જામનગરના વેપારી સહિત ત્રણની સીજીએસટીએ કરી ધરપકડઃ બે જામીનમુક્ત

જામનગર તા. ૧૧ઃ જામનગરના એક આસામીની સેન્ટ્રલ જીએસટીની કચેરી દ્વારા ધરપકડ કરાયા પછી રૃા. પચાર કરોડની જીએસટી ચોરી ખુલી હતી. તે નવ બોગસ પેઢી ખોલી કૌભાંડ આચરનાર નગરના આસામી સહિત ત્રણ વેપારીની ધરપકડ કરાયા પછી બે વેપારી જામીનમુક્ત થયા છે.

જામનગરમાં રોસાટા કોર્પોરેશન નામની પેઢી દ્વારા જબરૃ બોગસ બિલીંગ કૌભાંડ આચરવામાં આવી રૃા. પચાસેક કરોડની જીએસટીની ચોરી કર્યાની વિગતો મળતા રાજકોટ સ્થિત સીજીએસટીની પ્રી વેઈન્ટીંગ વીંગના સુપ્રિ. અંજનીકુમાર તથા સ્ટાફે ત્રણ દિવસ પહેલાં જામનગરના પાર્ક કોલોની વિસ્તારમાં રહેતા સંદીપ મગનભાઈ છનીયારા નામના આસામીની ધરપકડ કરી ઝીણવટભરી તપાસ આદરી હતી.

આ શખ્સની પેઢીના આર્થિક વ્યવહારો ચકાસવામાં આવતા તેણે રોસાટા કોર્પોરેશન ઉપરાંત રીચ બ્રધર્સ, છનીયારા કોર્પોરેટ, છનીયારા એન્ડ કંપની, છનીયારા ઈ-કોમર્સ, કલાતીત એન્ટરપ્રાઈઝ, ડીસ્ટેન્ડ કોર્પોરેશન પ્રા. લિ., છનીયારા એગ્રો ઈન્ડ. તથા છનીયારા બુલીયન નામની નવ પેઢીના નામે બોગસ વ્યવહાર કરી રૃા. ૨૭૨.૭૪ કરોડના વ્યવહાર કર્યા હતાં. જેના કારણે રૃા. ૪૯.૨૬ કરોડની જીએસટીની ચોરી થઈ હતી. જામનગરના આ શખ્સે રિક્ષાચાલક, મજુર વિગેરે જેવા નવ વ્યક્તિઓના આધારકાર્ડ વિગેરે પુરાવા લઈ બેંકમાં ખાતા ખોલાવી ટ્રાન્ઝેક્શન કર્યા હતાં. ઉપરાંત વાંકાનેરની મે. આદિત્ય અલ્ટ્રા સ્ટીલ પ્રા. લિ.ના વિપુલ મનોજભાઈ જૈન, મનોજ અજીતકુમાર જૈને સંદીપ છનીયારાની પેઢીમાંથી ખોટા બિલ મેળવી રૃા. ૧૪.૫૫ કરોડનો માલ ખરીદ કર્યો હતો. જેનું ટ્રાન્ઝેક્શન માત્ર બે કરોડ એકસઠ લાખનું દર્શાવ્યું હતું. તેથી ગઈકાલે સીજીએસટીએ ત્રણેય વેપારીની ધરપકડ કરી છે. તે દરમ્યાન વાંકાનેરના વેપારી પિતા-પુત્રએ જીએસટીની ભરપાઈ કરી દેતા તેઓને જામીનમુક્ત કરવામાં આવ્યા છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription