નાઈજીરીયામાં બોકો હરામનો આત્મઘાતી હુમલોઃ ૩૧ના મૃત્યુ નિપજયાં / આઈ.બી.એ રાજધાની દિલ્હી પર આતંકુ હુમલાનો ખતરો હોવાનું કર્યું જાહેર / કાશ્મીમાં આતંકીઓ પાસે બંકરો પણ તોડી નાખે એવી ચીની બનાવટની સ્ટીલની ગોળી ઓ મળી આવી / પૂર્વાેત્તર રાજ્યોમાં જળ પ્રલય ર૩નાં મૃત્યુઃ ૪.પ લાખ લોકો થયા પ્રભાવીત / જમ્મુ-કાશ્મીરમાં બાંદીપુરામાં ૪ આતંકી ઠારઃ બીજબહોરમાં સર્ચ ઓપરશન શરૃ / સુરતમાં બુલેટ ટ્રેનનો કરાયો વિરોધઃ મોટી સંખ્યામાં ખેડૂતોએ યોજી રેલી /

આવતીકાલે ભારત-બાંગ્લાદેશ વચ્ચે ટી-ર૦ રમાશે

કોલંબો તા. ૧૩ઃ ગઈકાલે રોમાંચક ટી-ર૦ મેચમાં શ્રીલંકા સામે વિજય મેળવ્યા પછી ભારતીય ટીમ આવતીકાલે બાંગ્લાદેશ સામે ટી-ર૦ મેચ રમવા સજ્જ છે.

ભારતે ગઈકાલે ટી-ર૦ ત્રિકોણીય સિરીઝની મેચમાં શ્રલંકાને ૬ વિકેટની હરાવી ફાઈનલમાં પોતાની જગા બનાવ લીધી છે. યજમાન ટીમે ભારતને ૧૯ ઓવરમાં ૧પ૩ રન બનાવવાનો ટાર્ગેટ આપ્યો હતો.

ત્રિકોણીય ટ્વેન્ટી-૨૦ શ્રેણીની પ્રથમ મેચમાં જ હારનો સામનો કર્યા બાદ સતત બે મેચો જીતીને ભારતીય ટીમે પોતાની તાકાતનો પરિચય આપી દીધો છે. ભારતીય ટીમ આવતીકાલે પોતાની અંતિમ મેચમાં કોલંબોમાં બાંગ્લાદેશ સામે મેદાનમા ંઉતરશે. ભારતીય ટીમ આ મેચ પણ જીતીને ૧૮મી માર્ચના દિવસે રમાનારી ફાઇનલ મેચમાં વધારે ઉંચા નૈતિક જુસ્સા સાથે મેદાનમાં ઉતરવાની તૈયારી કરી છે.

ભારતે આ ત્રિકોણીય ટ્વેન્ટી-૨૦ શ્રેણીમાં હજુ સુધી ત્રણ મેચો રમી છે જે પૈકી પ્રથમ મેચમાં હાર થયા બાદ પોતાની બન્ને મેચો જીતી છે. છેલ્લી મેચમાં ભારતે શ્રીલંકા પર નવ બોલ ફેંકવાના બાકી હતા ત્યારે જ જીત મેળવી લીધી હતી. ભારતે છ વિકેટે જીત મેળવી હતી.

શ્રીલંકાએ આ મેચમાં નવ વિકેટે ૧૫૨ રન કર્યા હતા અને ભારતે ૧૭.૩ ઓવરમાં ચાર વિકેટે ૧૫૩ રન કરીને મેચ જીતી લીધી હતી. સતત ત્રીજી મેચ જીતવા માટે ભારતીય ટીમ સજ્જ છે. રોહિત શર્માના નેતૃત્વમાં ભારતીય ટીમ આવતીકાલે તેની ચોથી મેચમાં બાંગ્લાદેશ સામે ટકરાશે.

બાંગ્લાદેશ પણ લડાયક દેખાવ કરવા માટે સજ્જ છે. ટીમમાં અનેક આશાસ્પદ ખેલાડી રહેલા છે. મેચ રોમાંચક બનવાની શક્યતા છે.

બાંગ્લાદેશે શ્રીલંકા પર ૧૦મી માર્ચના દિવસે પાંચ વિકેટે જીત મેળવી તમામને ચોંકાવી દીધી હતી. શ્રીલંકાની સ્વતંત્રતાના ૭૦ વર્ષની પૂર્ણાહુતિના પ્રસંગે આ શ્રેણીનું આયોજન કરવામાં આવ્યુ છે. આ  શ્રેણીમાં ભારત અને શ્રીલંકાની સાથે ત્રીજી ટીમ તરીકે બાંગ્લાદેશ છે. ડી સ્પોર્ટસ પર આ મેચોનું પ્રસારણ કરવામાં આવનાર છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00