કાશ્મીરના બારામુલ્લા સેક્ટરમાં આવેલી એક મસ્જીદમાં છુપાયેલા આતંકીને સેનાએ કર્યાે ઠાર /સુરેન્દ્રનગરના ચોટીલામાં આવેલા આનંદપુરમાં ગામમાં એક મકાનના ટીવીમાં બ્લાસ્ટ થયા પછી ઘરમાં લાગી આગઃ માતા-પુત્રી થયા ભડથું / ન્યૂઝીલેન્ડમાં બનાવાયો નવો કાયદોઃ લોકો મોલ તથા સુપરમાર્કેટમાં પણ કરી શકશે વોટીંગઃ ગઈ વખતની ચૂંટણીમાં ઓછા પળેલા મતના કારણે લેવાયો નિર્ણય / ગુજરાતના લોકોએ હવે વધુ નહીં જોવી પડે મેઘરાજાની રાહઃ ત્રણ દિવસમાં ગુજરાતમાં મેઘ મહેર થવાની હવામાન વિભાગે કરી આગાહી /

ફાળવાયેલા આવાસોના સ્થળે ગરબા રમવાના વડાપ્રધાનના સૂચનનો ફિયાસ્કો

રાજકોટ તા. ૧૧ઃ તાજેતરમાં રાજકોટમાં લાભાર્થીઓને ફાળવાયેલા આવાસોના સ્થળે રાસ-ગરબા યોજવાના વડાપ્રધાને તે સમયે કરેલા સૂચનનો ફિયાસ્કો થયો હોવાની મીડિયામાં ભારે ચર્ચા થઈ રહી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી વિજયભાઈ રૃપાણીના રાજકોટમાં પીપીપી યોજના હેઠળ તૈયાર થયેલા સરકારી આવાસો લાભાર્થીઓને સુપ્રત કર્યા, તે સમયે કેટલીક  લાભાર્થી બહેનો સાથે વાત કરી હતી, અને નવરાત્રિમાં નવા આવાસો પાસે રાસ-ગરબા રમવાનું સૂચન કર્યું હતું. મોદીએ એવું પણ કહ્યું હતું કે આ માટે હું વિજયભાઈને પણ મોકલીશ.

ગઈકાલે પહેલા નોરતે મીડિયાએ આ અંગે તપાસ કરી તો રાસગરબા તો દૂર રહ્યા, હજુ કેટલાક લોકોને ફાળવાયેલા આવાસોમાં જરૃરી સુવિધાઓ જ નહીં હોવાનું બહાર આવ્યું હતું.

વડાપ્રધાને ૩૦ મી સપ્ટેમ્બરે આ આવાસો અર્પણ કર્યા પછી આટલા દિવસો વિતી ગયા, પરંતુ હજુ આ આવાસોના લાભાર્થીઓને પૂરતી સુવિધાઓ મળી નથી અને તે માટે લાભાર્થી પરિવારોને રામ્યુકોના ધરમધક્કા ખવડાવાઈ રહ્યા છે. મુખ્યમંત્રીના વતન અને મતક્ષેત્રની જ આ દશા હોય, તો બીજા સ્થળોએ કેવી દશા થતી હશે? તેવો સવાલ સ્વાભાવિક રીતે જ ઊઠે છે.

આ બધા કારણે હજુ કોઈ ત્યાં રહેતું નહીં હોવાથી ત્યાં રાસગરબાના આયોજનનો સવાલ જ ઊભો થતો નથી, પરંતુ આ ઘટનાએ  મુખ્યમંત્રી રૃપાણીને પોતાના જ શહેરના ગરીબ લાભાર્થીઓની કેટલી ચિંતા છે, તે ફલિત થઈ ગયું છે. એટલું જ નહીં, રૃપાણીએ વડાપ્રધાનનું સૂચન પણ માન્યું નહીં હોવાથી એવો સવાલ પણ ઊઠી રહ્યો છે કે ક્યાંક જનતા સાથે થયેલી આ છેતરપિંડીમાં મીલીભગત તો નહીં હોય ને? વડાપ્રધાનના સૂચનને ઘોળીને પી જવાની હિંમત તો સીએમ રૃપાણીમાં નહીં હોય, પરંતુ આ બધા હળીમળીને કરાયેલો દંભ જરૃર હોઈ શકે છે.

એવું પણ બહાર આવ્યું છે કે વડાપ્રધાન સાથે તે દિવસે સંવાદ કરાયો, તે મહિલા લાભાર્થીઓને રાજ્ય સરકાર  તરફથી અઠવાડિયા પહેલાથી કોઈ મહિલા અધિકારી 'તાલીમ' આપી રહ્યા હતાં, મતલબ કે ગોખેલું બોલાવીને મીડિયા અને જનતાની આંખમાં ધૂળ નાંખવાની આ ચેષ્ટા એક 'નાટક' જ હોવાનું પૂરવાર થયું છે.

આ ઉપરાંત આ સંવાદમાં સામેલ રખાયેલી કેટલીક મહિલાઓ લાભાર્થી પણ નહોતી, પરંતુ ગોખેલું સારી રીતે બોલી શકે, તેવી હોવાથી તેને સામેલ કરી દેવાઈ હોવાના મીડિયા અહેવાલો જોતા આ ડ્રામા કંપનીએ કેવી રીતે જનતાને ઉઘાડે છોગ છેતરી છે તે પૂરવાર થયું છે.

મીડિયામાં આ અંગે ભારે ચર્ચા થઈ રહી છે. એ સવાલ પણ પૂછાઈ રહ્યો છે કે જો મહિલાઓને  પહેલેથી 'જવાબો' તૈયાર કરાવી દેવાયા હોય, તો વડાપ્રધાને તે સમયે કરેલા સવાલો પહેલેથી જ તેઓએ સ્વયં અગાઉથી મોકલ્યા હશે, કે પછી રૃપાણી તંત્રે આખી સ્ક્રીપ્ટ તૈયાર કરીને મોકલી હશે? જે હોય, તે ખરૃ, પરંતુ ડ્રામા કંપનીની વાસ્તવિક્તા તાજેતરમાં કેન્દ્રિય  મંત્રી નીતિન ગડકરીએ જ જાહેર દીધી છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription