પંડયા બ્રધર્સે ધોનીની કારથી પણ મોંઘી કાર ખરીદીઃ તસ્વીરો સોશ્યલ મિડીયા પર થઈ વાઈરલ / ગભરાયેલા પાકિસ્તાને ફરી નૌશેરામાં સીઝફાયરનું કર્યું ઉલ્લંઘનઃ એક જવાન શહીદ /

નાગરિક અધિકારિતા બીલ અને એનઆરસીના કારણે ભાજપને પૂર્વોત્તરમાં રાજકીય નુકસાન

નવી દિલ્હી તા. ૧રઃ નાગરિક અધિકારિતા બીલ અને એનઆરસીના મુદ્દે મોદી સરકાર ભીંસમાં મૂકાઈ છે, અને ભાજપના નેતૃત્વમાં સત્તામાં રહેલી પૂર્વોત્તરની રાજય સરકારોએ પણ વિરોધના સૂર કાઢયા છે, ત્યારે લોકસભાની ચૂંટણીમાં આ મુદ્દો પૂર્વોત્તરમાં ભાજપ માટે રાજકીય નુકસાન કરી શકે છે. જો કે, ગૃહમંત્રી રાજનાથસિંહે તેઓને આશ્વાસન આપીને ડેમેજ કંટ્રોલના પ્રયાસો પણ કર્યા છે.

નાગરિક અધિકારિતા બીલનો વિરોધ તિવ્ર બની રહ્યો છે, અને એનઆરસી તથા નાગરિક અધિકારિતા બીલના મુદ્દે ભાજપની હાલત ઉત્તરપૂર્વના રાજ્યોમાં સેન્ડવીચ જેવી થઈ ગઈ છે. નાગરિક અધિકારિતા બીલના વિરોધમાં આસામના વિખ્યાત ગાયક સ્વ. ભૂપેન હઝારિકાને મરણોપરાંત મળેલો ભારત રત્નનો ખિતાબ તેમના અમેરિકામાં રહેતા પુત્રે પરત કરવાનો નિર્ણય લીધો હોવાના અહેવાલો પછી પૂર્વોત્તર રાજ્યોમાં આ મુદ્દો ગરમાયો છે.

જો કે, હજારિકાનો પરિવાર આ મુદ્દે એકમત નથી. આસામની કોઈ ન્યુઝ ચેનલને અમેરિકામાં રહેતા ભૂપેન હજારિકાના પુત્ર તેજ હજારિકાએ આ સર્વોચ્ચ સન્માન પરત કરવાનું જણાવ્યું હોવાના અહેવાલો પછી તેના ભાઈ અમર હજારિકાએ કહ્યું કે, તેમના પિતાને મળેલો ભારત રત્નનો ખિતાબ પરત કરવાનો નિર્ણય કોઈ એક વ્યક્તિ લઈ શકે નહી, બલ્કે સમગ્ર પરિવારની સંમતિ હોવી જરૃરી છે.

આ મુદ્દો એટલા માટે ગરમાયો છે કે, નાગરિક અધિકારિતા બીલની જોગવાઈ મુજબ અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને બાંગ્લાદેશના હિન્દુ, શીખ, બૌધ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તી ધર્મ પાળનારા તે દેશોમાં લઘુમતી ગણાતા લોકોને હવે ૧ર વર્ષના બદલે સાત વર્ષથી ભારતમાં રહેતા હોય, તો ભારતની નાગરિકતા મળી શકશે, પછી ભલે તેની પાસે યોગ્ય દસ્તાવેજો ન હોય, આ બીલનો પૂર્વોત્તર રાજ્યોના લોકો વિરોધ કરી રહ્યાં છે. આજે રાજ્યસભામાં આ બીલ પસાર નહીં થાય તો તે લટકી પડવાનું છે, પરંતુ જો પસાર થઈ જશે તો તેની અસરો ઉત્તર-પૂર્વના રાજયોમાં ઘેરી પડવાની છે.

