દક્ષિણકોરીયાના કાંઠેથી ૧૧૩ વર્ષ પહેલાં ર૦૦ ટન સોના સાથે ડૂબેલું જહાજ મળ્યુંઃ આજે આ સોનાની કિંમત અંદાજે ૯ હજાર કરોડ રૃપિયા થાય છે / એમરીકામાં કોલ સેન્ટરમાં અબજોનું કૌભાંડ કરવાના આરોપમાં ર૧ ભારતીયોને ર૦ વર્ષ સુધીની જેલ / રાજયમાં સાર્વત્રીક મેઘ મહેર યથાવતઃ અમદાવાદ સહિત ઉત્તર દક્ષીણ ગુજરાતમાં ૧ર ઈંચ જેટલો વરસાદ /

ખંભાળિયાના ગોઈંજમાં દારૃનો દરોડોઃ ચોવીસ બોટલ કબજે

જામનગર તા.૧૧ ઃ ખંભાળિયાના ગોઈંજ ગામમાં એક મકાનમાંથી પોલીસે અંગ્રેજી શરાબની ચોવીસ બોટલ પકડી પાડી છે. ઝડપાયેલા આરોપીએ જામનગરના સાગરિતનું નામ આપ્યું છે.

ખંભાળિયા તાલુકાના ગોઈંજ ગામ પાસે ગઈકાલે સાંજે સલાયા મરીન પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા કરવામાં આવતા પેટ્રોલિંગ દરમ્યાન ગોઈંજમાં એક શખ્સના મકાનમાં અંગ્રેજી શરાબનો જથ્થો પડયો હોવાની બાતમી મળી હતી.

ત્યાં આવેલા રોહિત દેપાળભાઈ વિંઝુડા નામના શખ્સના મકાનમાં પોલીસે તલાશી લેતા ત્યાંથી ભારતીય બનાવટના અંગ્રેજી શરાબની જુદી જુદી બ્રાન્ડની ચોવીસ બોટલ મળી આવી હતી. પોલીસે રૃા.૧ર હજારની કિંમતની બોટલ કબજે કરી રોહિતની ધરપકડ કરી છે. આ શખ્સની પ્રાથમિક પૂછપરછમાં તેણે પોતાના સાગરિત જામનગરના કોમલનગરમાં રહેતા રમેશ ભીમશીભાઈ પરિયાનું નામ આપ્યા છે. પોલીસે રમેશની શોધ શરૃ કરી છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00