પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના હેઠળ ધિરાણ નહીં લેનાર ખેડૂતો પ્રીમીયમ ભરી શકશે

જામનગર તા. ૧૧ઃ જિલ્લામાં પ્રધાનમંત્રી ફસલબીમા યોજના (ખરીફ-૨૦૧૬)થી અમલી બનેલ છે. અંતર્ગત લાભ લેનાર ખેડૂતોને જુદા-જુદા જોખમો સામે વીમાનું રક્ષણ પૂરૃં પાડવામાં આવે છે. આ યોજના અંતર્ગત ધિરાણ લેનાર તમામ ખેડૂતોને આવરી લેવામાં આવે છે. તથા જે ખેડૂતોએ ધીરાણ લીધું ન હોય તેવા ખેડૂતો પણ પ્રીમિયમની રકમ ભરી યોજનાનો લાભ લઈ શકે છે.

જામનગર જિલ્લામાં પ્રધાનમંત્રી ફસલબીમા યોજનામાં ખરીફ-૨૦૧૯ સીઝન માટે જામનગર તાલુકામાં મગફળી, મગ, એરંડા, તલ, કપાસપીયત, કપાસ બિનપીયત, જોડીયા તાલુકામાં  કપાસપીયત, મગફળી, તેલ, મગ, અડદ, મગફળી, એરંડા, કપાસપીયત, કપાસ બિનપીયત, લાલપુર તાલુકામાં મગફળી, એરંડા, કપાસ પીયત અને જામજોધપુર તાલુકામાં અડદ, તુવેર, મગફળી એરંડા, તલ, કપાસપીયત, કપાસ બિનપીયત પ્રમાણેના પાકો નોટીફાઈડ થયેલ છે.

જામનગર જિલ્લાના જુદા-જુદા તાલુકા માટે નોટીફાઈડ થયેલા પાકો પૈકી મગફળી, તુવેર, મગ, અડદ, તલ, એરંડા, કપાસ બિનપીયત પાકનો વીમો ઉતારવા ખેડૂતોએ ૨% જ્યારે કપાસ પીયત માટે ૫% પ્રીમીયમ ભરવાનું થાય છે. ખરીફ-૨૦૧૯ ઋતુમાં જામનગર જિલ્લા માટે ભારતી અક્ષા જનરલ ઈન્સ્યુરન્સ કંપની લિ. વીમા કંપની તરીકે નક્કી થયેલ છે. ખરીફ-૨૦૧૯ દરમિયાન પ્રધાનમંત્રી ફસલ બીમા યોજનાનો લાભ લેવા અરજી કરવાની છેલ્લી તારીખ કપાસ પીયત/બીન પીયત, મગફળી, મગ, તલ, અડદ તથા તુવેર પાક માટે ૧૫ જુલાઈ ૨૦૧૯, એરંડા પાક માટે ૩૧ ઓગસ્ટ ૨૦૧૯ નક્કી થઈ છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription