ગાંધીનગરઃ છત્રાલની બેંકમાં ફાયરિંગઃ ત્રણ શખ્સોએ ચલાવી લૂંટઃ એકાદ કરોડ રૃપિયા લૂંટાયા હોવાની શક્યતા / પ્રધાનમંત્રી મોદીએ આપી ફરી ચેતવણીઃ છુપાઈ નહીં શકે પુલવામાના ગુનેાગારઃ સજા જરૃર મળશે / વિમાનમાં ખામી સર્જાઈઃ શહીદોના મૃતદેહો પટનાના એરપોર્ટ પર અટવાયા / નવજોત સિદ્ધુને પાકિસ્તાન પ્રેમ પડયો ભારેઃ ધ કપિલ શર્માના શો માથી થઈ હક્કાલ પટ્ટી /
દ્વારકા તા. ૧૦ઃ દ્વારકા તાલુકામાં ચાલુ વર્ષે વરસાદ ખૂબ જ અપૂરતા પ્રમાણમાં પડ્યો હોય ઓખામંડળના ગ્રામીણ પંથકોમાં નહીંવત વર્ષા હોય દ્વારકાના પ્રાંત અધિકારી જાડેજાને સ્થાનિય ગૌશાળાના સંચાલકો દ્વારા તાલુકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા તેમજ ગૌધન માટે ઘાસચારાની યોગ્ય વ્યવસ્થા કરવા રજુઆત કરવામાં આવી હતી.
દ્વારકા તાલુકામાં આ વર્ષે સાવ નહીવત વરસાદ થયો છે અને ઓગસ્ટ મહિનો ચાલુ થઈ ગયો છે જે વરસાદના હેતુથી લેવામાં આવે તો દુષ્કાળ જેવી સ્થિતિ પ્રવર્તી રહી છે તો ગાયોને બચાવવા માટે તથા ગૌશાળાની પરિસ્થિતિ કંટ્રોલમાં રહે તે હેતુથી કે દ્વારકા તાલુકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરી અને સરકારમાં દરખાસ્ત કરવા તથા દ્વારકા તાલુકાની તમામ ગૌશાળાઓને તાત્કાલિક અસરથી ઘાસચારો તથા પાણી મળે તેવી વ્યવસ્થા કરવા માંગણી કરવામાં આવી છે.
માધવ પાંજરાપોળ (ગૌશાળા) સુરજકરાડી, શ્રીકૃષ્ણ પાંજરાપોળ (ગૌશાળા) ઓખા, શ્રી આરંભડા ગૌ-સેવા એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ, બાલમુકુંદ ચેરીટેબલ ટ્રસ્ટ બાલમુકુંદ પાંજરાપોળ-મીઠાપુરના પ્રાંત અધિકારીને સુભાષભાઈ ભાયાણી-ઓખા, મુકુન્દભાઈ ભાયાણી સુરજકરાડી, મુકેશભાઈ કાનાણી સુરજકરાડી, ચેતનભાઈ લાખાણી સુરજકરાડી, માધવભાઈ શ્રીમાળી મીઠાપુર દ્વારા લેખિતમાં આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું હતું.
આ પ્રતિનિધિઓ ધારાસભ્ય પબુભા માણેકને પણ રૃબરૃ મળ્યા હતા અને તેમણે પણ આ બાબતને ખૂબ ગંભીર ગણાવી હતી. અને બાબતે પોતાના તરફથી તાત્કાલિક તાલુકા કક્ષાએ જિલ્લાકક્ષાએ તથા રાજ્યકક્ષાએ રજુઆત કરી હતી. પ્રાંત અધિકારી ખેડૂતવર્ગના પ્રતિનિધિઓએ પણ લેખિતમાં આવેદનપત્ર પાઠવી પશુધન માટે ઘાસચારાની વ્યવસ્થા કરવા માંગણી કરી હતી.