નર્મદા ડેમની જળ સપાટી ૧૨ કલાકમાં ૩ર સેન્ટિમીટર વધીને ૧૧૧.૩૦ સે.મી. થઈ / અમદાવાદમાં ચાર ઈંચ વરસાદઃ વેજલપુરમાં સૌથી વધુ સાડા પાંચ ઈંચ વરસાદ પડયોઃ રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ધીમીધારે મેઘરાજાનું આગમનઃ જસદણ-વિંછીયા પંથકમાં ત્રણ ઈંચ પાણી પડયું / કેરળમાં પુરનો પ્રકોપ યથાવતઃ ૧૬૭ લોકોએ ગુમાવ્યા જીવઃ હજુ પણ રેડ એલર્ટ જાહેર / બે મહાપુરૃષો વચ્ચે ગજબનો યોગાનુયોગઃ પ્રમુખ સ્વામી મહારાજ અને અટલજીના એક જ દિવસે અંતિમ સંસ્કાર /

સુરતને માત આપી જામનગર મેયર ઈલેવન બની ચેમ્પિયન

જામનગર તા. ૧૬ઃ જામનગર મહાનગરપાલિકાના યજમાનપદે આયોજીત આંતર મહાનગરપાલિકા ક્રિકેટ ટુર્નામેન્ટમાં જામનગર મેયર ઈલેવન ચેમ્પિયન થતા ભવ્ય આતશબાજીથી ઉજછણી કરવામાં આવી હતી. જ્યારે કમિશ્નર ઈલેવનનો સુરતની ટીમ સામે પરાજય થયો હતો.

પ્રથમ મેચ જામનગર કમિશ્નર ઈલેવન અને સુરત કમિશ્નર ઈલેવન વચ્ચે રમાયો હતો. જેમાં ટોસ જીતીને સુરતની ટીમે પ્રથમ દાવ લીધો હતો અને ૨૦ ઓવરમાં ચાર વિકેટ ગુમાવી ૨૦૪ રન કર્યા હતાં.

તેની સામે જામનગર કમિશ્નર ઈલેવન ૨૦ ઓવરમાં આઠ વિકેટએ ૧૨૮ રન કર્યા હતાં. આમ સુરત કમિશ્નર ઈલેવન વિજેતા થઈ હતી. કમિશ્નર ઈલેવનમાં મેન ઓફ ધ સીરીઝ જામનગરના વિજય બાબરીયા જાહેર થયા હતાં.

આ પછી મેયર કપ માટેનો ફાઈનલ મુકાબલો જામનગર અને સુરત મેયર ઈલેવન વચ્ચે થયો હતો. જેમાં સુરતની ટીમે ટોસ જીતી પ્રથમ બેટીંગ પસંદ કરતા ૨૦ ઓવરમાં ૭ વિકેટ ગુમાવી ૧૨૫ રન કર્યા હતાં. જેમાં આંનદ રાઠોડએ બે અને કેતન નાખવાએ બે વિકેટો ઝડપી હતી.

આ પછી મેયર ઈલેવન દાવમાં આવી હતી અને સાત વિકેટે ૧૨૭ રન બનાવી લેતા જામનગર મેયર ઈલેવન ટીમ વિજેતા બની હતી. જેમાં આનંદ રાઠોડના ૩૫ રન (નોટ આઉટ), અને મેરામણ ભાટુના ૨૦ રનનો અસંખ્ય નો બોલ-વાઈડનો મહત્વનો ફાળો રહ્યો હતો. જામનગર મેયર ઈલેવનના છેલ્લી ઓવરના છેલ્લાં દડે શાનદાર ચોકો ફટકારી જીત અપાવી હતી. આથી તેમને મેન ઓફ ધ મેચ જાહેર કરાયા હતાં. આ ટુર્નામેન્ટમાં મેયર ઈલેવનમાં બેસ્ટ બેટસમેન તરીકે કેતન નાખવા અને બેસ્ટ બોલર તરીકે દેવસી આહિર જાહેર થયા હતાં.

જામનગર મેયર ઈલેવનએ ચેમ્પિયન ટ્રોફી જીતી લેતા મેદાનમાં ભવ્ય આતશબાજી અને શાનદાર ઉજવણી કરવામાં આવી હતી.

આ પ્રસંગે રાજ્ય સરકારના મંત્રી આર.સી. ફળદુ, સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા, મેયર પ્રતિભાબેન કનખરા, મ્યુનિ. કમિશ્નર આર.બી. બારડ, ડેપ્યુટી મેયર ભરત મહેતા, સ્ટે. કમિટીના ચેરમેન કમલાસિંહ રાજપૂત, શહેર ભાજપ પ્રમુખ હસમુખભાઈ હિંડોચા, સેન્ટ્રલ ઈર્ન્ફોર્મેશન કમિશનના જોઈન્ટ સેક્રેટરી એ.સી. પટેલ, સુરતના મેયર હસ્મીતાબેન પીરોયા, રિલાયન્સના મનોજ અંતાણી, વિરોધપક્ષના નેતા અલ્તાફ ખફી, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન વસંતભાઈ ગોરી, વાઈસ ચેરમેન ચંદ્રવદન ત્રિવેદી, કોર્પોરેટરો, આગેવાનો તેમજ નોડલ ઓફિસર, કે.કે. બિશ્નોઈ સહિત બહોળી સંખ્યામાં ક્રિકેટપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00