યા બેઘર

પાકિસ્તાને હાફિઝ સઈદને આતંકવાદી માન્યોઃ ત્રાસવાદી સંગઠનો કાનૂની સકંજામાં સપડાશે

ઈસ્લામાબાદ તા. ૧૩ઃ પાકિસ્તાનના રાષ્ટ્રપતિએ ત્રાસવાદ વિરોધી કાયદો સુધારવાના વટહુકમને મંજુરી આપી દેતા હવે ત્રાસવાદી સંગઠનો કાનૂની સકંજામાં સપડાશે, તેવા સંકેતો મળી રહ્યા છે. ભારત અને અમેરિકાના દબાણ હેઠળ પાક. સરકારે ઝુકવું પડ્યું છે, અને હાફિઝ સઈદને ત્રાસવાદી માનીને તેની સામે કાર્યવાહી કરવાની તૈયારી થઈ રહી હોવાના અહેવાલો સાંપડી રહ્યા છે.

પાકિસ્તાન હવે ત્રાસવાદી વિરૃદ્ધ આકરા પગલાં લેવા માટે મજબૂર બન્યું છે અને એક નિર્ણય લીધો છે જેનાથી મોસ્ટ વોન્ટેડ ત્રાસવાદી હાફીઝ સઈદની મુશ્કેલી વધી શકે છે. પાકિસ્તાનમાં જ હાફિઝ સઈદના સંગઠન જમાત ઉદ્ દાવાને ત્રાસવાદી સંગઠન જાહેર કરવામાં આવ્યું છે. પાકિસ્તાન સરકારે યુનો દ્વારા પ્રતિબંધિત સંગઠન જમાત અને તોઈબા જેવા ત્રાસવાદી સંગઠનો અને ત્રાસવાદીઓ વિરૃદ્ધ સિકંજો કસવાની તૈયારી કરી છે.

રાષ્ટ્રપતિ મમનુન હુસેને રાષ્ટ્રીય ત્રાસવાદ વિરોધી કાનૂનમાં ફેરફાર અંગેના વટહકમને મંજુરી આપી છે જે હેઠળ પાક સરકાર તેઓની ઓફિસ અને ખાતાઓ બંધ કરશે. અત્યાર સુધી પાકિસ્તાન આ સંગઠનો સામે માત્ર દેખાડાની જ કાર્યવાહી કરતું હતું. પાકિસ્તાનના અખબાર ધ ટ્રીબ્યુન એક્સપ્રેસ અનુસાર રાષ્ટ્રીય આતંકવાદ વિરોધી ઓથોરીટીએ આની પુષ્ટી કરી છે. ગૃહ, નાણા અને વિદેશ મંત્રાલય તથા કાઉન્ટર ફાઈનાન્સીંગ ઓફ ટેરેરીઝમ વીંગ આ મામલે કામ કરી રહ્યું છે.

રાષ્ટ્રપતિ કાર્યાલયના અધિકારીએ પણ આની પુષ્ટી કરી છે. સરકારના આ પગલાંથી અલકાયદા, તહરીક એ તાલીબાન પાકિસ્તાન, લશ્કર એ જાંગવી, જમાત ઉદ્ દાવા, લશ્કર એ તોઈબા અને બીજા સંગઠનો પર કાર્યવાહી થઈ શકશે. ગયા વર્ષે ડિસેમ્બરમાં પાકિસ્તાને હાફિઝ સઈદના જમાત અને ફલાહ સંગઠનોને પ્રતિબંધિત કરવાની સાથે તેઓના બેંક ખાતા અને ઓફિસો બંધ કરી હતી.

આ નવા આદેશથી હવે આ બધાના કાર્યાલયો અને બેંક ખાતાઓ સીલ કરવાનો અધિકાર સત્તાવાળાઓને મળશે.

અત્યાર સુધી પાકિસ્તાન જમાત જેવા સંગઠનોને આતંકી યાદીમાં રાખી કામ ચલાવતું, ક્યારેક પ્રતિબંધની વાત કરતું તો ક્યારેક તેના ઉપર ફંડ ન ઉઘરાવવા જણાવતું, પરંતુ હવે રાષ્ટ્રપતિના આ વટહુકમથી જમાત ઉદ્ દાવા સત્તાવાર રીતે ત્રાસવાદી સંગઠન બની ગયું છે. આ વટહુકમ પાછળ ભારત અને અમેરિકાનું દબાણ હોઈ શકે છે. હાફિઝ સઈદ સંચાલિત સંગઠનોને ત્રાસવાદી માન્યા પછી સ્વયં હાફિઝ સઈદને આતંકવાદી ગણીને તેની વિરૃદ્ધ પણ કાર્યવાહી કરાશે તેવા સંકેતો મળી રહ્યા છે. આમ, અંતે પાક. સરકારે સઈદને ત્રાસવાદી માનવો પડ્યો છે.

યુએનએસસીની પ્રતિબંધિત યાદીમાં અલ-કાયદા, તહરિક-એ-તાલિબાન પાકિસ્તાન, લશ્કર-એ-જાંગવી, જમાત-ઉદ્-દાવા, ફ્લાહ-એ-ઈન્સાનિયત (એપઆઈએફ), લશ્કર-એ-તોઈબા અને અન્ય આતંકી જુથો સામેલ છે. કાયદામાં સુધારા પછી આ તમામ સંગઠનો કાનૂની સકંજામાં સપડાશે.

અત્રે ઉલ્લેખનિય છે કે ગત્ વર્ષે ડિસેમ્બરમાં સરકારે હાફિઝ સઈદ સાથે સંબંધ ધરાવતા બે સંગઠન જમાત-ઉદ્-દાવા અને એફઆઈએફ પર પ્રતિબંધ મૂકવાની યોયજના બનાવી હતી અને એવું માનવામાં આવ્યું હતું કે આ અંગે કોઈ પ્લાન સોંપવામાં આવ્યો છે. વર્ષ ર૦૦પ માં યુએનએસસી પ્રસ્તાવ ૧ર૬૭ અંતર્ગત લશ્કર-એ-તોઈબાને પ્રતિબંધિત સંગઠિત જાહેર કરવામાં આવ્યું હતું, પરંતુ પાક. સરકારના કૂણા વલણ હેઠળ આ ખૂંખાર ત્રાસવાદી ભારત વિરોધી યોજનાઓ ઘડતો રહ્યો છે. હજુ પણ પાકિસ્તાન સરકાર પર આશંકા રહે છે, પરંતુ વૈશ્વિક અને ખાસ કરીને અમેરિકાના દબાણના કારણે હવે પાક. સરકાર હાફિઝ સઈદને ખુલ્લેઆમ બચાવવાના પ્રયાસો કરી શકશે નહીં, તેમ મનાય છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription