નાઈજીરીયામાં બોકો હરામનો આત્મઘાતી હુમલોઃ ૩૧ના મૃત્યુ નિપજયાં / આઈ.બી.એ રાજધાની દિલ્હી પર આતંકુ હુમલાનો ખતરો હોવાનું કર્યું જાહેર / કાશ્મીમાં આતંકીઓ પાસે બંકરો પણ તોડી નાખે એવી ચીની બનાવટની સ્ટીલની ગોળી ઓ મળી આવી / પૂર્વાેત્તર રાજ્યોમાં જળ પ્રલય ર૩નાં મૃત્યુઃ ૪.પ લાખ લોકો થયા પ્રભાવીત / જમ્મુ-કાશ્મીરમાં બાંદીપુરામાં ૪ આતંકી ઠારઃ બીજબહોરમાં સર્ચ ઓપરશન શરૃ / સુરતમાં બુલેટ ટ્રેનનો કરાયો વિરોધઃ મોટી સંખ્યામાં ખેડૂતોએ યોજી રેલી /

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ૧૭ ખેડૂતો પાસેથી માત્ર ૪ર.૮૪ મે. ટન મગફળીની કરાઈ ખરીદી

ખંભાળિયા તા. ૧૩ઃ દેવભૂમિ દ્વારકા જિલ્લામાંથી માત્ર ચાર દિવસમાં માત્ર ૧૭ ખેડૂતો પાસેથી ૪ર.૮૪ મેટ્રીકટન મગફળીની ખરીદી કરવામાં આવી છે.

રાજ્ય સરકાર દ્વારા તારીખ પ થી ૯ માર્ચ સુધી રાજ્યભરમાંથી અગાઉથી રજિસ્ટ્રેશન થયેલા ખેડૂતો પાસેથી ૧ લાખ મેટ્રીકટન મગફળીની ટેકાના ભાવે ખરીદી કરવાનું જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાંથી કુલ ૧૧ કેન્દ્રોમાં નોંધાયેલ ૩રપ૩ ખેડૂતોની પ્રતિ ગુણી ૩૬ કિલોની ભરતી થાય તે રીતે પ્રતિ ખેડૂત પાસેથી વધારેમાં વધારે ૭૦ ગુણી લેખે ૮૧૯૭.પ૬ મેટ્રીકટન મગફળી ખરીદવાનું જાહેર થયું હતું.

જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ તા. પ, ૬, ૭ અને ૮ એમ ચાર દિવસમાં માત્ર ૧૭ ખેડૂતોની ૭૦ ગુણી લેખે ૧૧૯૦ ગુણી એટલે કે ૪ર.૮૪ મે. ટન મગફળી ખરીદી કરવામાં આવી છે.

સરકારની આયોજન વગરની જાહેરાત, ખેડૂતોને મગફળી લઈ આવવાનો મેસેજ કર્યા પછી કેન્દ્રો બંધ હોય, ખેડૂતો હેરાન-પરેશાન થતા હોય, તારીખ ૭ માર્ચે આવા તમામ ખેડૂતોને સાથે લઈ ખેડૂત હિત રક્ષક સમિતિ દ્વારા મગફળી ભરેલા વાહનો સાથે કલેક્ટર કચેરીનો પાંચ કલાક સુધી ઘેરાવ કર્યા પછી જિલ્લા કલેક્ટર રાજ્ય સરકારના જવાબદાર અધિકારીઓ સાથે ચર્ચા કર્યા પછી ખેડૂતોને મૌખિક બાહેંધરી આપી હતી કે, 'જેને મેસેજ આવ્યો છે તેવા તમામ ખેડૂતોની મગફળી ખરીદાઈ જશે, ખેડૂતને મેસેજ કરતા પહેલા લગત કેન્દ્રને જિલ્લા ખેતીવાડી ખાતું અને ગુજકોટ બન્નેને જાણ કરી દેશે જેથી મેસેજ આવેલા ખેડૂતની મગફળીની ખરીદી કરી લેવામાં આવે ખેડૂતને પરત જવું ન નડે.' જિલ્લા કલેક્ટરની બાહેંધરી પછી પણ વાસ્તવિક્તા કંઈક અલગ જ થઈ... ખેડૂતોને મેસેજ આવ્યા, ખેડૂતો મગફળી ભરીને લગત કેન્દ્ર પર પહોંચ્યા તો હાલત એની એ જ કેન્દ્ર પર કોઈ ઉપસ્થિત જ નહીં, જ્યાં ઉપસ્થિત હતાં તો તેમને સરકાર, નાફેડ, ગુજકોટ, જિલ્લા ખેતીવાડી ખાતા કોઈ દ્વારા લેખિત જાણ જ કરવામાં નહોતી આવી.

રાજ્ય સરકાર કૃષિ મંત્રી અને હવે કલેક્ટર પણ બાહેંધરી આપીને બદલી જાય તો ખેડૂતો કોની પાસે જાય?

આ બાબતે રોષ ઠાલવતા ખેડૂત હિત રક્ષક સમિતિના પ્રમુખ પાલભાઈ આંબલિયા તથા જીવાભાઈ કનારાએ જણાવ્યું હતું કે, 'ઉપરોક્ત નોંધાયેલા ૩રપ૩ ખેડૂતો પૈકી એક પણ ખેડૂતની મગફળી ખરીદી કરવામાં સરકાર નિષ્ફળ રહી તો અમો સરકાર-કૃષિમંત્રી કે જિલ્લા કલેક્ટરની જેમ પાણીમાં નહીં બેસી જઈએ કે બાહેંધરી આપીને નહી બદલી જઈએ. એક ખેડૂતની મગફળી ખરીદી કરવાની બાકી હશે ત્યાં સુધી સરકાર સામે કાયદાકીય રીતે અને જરૃર પડશે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની પણ અમારી તૈયારી છે.'

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00