ગાંધીનગરઃ છત્રાલની બેંકમાં ફાયરિંગઃ ત્રણ શખ્સોએ ચલાવી લૂંટઃ એકાદ કરોડ રૃપિયા લૂંટાયા હોવાની શક્યતા / પ્રધાનમંત્રી મોદીએ આપી ફરી ચેતવણીઃ છુપાઈ નહીં શકે પુલવામાના ગુનેાગારઃ સજા જરૃર મળશે / વિમાનમાં ખામી સર્જાઈઃ શહીદોના મૃતદેહો પટનાના એરપોર્ટ પર અટવાયા / નવજોત સિદ્ધુને પાકિસ્તાન પ્રેમ પડયો ભારેઃ ધ કપિલ શર્માના શો માથી થઈ હક્કાલ પટ્ટી /

અગાશીએ જવાની બાબતે પાડોશી પર એક શખ્સનો હુમલોઃ હાથ ભાંગી નાંખ્યો

જામનગર તા.૧૦ ઃ લાલપુરના પીપરટોડામાં એક યુવાન પર અગાશીએ જવાની બાબતે પાડોશીએ લાકડી વડે હુમલો કરી હાથ  ભાંગી નાખ્યો છે. જ્યારે ગાંધવીમાં એક મહિલાને ત્રણ મહિલા સહિત ચાર વ્યક્તિઓએ માવતરે જવાનું કહી ધોકાવી નાંખી છે.

લાલપુર તાલુકાના પીપરટોડા ગામમાં રહેતા જયંતિભાઈ રૃડાભાઈ નકુમના મકાનની બાજુમાં જ વસવાટ કરતા પ્રદીપસિંહ કલુભા વાઘેલાને જયંતિભાઈ પોતાના મકાનની અગાશીમાં જતાં હોય તે બાબત ગમતી ન હતી તેથી બુધવારે રાત્રે જ્યારે જયંતિભાઈ પોતાના મોટરસાયકલ પર મજેડા સીમમાંથી પસાર થતા હતા ત્યારે પ્રદીપસિંહએ તેને રોકી લઈ લાકડી વડે હુમલો કર્યાે હતો. હુમલામાં જયંતિભાઈનો હાથ ભાંગી ગયો હતો. આ બાબતની તેઓએ લાલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. કલ્યાણપુર તાલુકાના ગાંધવી ગામના જીતુબેન મુંજાભાઈ મકવાણા નામના પાંત્રીસ વર્ષના દલિત પરિણીતાને માવતરે ચાલ્યા જવા માટે વેજીબેન ચનાભાઈ કહેતા હતા, પરંતુ જીતુબેનએ તેઓનું કહ્યું ન માનતા આ મહિલાને વેજીબેન, વંદનાબેન કેશુભાઈ, મુકતાબેન બુધાભાઈ, ભીખાભાઈ દેવાભાઈએ ગાળો ભાંડી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની જીતુબેને પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00