જેટ એરવેઝના બોર્ડમાંથી નરેશ ગોયલ પત્ની અનીતા ગાયેલએ આપ્યા રાજીનામાઃ કંપની ઉપર ૮ર૦૦કરોડનું દેવું / રાહુલ ગાંધીએ કરી જાહેરાતઃ લઘુત્તમ આવક યોજના અંતર્ગત કોંગ્રેસ રપ કરોડ લોકોને વર્ષે આપશે ૭ર,૦૦૦ રૃપિયા /

કાલાવડના નગર પીપળિયામાં ટ્રકે સત્તર વીજ થાંભલાનો બોલાવ્યો ભૂક્કોઃ વીજ પુરવઠો ખોરવાયો

જામનગર તા.૧૧ ઃ કાલાવડના નગર પીપળિયા ગામમાં ગયા ગુરૃવારે એક ટ્રકે વીજ તાર બાંધેલા થાંભલાને ટક્કર માર્યા પછી ટ્રક ચલાવવાનું ચાલુ રાખતા કુલ સત્તર વીજ થાંભલાઓ ધરાશાયી થઈ ગયા હતા જેના કારણે રૃા.૧ લાખ ઉપરાંતની વીજ કંપનીને નુકસાની થયાની પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ છે.

કાલાવડ તાલુકાના નગર પીપળિયા ગામના પાટિયા પાસેથી ત્રણ દિવસ પૂર્વે બપોરના સમયે જીજે-૩-બીવી ૪૫૭૮ નંબરનો એક ટ્રક પસાર થયો હતો તેના ચાલકે પોતાના ડ્રાઈવીંગ હેઠળનો આ ટ્રક બેપરવાહીથી તલાવી ત્યાં ઉભા કરવામાં આવેલા પીજીવીસીએલના તાર સાથે અથડાવ્યો હતો. ત્યાર પછી ટ્રકચાલકે લીવર આપતા ફૂલ સ્પીડમાં દોડેલા ટ્રક અને તેની સાથે અટવાઈ ગયેલા વીજ તારના કારણે વારાફરતી સત્તર વીજ થાંભલા ધરાશાયી થઈ ગયા હતા. ઉપરોકત અકસ્માત સર્જી ટ્રકનો ચાલક વાયરોના ગુંચળાઓમાં સલવાઈ ગયેલા ટ્રકને પડતો મૂકી નાસી ગયો હતો. એક થાંભલો પડયા પછી તેની સાથે જોડાયેલા તારના કારણે અન્ય થાંભલાઓ પર જમીનદોસ્ત થતા નગર પીપળિયા સહિતના આજુબાજુના ગામોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. આ બાબતની વીજ કંપનીના અધિકારીને જાણ થતા તેઓ દોડી આવ્યા હતા. વીજ કર્મચારી જી.વી. કુવાદરાએ ટ્રકના નાસી છૂટેલા ચાલક સામે કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00