પંડયા બ્રધર્સે ધોનીની કારથી પણ મોંઘી કાર ખરીદીઃ તસ્વીરો સોશ્યલ મિડીયા પર થઈ વાઈરલ / ગભરાયેલા પાકિસ્તાને ફરી નૌશેરામાં સીઝફાયરનું કર્યું ઉલ્લંઘનઃ એક જવાન શહીદ /

જરૃરિયાતમંદ લોકોને ચીજવસ્તુઓ માટે અનોખો પ્રોજેક્ટઃ 'ખુશીઓ કા સ્ટેશન'

જામનગર તા. ૧૦ઃ રોટરી ક્લબ ઓફ જામનગર (છોટી કાશી) દ્વારા ઉમદા હેતુથી જી.આઈ.ડી.સી. ફેસ-૩, સુજાતા બ્રાસ કમ્પોનેન્ટની સામે, જે.ડી. બેકરી રોડ, શિવમ કોમ્પલેક્ષ પછીના ચાર રસ્તા, દરેડ પાસે, તા. ૧૧-ઓગસ્ટ, ર૦૧૮, શનિવારથી એક પ્રોજેક્ટ શરૃ કરવામાં આવી રહ્યો છે. આ પ્રોજેક્ટનું નામ "ખુશીઓં કા સ્ટેશન" રાખવામાં આવ્યું છે. આ જગ્યા પર લોકો પોતાની બીનજરૃરી અથવા વધારાની ચીજવસ્તુઓ જેમ કે, કપડાં, શુઝ, બુક્સ, વાસણ, બ્લેન્કેટ વગેરે આવીને મૂકી શકે છે. જ્યોર જરૃરિયાતમંદ લોકો વિનામૂલ્યે એમને જરૃરી હોય તે ચીજવસ્તુઓ ત્યાં આવી લઈ શકે છે. જેથી જરૃયિાતમંદ લોકોને કોઈ પાસે હાથ ફેલાવવો ના પડે. ખુલ્લા હ્યદયથી બીનજરૃરી ચીજવસ્તુઓ અહીં મૂકી જરૃરિયાતમંદ લોકોને મદદરૃપ થવા સંસ્થાના પ્રેસિડેન્ટ જસ્મીન પટેલ (૯૯રપર ૩૯પ૩પ) તથા પ્રોજેક્ટ ચેર. મિહીર શાહ (૯૮રપ૦ ૧૩૦ર૬) નો સંપર્ક કરવા જણાવાયું છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription