ગીરના જંગલમાં ૧૧ દિવસમાં નિપજયાં ૧૧ સિંહોના મૃત્યુઃ કુદરતી રીતે થયા છે કે શું તેના માટે ઉચ્ચ અધિકારીઓ દ્વારા હાથ ધરાઈ તપાસ / જમ્મુ-કાશ્મીરમાં ૩ પોલીસ કર્મીને રાજીનામા આપવા માટે આપ્યો હતો સમયઃ ના આપ્યા તો નિપજાવી હત્યાંઃ આ હત્યામાં આતંકી નાઈફૂની સંડોવાણી ? / ભાવનગરમાં સ્વાઈનફૂલના કારણે છેલ્લા ર૪ કલાકમાં ૩ લોકોના નિપજયાં મૃત્યુઃ પ લોકો સારવાર હેઠળ / સુરતના નગરસેવકોને આવી દિવાળીઃ વેતનમાં કરાયો ૩પ૦ ટકાનો ધરખમ વધારો / શીંજો આબે એલડીપી પક્ષના વડા ચૂંટાતા જાપનના વડાપ્રધાન પદ માટે રહેશે ચાલુ / ફિલીપાઈન્સમાં ભૂસ્ખલનઃ ૧૮ વ્યક્તિઓના મૃત્યુઃ અનેક ઘરો થયા જમીનદોસ્ત

હાલારે નીતિમત્તાવાળા સેવાનિષ્ઠ અને સ્પષ્ટ વક્તા પત્રકાર ગુમાવ્યાઃ વક્તાઓ

ખંભાળિયા તા. ૧૩ઃ તાજેતરમાં અવસાન પામેલ ખંભાળિયાના જુની પેઢીના પીઢ પત્રકાર સ્વ. ધર્મેન્દ્રભાઈ આચાર્યને શ્રદ્ધાંજલિ અર્પણ માટે પીઢ પત્રકાર રમિણકભાઈ રાડિયાના અધ્ક્ષસ્થાને ખંભાળિયાના યોગ હોલમાં શ્રદ્ધાંજલિ સભાનું આયોજન જાયન્ટ્સ ગ્રુપ ખંભાળિયા, જાયન્ટ્સ ગ્રામ્ય તથા જાયન્ટ્સ યુવા દ્વારા કરાયું હતું.

કાર્યક્રમના અધ્યક્ષસ્થાનેથી બોલતા ખંભાળિયાના પીઢ અગ્રણી પત્રકાર રમણિકભાઈ રાડિયાએ જણાવેલ કે દેવભૂમિ જ નહીં, હાલારે એક નીતિમત્તાવાળા સ્પષ્ટ વક્તા તથા સેવાનિષ્ઠ પત્રકાર-વ્યક્તિ ગુમાવ્યાનું જણાવીને તેમની સાથે પુરાણી યાદો વ્યક્ત કરીને જીવન ઝરમર રજૂ કરી હતી તથા એ વખતના ખંભાળિયાના યુવા રઘુવંશી અગ્રણી પરિમલ નથવાણી સાથેના તેમના અનુભવો કાર્યો સમાજ સેવાના પ્રસંગો વર્ણવ્યા હતાં.

કાર્યક્રમમાં જાયન્ટ્સના રાજ્યના કાઉન્સિલર સંદીપભાઈ ખેતિયા, જાયન્ટ્સના પ્રમુખ નવનીતભાઈ જોષી, બ્રહ્મસમાજ મહિલા પાંખ જિલ્લા પ્રમુખ કીર્તિદાબેન ઉપાધ્યાયે સમાજમાં યોગદાન વર્ણવ્યું હતું. પૂર્વ ભાજપ શહેર પ્રમુખ યોગેશભાઈ મોટાણીએ સ્વ. ધર્મેન્દ્રભાઈ, સ્વ. દ્વારકાદાસ બારાઈ અને સ્વ. ઓધવજીભાઈ મોટાણીની ટીમ દ્વારા તે સમયમાં થયેલા પ્રજાકીય કાર્યોની યાદ આપી શ્રદ્ધાંજલિ અર્પી હતી.

ખંભાળિયા પાલિકા પૂર્વ વિપક્ષી નેતા સુભાષ પોપટે સ્વ.ની રાજકીય કુનેહની વાતો કરી શ્રદ્ધાંજલિ અર્પી હતી તો રઘુવંશી પીઢ અગ્રણી મનુભાઈ તન્ના ભાડથરવાળા, દિનેશભાઈ પોપટ, મહેન્દ્રભાઈ જોષીએ પણ શ્રદ્ધાંજલિ અર્પી હતી.

કાર્યક્રમમાં અગ્રણીઓ અરૃણભાઈ બરછા, ભાવેશભાઈ મોટાણી, બરછાભાઈ, કનુભાઈ કણઝારિયા, પ્રણવભાઈ શુક્લ, જાયન્ટ્સના રમેશભાઈ ભાદરકા, યુવા જાયન્ટ્સના  ભાદરકા, ગ્રામ્યના જોગલ વિગેરે ઉપસ્થિત રહ્યા હતાં.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00