પવનચક્કીના સ્થળેથી વાયરની ચોરી

જામનગર તા. ૧૧ઃ લાલપુરની સીમમાં પવનચક્કીના સ્થળેથી પાંત્રીસ ફૂટ કેબલ ચોરાઈ ગયાની પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

લાલપુર ગામની સીમમાં ચાલતા એક પવનચક્કીના કામના સ્થળેથી ગઈ તા. ૩-૫-૧૯ની રાત્રે અઢી વાગ્યાથી સવારના પોણા પાચ વાગ્યા સુધીના સમયમાં ૩૫ ફૂટ કોપર કેબલ ચોરાઈ ગયો હતો. અંદાજે રૃા. ૩૫,૦૦૦ની કિંમતના કેબલની ચોરી કરી જવા અંગે પવનચક્કીની કંપનીમાં નોકરી કરતા મોટાભરૃડીયા ગામના કિશોરસિંહ મંગળુભા જાડેજાએ લાલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે અજાણ્યા તસ્કરો સામે ગુન્હો નોંધ્યો છે.

close
Nobat Subscription