દક્ષિણકોરીયાના કાંઠેથી ૧૧૩ વર્ષ પહેલાં ર૦૦ ટન સોના સાથે ડૂબેલું જહાજ મળ્યુંઃ આજે આ સોનાની કિંમત અંદાજે ૯ હજાર કરોડ રૃપિયા થાય છે / એમરીકામાં કોલ સેન્ટરમાં અબજોનું કૌભાંડ કરવાના આરોપમાં ર૧ ભારતીયોને ર૦ વર્ષ સુધીની જેલ / રાજયમાં સાર્વત્રીક મેઘ મહેર યથાવતઃ અમદાવાદ સહિત ઉત્તર દક્ષીણ ગુજરાતમાં ૧ર ઈંચ જેટલો વરસાદ /

ઓખા-રામેશ્વરમ્ ટ્રેનને આવતીકાલથી ભાટિયામાં સ્ટોપ અપાશેઃ સાંસદ શ્રી પૂનમબેનના હસ્તે શુભારંભ

જામનગર તા. ૧૬ઃ રેલવે મંત્રાલય દ્વારા પ્રવાસીઓની માંગ અને સુવિધાને ધ્યાને લઈને ઓખા-રામેશ્વરમ્-ઓખા એક્સપ્રેસ ટ્રેનને ભાટિયામાં આવતીકાલ તા. ૭ થી સ્ટોપ આપવામાં આવનાર છે. આ સ્ટોપનો પ્રારંભ સાંસદ પૂનમબેન માડમના હસ્તે કરવામાં આવશે.

આ ટ્રેન સવારે ૮.પ૦ કલાકે આવશે અને ૮.પર કલાકે રામેશ્વરમ્ માટે રવાના થશે. પરતમાં આ ટ્રેન ર૩ એપ્રિલથી ભાટિયા રેલવે સ્ટેશન પહોંચશે.

સાથે જ તા. ૧૭.૪.ર૦૧૮ ના સવારે ૧૦.૩૦ કલાકે ખંભાળિયા રેલવે સ્ટેશનમાં આયોજીત સમારંભમાં પ્રસ્તાવીત નવા રૃટ, ઓવરબ્રીજ અને પ્લેટફોર્મ નંબર ૧ માં પ્રવાસી લીફ્ટનું ભૂમિપૂજન સાંસદ પૂનમબેન માડમના હસ્તે કરવામાં આવશે.

આ ઉપરાંત પ્લેટફોર્મ નંબર-૧ ઉપર નવ પ્રસ્થાપિત કોચ ઈન્ડિકેટર પ્રણાલી તથા આરઓ વોટર પ્લાન્ટ તથા પ્લેટફોર્મ નંબર-ર મા કવર શેડ તથા બેન્ચોનું લોકાર્પણ પણ સાંસદ પૂનમબેન માડમના હસ્તે કરવામાં આવશે. આ કાર્યક્રમમાં એડીઆરએમ એસ.એસ. યાદવ, નગરના શ્રેષ્ઠીઓ, રેલવે વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહેશે.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00