ગાંધીનગરઃ છત્રાલની બેંકમાં ફાયરિંગઃ ત્રણ શખ્સોએ ચલાવી લૂંટઃ એકાદ કરોડ રૃપિયા લૂંટાયા હોવાની શક્યતા / પ્રધાનમંત્રી મોદીએ આપી ફરી ચેતવણીઃ છુપાઈ નહીં શકે પુલવામાના ગુનેાગારઃ સજા જરૃર મળશે / વિમાનમાં ખામી સર્જાઈઃ શહીદોના મૃતદેહો પટનાના એરપોર્ટ પર અટવાયા / નવજોત સિદ્ધુને પાકિસ્તાન પ્રેમ પડયો ભારેઃ ધ કપિલ શર્માના શો માથી થઈ હક્કાલ પટ્ટી /

સિક્કાની વાડીમાંથી ૧૪૧ બોટલ શરાબ સાથે ચાર ઝડપાયા

જામનગર તા.૧૩ ઃ સિક્કાની એક વાડીમાંથી ગઈકાલે રાત્રે પોલીસે ચાર શખ્સોને અંગ્રેજી શરાબની ૧૪૧ બોટલ સાથે પકડી ત્રણ સાગરિતોના નામ ઓકાવ્યા છે. જ્યારે ખંભાળિયાના ઠાકર શેરડી તથા શક્તિનગરમાંથી પણ શરાબ પકડાયો છે.

જામનગર તાલુકાના સિક્કામાં ગઈરાત્રે પોલીસ કાફલા દ્વારા કરવામાં આવી રહેલા પેટ્રોલિંગ દરમ્યાન એમટીએફ રોડ પર આવેલી શ્રીજી સોસાયટી નજીકની નથુ લાલા મહાજનની વાડીમાં અંગ્રેજી શરાબનો જથ્થો પડયો હોવાની બાતમી મળતા પોલીસે ત્યાં દરોડો પાડયો હતો.

આ સ્થળેથી પોલીસને ભારતીય બનાવટના અંગ્રેજી શરાબની જુદી જુદી બ્રાન્ડની ૧૪૧ બોટલ તેમજ જીજે-૧૦-એએન ૧૧૦૧ નંબરનામોટરસાયકલ સાથે સિક્કાની શ્રીજી સોસાયટી વાળા કાયા મૈયાર ગઢવી તથા લખમણ કાયા માયાણી, હિમત કેશવભાઈ સિંધવ, સૂરજ લખમણ સિંધવ નામના ચાર શખ્સો મળી આવ્યા હતા.

પોલીસે રૃા.૧,૦૩,૫૦૦નો મુદ્દામાલ કબજે કરી ચારેય આરોપીઓની પૂછપરછ કરતા તેઓએ પોતાના સાગરિત મનોજ રણછોડ અલગોતર, માંડણ મૈયા માયાણી, લખમણ નારણ સિંધવના નામ આપ્યા છે. પોલીસે આ ત્રણેય શખ્સોની શોધ શરૃ કરી છે.

ખંભાળીયા તાલુકાના ઠાકર શેરડી ગામે રહેતા રાજાભાઈ લગધીરભાઈ મોવર નામના શખ્સે તેના રહેણાંક મકાનમાં છુપાવીને રાખેલી રૃા. ચાર હજારની કિંમતની આઠ બોટલ વિદેશી દારૃનો જથ્થો પોલીસે પકડી પાડ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન આરોપી રામભાઈ મોવર પોલીસને હાથ ન લાગતાં પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે.

આ ઉપરાંત ખંભાળીયાના શક્તિનગર વિસ્તારમાં રહેતા રાહુલ સાજણભાઈ શાખરા નામના શખ્સને પોલીસે પરપ્રાંતિય શરાબની બોટલ સાથે ઝડપી લઈ, પ્રોહી. એક્ટ હેઠળ કાર્યવાહી કરી હતી.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00