માર્કેટ સ્કેન

નિફટી ફયુચર ૧૧૩૦૩ પોઇન્ટ ઉપર તેજી તરફી ધ્યાન !!!

સેન્સેક્સ ઃ ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૩૭૭૩૪.૦૮ સામે શરૂઆતી તબક્કામાં સુધારા સાથે ૩૮૧૨૪.૯૪  પોઈન્ટના મથાળેથી ખુલીને ૩૭૮૫૫.૬૪ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો  માહોલ જોવા મળ્યો... સરેરાશ ૨૮૪.૪૩ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૨૪૨.૩૯ પોઈન્ટના ઉછાળા સાથે  ૩૭૯૭૬.૪૭ પોઈન્ટ મજબૂતી સાથે ટ્રેડીંગ કામકાજ ચાલુ હતું ..!!!

નિફ્ટી ફ્યુચર ઃ ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૧૧૬૨.૦૫ સામે શરૂઆતી તબક્કામાં સુધારા સાથે ૧૧૨૩૭.૯૦  પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૧૧૮૬.૦૦ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો  માહોલ જોવા મળ્યો... સરેરાશ ૫૯.૦૦ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૬૦.૯૫ પોઈન્ટના ઉછાળા સાથે ૧૧૨૨૩.૦૦ પોઈન્ટ  આસપાસ મજબૂતી સાથે ટ્રેડ થતા હતાં..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો

સપ્તાહના ત્રીજા દિવસે ભારતીય શેરબજારની ટ્રેડિંગની શરૂઆત ગઈકાલના નોંઘપાત્ર ઘટાડા બાદ નીચલી સપાટીએથી રિકવરી સાથે થઈ  હતી. વિશ્વમાં કોરોનાનું સંક્રમણ ફરી વધવા લગતા યુરોપના દેશોમાં કોરોનાનો બીજો વેવ શરૂ થતાં યુ.કે., ઈટાલી, સ્પેન સહિતના દેશોમાં  ફરી લોકડાઉન લાગુ કરવાની તૈયારી વચ્ચે સોમવારે યુરોપ, અમેરિકા, એશીયાના દેશોમાં કડાકો બોલાઈ જતાં ભારતીય શેરબજારોમાં  સોમવારના કડાકા બાદ ગઇકાલે પણ શેરોમાં વધુ ઓફલોડિંગ થયું હતું. અલબત સપ્તાહના સતત બીજા દિવસે ફંડો, મહારથીઓએ બે-તરફી  અસાધારણ અફડાતફડી બોલાવીને શેરોમાં વેચવાલી કરી હતી. કોરોના વેક્સિન મામલે વૈશ્વિક પ્રગતિ છતાં આ વેક્સિનની સચોટતા વિશે હજુ  અનિશ્ચિતતા કા યમ રહી હોવા સાથે દવાઓના સંશોધનમાં પણ પ્રગતિ છતાં વિશ્વભરમાં વધી રહેલા કેસો અને ફરી લોકડાઉનની પરિસ્થિતિ  ઊભી થવા સામે આજે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં ફંડોની ફરી આક્રમક લેવાલી નીકળી હતી. કંપનીની રીટેલ સાહસ રિલાયન્સ રીટેલ વેન્ચર્સમાં  અમેરિકાની કંપની દ્ભદ્ભઇ દ્વારા અંદાજીત. રૂ.૫૫૫૦ કરોડનું રોકાણ કરીને ૧.૨૮% હોલ્ડિંગ ખરીદવાનું જાહેર કરાયા બાદ હવે વધુ નવા  વૈશ્વિક ઈન્વેસ્ટરો દ્વારા રોકાણ જાહેર થવાના અહેવાલની પોઝિટીવ અસરે ફંડોની આક્રમક લેવાલી નીકળતાં રિલાયન્સ કંપનીના શેરમાં ૨%  ઉછળો નોંધાતા અને ભારતમાં ઉદ્યોગોને નવું સ્ટીમ્યુલસ પેકેજ જાહેર થવાની શકયતા વચ્ચે આજે ભારતીય શેરબજારમાં તેજી જોવા મળી હતી.  વૈશ્વિક શેર બજારની વાત કરીએ તો ગઇકાલે અમેરિકન માર્કેટમાં ડાઉ જોન્સ ૦.૫૨%ના ઉછાળા સાથે બંધ રહ્યો હતો. જ્યારે જીશ્ઁ ૫૦૦  ૧.૦૫% અને નેસ્ડેક ૧.૭૧%ના વધારા સાથે સેટલ થયા હતા. બીએસઈ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૪૪% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૭૪% વધીને  ટ્રેડ થઈ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો  બીએસઈ પર આજે માત્ર ટેલિકોમ, યુટિલિટીઝ, પાવર અને ટેક  સેક્ટરલમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ વધીને કારોબાર કરી રહ્યા હતા.

