મોદી સરકારની બીજી ટર્મમાં ભાજપ અધ્યક્ષ અમિત શાહનો બદલાય શકે રોલ / ૧૧ વર્ષ પછી સુપ્રીમ કોર્ટમાં ચાર જજે શપથ લઈ નિર્ધારીત સંખ્યા કરી પૂરી / ગુજરાતની શાળાઓમાં હવેથી નવરાત્રી વેકેશન નહીં મળેઃ માધ્યમિક શિક્ષણ સમિતિએ કર્યાે નિર્ણય /

હાર્દિક પટેલને આવતા મહિને અદાલતમાં હાજર થવા ફરમાન

જામનગર તા.૧૨ ઃ પાસના કન્વીનર હાર્દિક પટેલ તથા અન્ય એકને આચારસંહિતા ભંગના ગુન્હામાં ગઈકાલે નગરની અદાલતમાં હાજર થવાનું હતું, પરંતુ તેના વકીલે રજૂ કરેલા રિપોર્ટને અદાલતે ધ્યાને લઈ આવતા મહિનાની નવ તારીખની મુદ્દત આપી છે.

પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલ તેમજ અંકિત ઘેડિયા સામે કાલાવડની એક જાહેર સભામાં બેફામ બોલી આચારસંહિતાનો ભંગ કરવા અંગે ગઈ વિધાનસભાની ચૂંટણી પહેલા નોંધાયેલા ગુન્હામાં જામનગરની અદાલતમાં હાર્દિક પટેલ તથા અંકિતને હાજર થવા માટે હુકમ કરાયો હતો. તે દરમ્યાન હાલમાં હાર્દિક પટેલ ઉપવાસ આંદોલન કરી રહ્યો હોય તે બાબતનો લેખિતમાં ગઈકાલે અદાલતમાં રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો. હાર્દિક  તરફથી નગરના ધારાશાસ્ત્રી રસીદ એમ. ખીરાએ વકીલાતનામું રજૂ કર્યું છે તેઓએ કરેલી દલીલો ગ્રાહ્ય રાખી અદાલતે આગામી મહિનાની નવ તારીખની મુદ્દત આપી છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription