ચીનની વધુ એક અવળચંડાઈઃ બ્રહ્મપુત્રા નદીનું વહેણ રોકતાં આસામ અને અરૃણાચલ પ્રદેશમાં ગંભીર પુર સંકટ  / અમૃતસરમાં બનેલા ટ્રેન અકસ્માતમાં રાવણનું પાત્ર ભજવનારનું પણ નિપજયું મૃત્યુ / મુખ્યમંત્રી વિજય રૃપાણીના માથે વધુ એક સંકટઃ એકતા યાત્રા રહી ફ્લોપઃ ભાજપના જ બે સાંસદો રહ્યા ગેર હાજરઃ પ્રધાનમંત્રીના કાર્યક્રમ માટે ભાગદોડ /

ખાનડોટડાના ઉપસરપંચ પદ મતદાર યાદીમાં છેડછાડ કરી ચૂંટણી જીતવાનો આરોપ

જામનગર  તા. ૧૩ઃ જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ખાનકોટડા ગામે વર્ષ ર૦૧૬ માં યોજાયેલ ગ્રામ  પંચાયતની ચૂંટણીમાં ઉપસરપંચ તરીકે ચૂંટાયેલા સ્થાનિક આગેવાને મતદાર યાદીમાં છેડછાડ કરી ખોટા દસ્તાવેજોના આધારે ચૂંટણી જીતી હોવાનો આરોપ લગાવી જામનગરના સામાજિક કાર્યકર દ્વારા આ અંગે તપાસ  કરવા ડી.ડી.ઓ. સમક્ષ રજૂઆત કરવામાં આવી છે.

જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ખાનકોટડા ગામે તા. ર૭.૧ર.ર૦૧૬ ના દિને યોજાયેલ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ઉપસરપંચ તરીકે ચૂંટાયેલા રણછોડ મોહન  કારા ગલાણીનું વર્ષ ર૦૧૩-૧૪ ની મતદાર યાદીમાં નામ ન હોય, તે જ ગામમાં મકાન નં. ૪૧ મા રહેતા રણછોડ મોહન ભૂરા ગલાણીના સ્થાને મતપત્રકમાં પોતાનો ફોટો લગાડી મતદાર યાદીમાં છેડછાડ કરી ચૂંટણી જીતી હોવાનો આરોપ લગાવી જામનગરના સામાજિક કાર્યકર પ્રફુલ્લસિંહ એન. ચૌહાણ દ્વારા આ અંગે તપાસ કરવા રજૂઆત કરવામાં આવી છે.

હાલ વર્ષ ર૦૧૮ ની મતદાર યાદીમાં ઉપસરપંચ રણછોડ મોહન કારા ગલાણીનું નામ સમાવિષ્ટ હોવાના તેમજ તેના નામેરી રણછોડ મોહન ભૂરા ગલાણીનું નામ પણ સમાવિષ્ટ હોવાનો તથા મતપત્રકમાં બન્ને વ્યક્તિનું એક જ સરનામું હોવાના  તેમજ ઉંમરમાં તફાવત હોવાના પુરાવા સાથે સમગ્ર પ્રકરણમાં તટસ્થ તપાસ કરી કાયદેસર કાર્યવાહી કરવા માટે પ્રફુલ્લસિંહ ચૌહાણ દ્વારા ડી.ડી.ઓ. સહિત ચૂંટણી પંચ તથા રાજ્ય કક્ષાએ રજૂઆત કરવામાં આવી છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00