ગાંધીનગરઃ છત્રાલની બેંકમાં ફાયરિંગઃ ત્રણ શખ્સોએ ચલાવી લૂંટઃ એકાદ કરોડ રૃપિયા લૂંટાયા હોવાની શક્યતા / પ્રધાનમંત્રી મોદીએ આપી ફરી ચેતવણીઃ છુપાઈ નહીં શકે પુલવામાના ગુનેાગારઃ સજા જરૃર મળશે / વિમાનમાં ખામી સર્જાઈઃ શહીદોના મૃતદેહો પટનાના એરપોર્ટ પર અટવાયા / નવજોત સિદ્ધુને પાકિસ્તાન પ્રેમ પડયો ભારેઃ ધ કપિલ શર્માના શો માથી થઈ હક્કાલ પટ્ટી /

ઉચ્ચ અધિકારીના આદેશથી સફાળી જાગેલી પોલીસે લીધો બીજો રાઉન્ડઃ સંખ્યાબંધ દરોડા

ખંભાળિયા તા.૧૬ ઃ દેવભૂમિ દ્વારકામાં દેશી તથા વિદેશી દારૃની થતી રેલમછેલ વચ્ચે પોલીસે છેલ્લા થોડા દિવસોમાં દેશી દારૃ સામે લાલ આંખ કરી દોઢસોથી વધુ સ્થળોએ દરોડા પાડી બુટલેગરો સામે કાર્યવાહી કરી છે ત્યારે પ્રશ્ન ઉઠવા પામે છે કે જ્યારે કોઈ ઉચ્ચ અધિકારી દ્વારા દરોડા માટે સૂચના આપવામાં આવે ત્યારે જ કેમ બુટલેગરો ઝડપાઈ રહ્યા છે અને ત્યારે જ પોલીસને કેમ તેની બાતમી મળી રહી છે?

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા બેએક વર્ષથી શરાબની રેલમછેલ થઈ રહી છે જેને નાથવામાં પોલીસ તંત્ર કોઈપણ રીતે ઉણું ઉતર્યું છે. છાશવારે અંગ્રેજી શરાબના જંગી જથ્થા ઝડપાઈ રહ્યા છે. જ્યારે પોલીસના નાક નીચે દેશી દારૃની નદીઓ વહેતી જોવા મળી રહી છે.

આવી અસામાજિક પ્રવૃત્તિઓને ડામી દેવા માટે અવારનવાર ઉઠતી બૂમ વચ્ચે દેવભૂમિ દ્વારકાના એસપી રોહન આનંદે કાર્યવાહી કરવા એએસપી પ્રશાંત સુમ્બેને સૂચના આપતા દ્વારકાધીશજીના જિલ્લામાં દારૃની બદી કેમ તે સૂત્ર હેઠળ જિલ્લાના ચારેય તાલુકાઓના પોલીસ મથકોને કાર્યવાહી કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો જેના પગલે દેશી દારૃના ધંધાર્થીઓ પર તૂટી પડેલી પોલીસે ચારસો જેટલા સ્થળે દરોડા પાડયા હતા.

સામૂહિક દરોડાના બીજા રાઉન્ડ દોઢસો જગ્યાએથી દેશી દારૃ, આથો વગેરે માલસામાન મળી આવ્યા છે તેમની સામે પોલીસે કાર્યવાહી કરી છે જેના પગલે દારૃ વેચનારા તત્ત્વોમાં ફફડાટ વ્યાપ્યો છે. એએસપી પ્રશાંત સુમ્બેએ આ કાર્યવાહી યથાવત રહેશે તેમ જણાવ્યું છે ત્યારે દ્વારકા જિલ્લાના પ્રબુદ્ધ નાગરિકોમાં ઉઠેલી ચર્ચા મુજબ દેશી દારૃના ભઠ્ઠા કે ચારેય જિલ્લામાં થતા બેફામ વેચાણની શરૃઆત જ્યારે થાય છે ત્યારે પોલીસને આ બાબતની કેમ ખબર પડતી નથી કે તે માટે કોઈ 'સેટીંગ' કરવામાં આવે છે? તેવો પ્રશ્ન ઉઠયો છે. આવા સેટીંગ માટે નવનિયુક્ત એસપીએ પોતાની રીતે તપાસ કરાવવી જોઈએ તેવી માગણી ઉઠી છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00