એનઆરસી મુજબ ભારતમાં રહેતા તમામ વિદેશી નાગરિકોને પરત મોકલી દેવાની જોગવાઈ છે અને તેમાં કોઈ ધર્મ આધારિત માપદંડો નથી, એટલે કે, ઘૂસણખોરો અથવા ગેરકાનૂની રીતે ભારતમાં રહેતા લોકોમાં તમામ ધર્મોના લોકોનો સમાવેશ થાય છે. એનઆરસીની આ જોગવાઈઓનો છેદ ઉડાડીને કેન્દ્ર સરકાર નાગરિક અધિકારિતા બીલ લઈ આવી છે, અને તેમાં ચોક્કસ ધર્મોના નાગરિકોને જે પડોશી દેશોમાં લઘુમતીમાં ગણાય છે, તેને ભારતનું નાગરિકત્વ આપી દેવાની જોગવાઈ કરાઈ છે.

ભાજપની દલીલ એવી છે કે, પડોશી દેશોમાં અત્યાચારનો ભોગ બનેલી લઘુમતીઓને ભારતમાં સુરક્ષા આપવા માટે આ બીલ લાવવામં આવ્યું છે, જેથી પોતાના મૂળ દેશમાં તેઓને આશ્રય મળી શકે, જ્યારે વિપક્ષો આને ભાગલા પાડવાની રાજનીતિ ગણાવી રહ્યાં છે, આજે રાજયસભામાં બીલ લટકી પડે તો કેન્દ્ર સરકાર વટહૂકમ લાવશે, તેવી અટકળો પણ છે.

બીજી તરફ ગૃહમંત્રી રાજનાથસિંહ સાથે પૂર્વોત્તરના ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓની બેઠક યોજાઈ હતી, જેમાં અરૃણાચલપ્રદેશના મુખ્યમંત્રી પેમાખાંડુ અને મણિપુરના મુખ્યમંત્રી એન. બીરેનસિંહે નાગરિક અધિકારિતા બીલનો વિરોધ કર્યો હતો. પૂર્વોત્તરના રાજ્યોના લોકોમાં આ બીલનો જોરદાર વિરોધ થઈ રહ્યો હોવાનું જણાવી બન્ને મુખ્યમંત્રીઓએ ચિંતા વ્યક્ત કરી, જો કે, તેને ગૃહમંત્રીએ પૂર્વોત્તરના મૂળ નિવાસીઓના હિતોને કોઈ અસર ન નહીં થાય, તેવું આશ્વાસન આપીને રવાના કરી દીધાં.

ભાજપના નેતૃત્વમા કે તેના ટેકાથી કાર્યરત પૂર્વોત્તર રાજયોની સરકારો જ જો આ બીલનો વિરોધ કરી રહી હોય, તો તે ભાજપ માટે પડકારરૃપ છે. કેટલાક નિષ્ણાતોના મતે એનઆરસી અને નાગરિક અધિકારિતા બીલના માધ્યમથી ભાજપે હિન્દુ કાર્ડ ખેંચ્યું છે, જેથી હાલ તુરંત નાના-નાના રાજ્યોમાં સત્તા ગુમાવવી પડે તો પણ લોકસભાની ચૂંટણીમાં ધ્રુવીકરણનો ફાયદો મળી શકે છે, જો કે, આ એક પ્રકારનો રાજકીય જુગાર છે, અને તેમાં પાસા ઉલ્ટા પણ પડી શકે છે.

એવા અહેવાલો પણ આવ્યા છે કે, લોકસભાની પૂર્વોત્તરની રપ બેઠકો બચાવવા ભાજપ કદાચ રાજયસભામાં નાગરિક અધિકારિતા બીલ રજૂ જ નહીં કરે, તેથી આજની સંસદની કાર્યવાહી પર સૌની નજર રહેશે, કારણ કે, આ બીલ રાજયસભામાં પ્રસ્તૂત કરવા ઉપરાંત સરકાર 'કેગ' નો રિપોર્ટ પણ રજૂ કરી શકે છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription