ઈસરોએ કર્યાે ખુલાસોઃ ચંદ્રયાન-રના વિક્રમ લેન્ડરને કોઈનુકશાન નહીં તેની સાથે સંપર્ક કરવા માટેના પ્રયાસો ચાલુ / જુનાગઢના રૃદ્રેશ્વર જાગીરના મહંત ઈન્દ્રભારતી બાપુએ કહ્યું મોરારીબાપુ અમારા બાપ છેઃ એ માફી માંગશે પણ નહીં ને અમે માંગવા પણ નહીં દઈએ / જાપાનમાં આવ્યું ફેક્સાઈ વાવાઝોડુંઃ ૨૧૬ કિ.મી.ની ઝડપે ફૂંકાયો પવનઃ ૧૦૦ થી વધુ ફ્લાઈટો કરાઈ રદ /

સમાણામાં જાહેરમાં રમાતો જુગાર ઝડપાયોઃ ચાર ઝબ્બે, બે ફરાર

જામનગર તા. ૧૪ઃ જામજોધપુરના સમાણામાં ગઈકાલે પોલીસે ભરબપોરે જામેલી ગંજીપાનાની મહેફિલ પકડી પાડી છે જેમાંથી ચાર શખ્સો ઝડપાયા છે જ્યારે બે નાસી છુટ્યા છે. ઉપરાંત ભાણવડના મોડપરમાં મકાનમાંથી જુગારધામ પકડાયું છે. જુગારના કુલ ચાર દરોડામાં અઢાર શખ્સો અડધા લાખના મુદ્દામાલ સાથે ઝબ્બે થયા છે.

જામજોધપુર તાલુકાના સમાણા ગામમાં ગઈકાલે બપોરે એક મકાન પાસે જાહેરમાં જુગાર રમી રહ્યો હોવાની બાતમી મળતા શેઠવડાળા પોલીસે ત્યાં આવેલા પબાભાઈ સીદાભાઈ પરમારના ઘર સામે દરોડો પાડ્યો હતો. આ સ્થળેથી જાહેરમાં તીનપત્તી રમી રહેલા ભોજાભાઈ દેસાભાઈ બગડા, રામજી ભાણજીભાઈ વાઘેલા, હિતેશ જીવાભાઈ પરમાર, હરેશ ખીમજીભાઈ પરમાર નામના ચાર શખ્સો ઝડપાઈ ગયા હતાં. જ્યારે પોલીસને જોઈને જયેશ બુધાભાઈ વાઘેલા તથા ભરત આલાભાઈ સાગઠીયા નામના બે શખ્સો નાસી છુટ્યા હતાં. પોલીસે પટ્ટમાંથી રૃા. ૩૬૦૦ રોકડા અને પાંચ મોબાઈલ મળી કુલ રૃા. ૧૧,૫૦૦નો મુદ્દામાલ કબજે કર્યો છે.

ખંભાળીયા તાલુકાના ભાડથર ગામમાં ગઈકાલે સાંજે જાહેરમાં ગંજીપાના કૂટતા કારા માલદેભાઈ રૃડાચ, અનિલ મગનભાઈ સોઢા, અજય બાબુભાઈ રાઠોડ, મોહન કાનાભાઈ રાઠોડ, મગનભાઈ ગોવાભાઈ સોઢા નામના પાંચ શખ્સોને પકડી પાડી રૃા. ૪૦૬૦ રોકડા કબજે કર્યા છે.

દ્વારકા તાલુકાના આરંભડા ગામની સીમમાં ગઈકાલે સાંજે ગંજીપાના વડે તીનપત્તી રમતા સલીમ ગગુભાઈ તુરક, કાળુ ઈસ્માઈલ બોલીમ, મામદ કાસમ મંઘરા નામના ત્રણ શખ્સોને પોલીસે ઝડપી લઈ રૃા. ૨૩૫૦ રોકડા કબજે લીધા છે.

ભાણવડ તાલુકાના મોડપર ગામમાં આવેલા એક મકાનમાં મંગળવારની રાત્રે કેટલાક શખ્સો એકત્ર થઈ મકાનમાલિકનેનાલ આપી ગંજીપાનાથી જુગાર રમતા હોવાની બાતમી મળતા એક વાગ્યે ભાણવડ પોલીસે દરોડો પાડ્યો હતો. ત્યાં આવેલા તુલસીભાઈ બાબુભાઈ પંડ્યાના મકાનમાં પોલીસે તલાસી લેતા તુલસીભાઈને નાલ આપી જુગાર રમી રહેલા વિક્રમ નારણભાઈ નંદાણીયા, કરશનભાઈ મારખીભાઈ ભાટુ, ધરણાંતભાઈ નાથાભાઈ ભોચીયા, રણમલભાઈ સાજણભાઈ ભોચીયા તથા મારખીભાઈ ગોવાભાઈ ડાંગર નામના પાંચ શખ્સો મળી આવ્યા હતાં. પોલીસે પટ્ટમાંથી રૃા. ૩૩,૩૪૦ રોકડા, ચાર મોબાઈલ, કબજે કર્યા છે. છએય આરોપીઓ સામે જુગારધારાની કલમ ૪, ૫ હેઠળ ગુન્હો નોંધવામાં આવ્યો છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription