આઈ૫ીએલ ર૦૧૯ઃ વરૃણ ધવનની બેઝ પ્રાઈઝ હતી ર૦ લાખઃ ર૦૧૯ના આઈપીએલમાં ૮.૪ કરોડની બોલાઈબોલી / જસદણ પેટા ચૂંટણી જંગઃ કુંવરજી બાવળીયા, ભરત બોધરા, અવસર નાકીયા, ભોળાભાઈ ગોહેલ મેદાનમા /

કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી તા. ર૭ મી એપ્રિલથી દેશભરમાં આદરશે 'બંધારણ બચાવો અભિયાન'

નવી દિલ્હી તા. ૧૬ઃ કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી તા. ર૩ મી એપ્રિલથી દેશભરમાં 'બંધારણ બચાવો' અભિયાન આદરશે. દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમમાં વિરાટ સભા યોજાશે.

કોંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધી ર૩ મી એપ્રિલથી દેશભરમાં 'બંધારણ બચાવ અભિયાન' શરૃ કરાવશે. કોંગ્રેસ દ્વારા દલિતોને આકર્ષવા માટે આ અભિયાન હાથ ધરાઈ રહ્યું હોવાનું કહેવાય છે. કોંગ્રેસના હાલના અને ભૂતપૂર્વ સાંસદો, વિધાનસભ્યો, જિલ્લા પરિષદ, નગરપાલિકા, પંચાયત સમિતિના હોદ્દેદારો સહિત પક્ષના કાર્યકરો આ કાર્યક્રમમાં સક્રિય ભાગ લેશે. કોંગ્રેસના હોદ્દેદારો ઉપરાંત પ્રાદેશિક એકમોના અધિકારીઓ, યુવા, મહિલા અને સેવાદળ પાંખના કાર્યકરો તાલકટોરા સ્ટેડિયમમાં યોજાનારી સભામાં મોટી સંખ્યામાં ભાગ લેશે.

કોંગ્રેસના અનુસૂચિત જાતિ વિભાગના અધ્યક્ષ અને આ કાર્યક્રમના આયોજકોમાંના એક નીતિન રાઉતે જણાવ્યું હતું કે અમે આશા રાખીએ છીએ કે રાજધાનીમાં આ કાર્યક્રમમાં ભાગ લેવા આવનારા નેતાઓ અને હોદ્દેદારો દેશભરના રાજ્યોમાં આ કાર્યક્રમને વેગ આપવા કાર્ય કરશે. રાઉતે આક્ષેપ કર્યયો હતો કે નરેન્દ્ર મોદીના શાસનમાં બંધારણ અને દલિતો પર હુમલા વધ્યા છે. કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી ત્યારે આવી પરિસ્થિતિ નહોતી. દેશમાં દલિત મતદારોની ટકાવારી અંદાજે ૧૭ ટકા છે અને સંસદની ૮૪ બેઠક અનુસૂચિત જાતિના ઉમેદવારો માટે અનામત રખાઈ છે. ભારતીય જનતા પક્ષ (ભાજપ) ને ર૦૧૪ ની ચૂંટણીમાં આમાંથી પચાસ ટકા બેઠક મળી હતી. રાઉતે જણાવ્યું હતું કે અમારો પક્ષ આગામી સામાન્ય ચૂંટણીમાં પોતાનો અગાઉનો દેખાવ સુધારવા બનતા દરેક પ્રયાસ કરશે. કોંગ્રેસના સૂત્રોએ જણાવ્યું હતું કે અમે દલિત કોમ માટે વિવિધ કાર્ય કરવા કટિબદ્ધ છીએ.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00