દેશના પ્રથમ નાગરિક રામનાથ કોવિંદે લીધી સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતઃ કેવડીયામાં ઈકો ઝોન હોવાથી ભારતનું પ્રથમ ઈકો ફ્રેન્ડલી ગ્રીન બિલ્ડીંગ બનશેઃ / પાક હાઈકમિશનમાંથી ર૩ શીખ તીર્થયાત્રીઓના પાસપોર્ટ ગાયબઃ ભારત ચિંતીતઃ એલર્ટ જારી /

દાંતા પાસે મોટરે બાઈકને ફંગોળ્યુંઃ બાઈકચાલક ચુડેશ્વરના પ્રૌઢનું મૃત્યુ

ખંભાળિયા તા. ૧૩ ઃ ખંભાળિયા-જામનગર ધોરીમાર્ગ પર દાંતા ગામ નજીક આજે સવારે એક બાઈકને જામનગર તરફથી આવતી મોટરે ઠોકર મારતા બાઈકના ચાલક ચુડેશ્વર ગામના પ્રૌઢનું ગંભીર ઈજા થવાથી મૃત્યુ નિપજ્યું છે. અકસ્માત સર્જી મોટરચાલક ફરાર થઈ ગયો છે.

ખંભાળિયાથી જામનગર વચ્ચેના ધોરીમાર્ગ પર આવેલા દાંતા ગામ પાસેથી આજે સવારે નવેક વાગ્યે ખંભાળિયા તાલુકાના ચુડેશ્વર ગામના દેવશીભાઈ ભીખાભાઈ સોંદરવા નામના પચ્ચાસ વર્ષના દલિત પ્રૌઢ પોતાનું મોટરસાયકલ લઈને જતાં હતા ત્યારે જામનગર તરફથી પૂરઝડપે ધસી આવેલી જીજે-૧૩-સીસી ૪૫૫૩ નંબરની સુરેન્દ્રનગર પાસીંગની આઈ-૧૦ મોટરે દેવશીભાઈને હડફેટે લીધા હતા.

આ અકસ્માતમાં ગંભીર ઈજા પામેલા દેવશીભાઈ રોડ પર તરફડતા હતા ત્યારે અકસ્માત સર્જનાર મોટરનો ચાલક મોટર મૂકીને નાસી ગયો હતો. અકસ્માત અંગે કોઈએ પોલીસને જાણ કરતા ખંભાળિયા પોલીસનો સ્ટાફ દોડી ગયો હતો તેઓએ ઈજાગ્રસ્તને સારવાર માટે ખસેડવાની તજવીજ કરી હતી, પરંતુ તે પહેલા દેવશીભાઈનુંં મૃત્યુ નિપજ્યું હતું. જમાદાર ભદ્રેશભાઈએ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00