બીએસઈમાં સવારે ૧૧ કલાકે કુલ ટ્રેડીંગ થયેલી ૨૨૬૪ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૭૪૮ અને વધનારની સંખ્યા ૧૪૦૪ રહી હતી, ૧૧૨  શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૧૬૧ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૪૧ શેરોમાં ઓનલી  બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

હવે જોઈએ ભારતીય શેરબજારની આગામી ટ્રેડીંગ સંદર્ભે સ્ટોક સ્પેશીફીક અંદાજીત રુખ

એસીસી લિ. (૧૩૫૦) ઃ સિમેન્ટ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૩૩૦ આસપાસ ટ્રેડીંગ થતો આ સ્ટોક રૂ.૧૩૧૩ ના  સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૩૭૩ થી રૂ.૧૩૮૦ સુધી તેજી તરફી ધ્યાન...!!!

મુથુત ફાઈનાન્સ (૧૦૧૪) ઃ ટેકનિકલ ચાર્ટ મુજબ રૂ.૧૦૦૩ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ!! રૂ.૯૯૦ ના સપોર્ટથી ખરીદવાલાયક આ  સ્ટોક રૂ.૧૦૩૩ થી રૂ.૧૦૫૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે...!!!

ટેક મહિન્દ્રા (૮૦૩) ઃ રૂ.૭૯૬ નો પ્રથમ તેમજ રૂ.૭૯૦ ના બીજા સપોર્ટથી ટેક્નોલોજી સેક્ટર રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૮૧૮ થી રૂ.૮૩૦  સુધીની તેજી તરફી રુખ નોધાવશે...!!!

ટાટા સ્ટીલ (૩૬૫) ઃ સ્ટીલ સેક્ટર નો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૩૭૩ થી રૂ.૩૮૦ ના ભાવની સંભાવના ધરાવે છે!! અંદાજીત  રૂ.૩૪૭ નો સ્ટોપલોસ ધ્યાને લેવો...!!!

અદાણિ પોર્ટ (૩૨૭) ઃ રૂ.૦૨ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૩૧૩ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક મરીન  પોર્ટ સેક્ટર ના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૩૩૪ થી રૂ.૩૪૦ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ...!!!

બજારની ભાવિ દિશા....

મિત્રો, ભારતના મૂડી બજારમાં તાજેતરમાં હેપ્પીએસ્ટ માઈન્ડ અને રૂટ મોબાઈલ સહિતના શેરોના આઈપીઓને મળેલા જંગી પ્રતિસાદ અને  ચાલુ સપ્તાહે પણ ત્રણ કંપનીઓના આઈપીઓને લઈ રોકાણકારો આઈપીઓમાં જંગી ઊંચા વળતરને જોઈને પ્રાઈમરી માર્કેટ તરફ આકર્ષાય એવી  પૂરી શકયતા છે. આ આઈપીઓની સફળતા સાથે દેશમાં ચોમાસું અત્યંત સફળ રહેતાં આગામી દિવસોમાં ગ્રામીણ અર્થતંત્ર કૃષિ ક્ષેત્રે ઊંચી વૃદ્વિ  થકી ઝડપી વિકસવાના પણ અંદાજ છે. અલબત કોરોના વેક્સિનની શોધમાં થઈ રહેલી સારી પ્રગતિ અને હજુ વધુ વેક્સિનના ટ્રાયલમાં  આગામી દિવસોમાં સફળતા મળવાના સંકેતોને ધ્યાનમાં લઈકોઈપણ મોટું પોઝિટીવ ડેવલપમેન્ટ વૈશ્વિક બજારોની સાથે ભારતીય શેર બજારોમાં  ફોરે ન ફંડોનું આકર્ષણ ઘટાડે વધારી શકે છે. પરંતુ હવે અમેરિકામાં પ્રમુખ માટેની ચૂંટણી નજીક આવી રહી છે, અને અમેરિકા-ચાઈના અને  ભારત-ચાઈનાના વણસતા સંબંધોને લઈ આર્થિક કરારો-સંબંધો વધુ વણસવાના સંજોગોમાં શેરોમાં પેનીક સેલીંગની શકયતા નકારી ન શકાય.  આ સાથે રૂપિયા-અમેરિકી ડોલરના મૂલ્યમાં વધઘટ, ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ પર વૈશ્વિક બજારોની સાથે ભારતીય શેરબજારની  નજર રહેશે.

લેખક સેબી રજીસ્ટર્ડ રિસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે.

close
Ank Bandh
close
PPE Kit