દિલ્હીના કારોલ બાગમાં લાગી ભીષણ આગઃ ૪ લોકો જીવતા ભડથુંઃ એકની હાલત ગંભીર / સ્પેનમાં પૂર અને સમુદ્રમાં તોફાનના કારણે ૪૦ ફુટ અધધધ મોજા ઉછળ્યાઃ ફ્લેટોની ત્રીજા માળની બાલ્કનીઓ તુટી / ૪૦ વર્ષ જુનો ડરઃ નિરંકારી ભવન પરનો હુમલો શું ખાલિસ્તાનની મુવમેન્ટની શરૃઆત છે કે શું ...? / સત્તા પરિવર્તન સાથે બદલાઈ માલદીવની હવાઃ માલદીવ પાછા નહીં આપે ભારતે આપેલા ગિફટ હેલિકોપ્ટરો / ટૂંક સમયમાં આવી શકે છે ૧૦૦ રૃપિયાની નવી ચલણી નોટોઃ આરબીઆઈ આજે આપી શકે છે મંજુરી

કર્ણાટકઃ હોર્સ ટ્રેડીંગના ખેલમાં અત્યારે તો એડવેન્ટેજ ભાજપ!

બેંગ્લુરૃ તા. ૧૬ઃ કર્ણાટક વિધાનસભાની ચૂંટણીના પરિણામોએ અગાઉથી આગાહી અને ધારણાં હતી તે મુજબ કોઈ પક્ષને સ્પષ્ટ બહુમતિ મળી નથી અને આ પ્રકારના પરિણામોથી ભાજપ, કોંગ્રેસ અને જેડી(એસ) ના આંતરિક પ્રવાહો ખૂબ જ સક્રિય થયા છે.

સૌથી પ્રથમ શક્યતા પ્રમાણે કર્ણાટકના રાજ્યપાલ સ્વાભાવિક પણે અને બંધારણીની જોગવાઈ પ્રમાણે સૌથી વધુ બેઠકો પ્રાપ્ત કરનાર ભાજપને સરકાર રચવા માટે આમંત્રણ આપી શકે છે અને ભાજપને સ્પષ્ટ બહુમતિ માટે ઘટતા નવ સભ્યો ભાજપ સરકારને સમર્થન આપે તે માટે જબરદસ્ત દોડધામ સાથેની રાજરમત ચાલી રહી છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહ અને તેમના વિષ્ટિકારો કોંગ્રેસ અને જેડીએસના સભ્યોને તોડવામાં કેટલા સફળ થાય છે તે જોવાનું રહ્યું...! એક અપક્ષ સભ્ય ભાજપની છાવણીમાં પહોંચી ગયા હોવાના સમાચાર મળ્યા છે તો જેડીએસના પાંચ સભ્યો ઉપરાંત કોંગ્રેસના લીંગાયત સમાજના કેટલાક સભ્યો સાથે ભાજપના નેતાઓ સતત સંપર્કમાં છે. એક અહેવાલ પ્રમાણે કોંગ્રેસના સાતેક જેટલા સભ્યો ગાયબ થઈ ગયા છે અથવા સંપર્ક વિહોણા થયા છે.

સામા પક્ષે કોંગ્રેસ અને જેડીએસના નેતાઓ દ્વારા પોતાના સભ્યોને ગુપ્ત સ્થળે સલામત રીતે અકબંધ રાખવાની ગોઠવણ કરવામાં આવી રહી છે.

રાજ્યપાલ દ્વારા ભાજપને સરકાર રચવા માટે નિમંત્રણ અપાયા પછી રાજ્યપાલે ભાજપના મુખ્યમંત્રીને ગૃહની બેઠક યોજીને વિશ્વાસનો મત પ્રાપ્ત કરવાનો આદેશ આપે ત્યાં સુધીમાં કોંગ્રેસ કે જેડીએસમાં ભંગાણ કરવા માટેનો સમય મળી રહેશે અને ભાજપના નેતાઓને આ કાર્યમાં સફળતા મળશે તેવો વિશ્વાસ છે.

ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી સમયે થયેલા હાઈવોલ્ટેજ ડ્રામા જેવો જ ઘાટ અત્યારે કર્ણાટકમાં ઘડાઈ ગયો છે. ભાજપની રાજકીય વ્યુહરચના પ્રમાણે પક્ષાંતર વિરોધી કાયદાની જોગવાઈને ધ્યાનમાં લઈને કોંગ્રેસ કે જેડીએસમાંથી ભાજપમાં જોડવા કે ભાજપને સમર્થન આપવા નિશ્ચિત સંખ્યા માટે પ્રયાસો ચાલી રહ્યા છે.

આમ હાલ તો કર્ણાટકમાં ભાજપ અને તેની સામે કોંગ્રેસ-જેડીએસની છાવણીમાં જાહેરમાં નિવેદનો અને પ્રતિનિવેદનો સાથે ખાનગીમાં ભારે ખેંચતાણની પ્રવૃત્તિ ધમધમી રહી છે. કર્ણાટકના મુખ્યમંત્રી પદે યેદુરપ્પા શપથ ગ્રહણ કરે અને ત્યારથી વિધાનસભામાં વિશ્વાસનો મત લેવાની ક્ષણ સુધી કર્ણાટકમાં ભારે સસ્પેન્સ સાથે રાજકીય ગરમાવો રહેશે તે નિશ્ચિત છે. બાકી તો સૌ કોઈ જાણે છે કે ધાર્યું તો અંતે (હાલમાં) ધણીનું જ થવાનું છે!

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00