ઉત્તરાયણનો ઉમંગઃ પતંગ રસિયાઓ તૈયાર

જામનગરમાં ઉત્તરાયણનો ઉમંગ ઉછળી રહ્યો છે, અને મકરસંક્રાંતિની મોજ માણવા પતંગ રસિયાઓ તડામાર તૈયારીઓ કરી રહ્યાં છે. નગરના માર્ગો પર પતંગના વેંચાણની સાથે-સાથે ફીરકીઓ તૈયાર થઈ રહી છે અને રોડના કાંઠે ઠેર-ઠેર દોર પાઈને પતંગ રસિયાઓ આનંદ વ્યક્ત કરી રહેલા જણાય છે. મકરસંક્રાંતિના દિવસે પતંગ ઉડાડવાની સાથે-સાથે ઋતુને અનુરૃપ ખાણીપીણી અને ધાબાઓ પર ગીત-સંગીતની મોજ કાંઈક ઔર જ હોય છે. પક્ષીપ્રેમી સંસ્થાઓ પંખીઓની દિનચર્યાને અનુરૃપ પતંગ ઉડાડીને પક્ષીઓનો જીવ બચાવવા અપીલ પણ કરી રહ્યાં છે, મકરસંક્રાંતિના દિવસે બીજાનો પતંગ કાપીને આનંદ વ્યક્ત કરવાની મોજ માણતા યુવા વર્ગ થનગની રહ્યો છે.                                 (તસ્વીરઃ નિર્મલ કારીયા)

close
Ank Bandh
close
PPE Kit