ચીનની વધુ એક અવળચંડાઈઃ બ્રહ્મપુત્રા નદીનું વહેણ રોકતાં આસામ અને અરૃણાચલ પ્રદેશમાં ગંભીર પુર સંકટ  / અમૃતસરમાં બનેલા ટ્રેન અકસ્માતમાં રાવણનું પાત્ર ભજવનારનું પણ નિપજયું મૃત્યુ / મુખ્યમંત્રી વિજય રૃપાણીના માથે વધુ એક સંકટઃ એકતા યાત્રા રહી ફ્લોપઃ ભાજપના જ બે સાંસદો રહ્યા ગેર હાજરઃ પ્રધાનમંત્રીના કાર્યક્રમ માટે ભાગદોડ /

જામનગર જિલ્લામાં કતલખાના બંધ રાખવા વિશ્વ હિન્દુ પરિષદની માંગ

જામનગર તા. ૧૦ઃ જામનગર શહેર જિલ્લામાં પવિત્ર શ્રાવણ માસ દરમ્યાન માસ-મટનને વેચાણ ઉપર પ્રતિબંધ લાદવામાં આવે તેવી માંગણી સામે આજે વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગદળ,  દુર્ગા વાહિની દ્વારા જિલ્લા કલેક્ટર, મ્યુનિ કમિશ્નર અને જિલ્લા પોલીસ વડાને આવેદન પત્ર પાઠવાયું હતું.

વિશ્વ હિન્દુ પરિષદના જિલ્લા અધ્યક્ષ ભરતભાઈ ફલીયાની આગેવાની હેઠળ જિલ્લા કલેક્ટર સહિતનાં અધિકારીઓને પાઠવાયેલા આવેદન પત્રમાં રજુઆત કરવામાં આવી છે કે, પવિત્ર શ્રાવણ માસ દરમ્યાન સમગ્ર જિલ્લા વિસ્તારમાં કતલખાના બંધ કરાવવા તેમજ માસ-મટન, મચ્છી, ઈંડાનું વેચાણ હેરફેર બંધ રાખવામાં આવે તેવો પ્રતિબંધાત્મક આદેશ કરવો જોઈએ.

 આવેદન પત્રમાં પાઠવતા સમયે વિહિયના જિલ્લા અધ્યક્ષ ભરતભાઈ ફલીયા ઉપરાંત જિલ્લા મંત્રી ધર્મેશ ગોડલીયા (એડવોકેટ) જિલ્લા સહમંત્રી જીતુભાઈ ઝાલા, શહેર મંત્રી સુબ્રમણ્યમ પિલ્લે, જિલ્લા બજરંગદળનાં જિલ્લા સંયોજક રવિરાજસિંહ જાડેજા, શહેર સંયોજક મોહિતભાઈ જોષી, સુરેશભાઈ ગોંડલીયા (એડવોકેટ) પ્રવિણસિંહ ગોહિલ, પ્રિતમસિંહ વાળા વગેરે કાર્યકરો વગેરે જોડાયા હતા.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00