ગીરના જંગલમાં ૧૧ દિવસમાં નિપજયાં ૧૧ સિંહોના મૃત્યુઃ કુદરતી રીતે થયા છે કે શું તેના માટે ઉચ્ચ અધિકારીઓ દ્વારા હાથ ધરાઈ તપાસ / જમ્મુ-કાશ્મીરમાં ૩ પોલીસ કર્મીને રાજીનામા આપવા માટે આપ્યો હતો સમયઃ ના આપ્યા તો નિપજાવી હત્યાંઃ આ હત્યામાં આતંકી નાઈફૂની સંડોવાણી ? / ભાવનગરમાં સ્વાઈનફૂલના કારણે છેલ્લા ર૪ કલાકમાં ૩ લોકોના નિપજયાં મૃત્યુઃ પ લોકો સારવાર હેઠળ / સુરતના નગરસેવકોને આવી દિવાળીઃ વેતનમાં કરાયો ૩પ૦ ટકાનો ધરખમ વધારો / શીંજો આબે એલડીપી પક્ષના વડા ચૂંટાતા જાપનના વડાપ્રધાન પદ માટે રહેશે ચાલુ / ફિલીપાઈન્સમાં ભૂસ્ખલનઃ ૧૮ વ્યક્તિઓના મૃત્યુઃ અનેક ઘરો થયા જમીનદોસ્ત

ભારતમાંથી પરણ્યા પછી પત્નીનો ત્યાગ કરનારા એનઆરઆઈ પતિની સંપત્તિ થશે જપ્ત

નવી દિલ્હી તા. ૧૩ઃ ભારતમાંથી પરણીને વિદેશમાં પત્નીનો ત્યાગ કરી દેતા પતિઓની સંપત્તિ જપ્ત થઈ શકે, તે રીતે ક્રિમિનલ લોમાં ફેરફાર થશે. કેન્દ્ર સરકાર આ અંગે ટૂંક સમયમાં નિર્ણય લેશે.

કન્યાઓને ભારતમાંથી પરણીને લઈ જનારા એનઆરઆઈ દ્વારા થતી હેરાનગતિ સંદર્ભે હવે કેન્દ્ર સરકારે મોટા ફેરફારો કરવાનો નિર્ણય કર્યો છે. ભારતની યુવતી સાથે પરણીને વિદેશમાં જઈને તેનો ત્યાગ કરનારા અને પજવણી કરનારા એનઆરઆઈ પતિઓની સંપત્તિ જ કરી શકાય તેવા સુધારા ક્રિમિનલ લોમાં કરવાની સરકારે વિચારણા શરૃ કરી છે અને ટૂંક સમયમાં આ અંગે મહત્ત્વનો નિર્ણય પણ લેવાઈ જશે તેવા સંકેતો મળી રહ્યા છે.

કેન્દ્રિય મહિલા અને બાળ કલ્યાણ વિકાસ મંત્રી મેનકા ગાંધીએ પત્રકારોને એવી માહિતી આપી છે કે આ મુદ્દે સરકારે વિચારણા શરૃ કરી દીધી છે. કેટલાક એનઆરઆઈ પતિઓ વારંવાર નોટીસો આપ્યા બાદ પણ જવાબ આપતાં નથી તો તેવા કેસમાં એમની સામે સંપતિની જપ્તિના પગલાં લેવાની સરકાર તૈયારી કરી રહી છે અને ક્રિમિનલ લોમાં આ જરૃરી ફેરફારો કરવામાં આવશે.

કાયદામાં સુધારા કરવામાં રહ્યા છે કે એનઆરઆઈ પતિને ત્રણ નોટીસો આપવામાં આવે અને તો પણ જો પતિ હાજર ન થાય અને સમન્સની અવગણના કરે તો તેને ફરાર જાહેર કરવામાં આવશે અને એન્ફોર્સમેન્ટ એજન્સીઓ તેની સંપતિ જપ્ત કરશે અને તેના પરિવારજનોની સંપત્તિ પણ જપ્ત કરવામાં આવશે. સીઆરપીએફમાં આ મુજબના ફેરફારો કરવા માટે વિદેશ મંત્રાલયય ગૃહ મંત્રાલયને દરખાસ્તો મોકલી દીધી છે.

હાલમાં સિસ્ટમ એવી છે કે આવા ત્રાસનો ભોગ બનનારી મહિલાએ પોલીસમાં ફરિયાદ કરવાની હોય છે અને પોલીસ એમ્બીસીઓને જાણ કરે છે. ત્યારબાદ એમ્બેસી મહિલાએ પોલીસમાં ફરિયાદ કરવાની હોય છે અને પોલીસ એમ્બેસીઓને જાણ કરે છે. ત્યારબાદ એમ્બેસી દ્વારા સમન્સ પાઠવવાનો પ્રયાસ કરવામાં આવે છે અને આ સમન્સ પાઠવવામાં જ લોચા થાય છે અને એનઆરઆઈ પતિઓ પોતાની વગનો ઉપયોગ કરીને આવા સમન્સોને ઘોળીને પી જાય છે માટે હવે આવા પતિઓની અને એમના પરિવારજનોની સંપત્તિઓ જપ્ત કરવામાં આવશે.

આ પ્રકારના સુધારા કરવા માટે સરકાર ગંભીરતાથી વિચારી રહી છે અને ટૂંક સમયમાં જ કેબિનેટ સમક્ષ આ દરખાસ્ત મૂકી દેવામાં આવશે ત્યારબાદ તબક્કાવાર સરકાર તેમાં આગળ વધશે અને ભારતથી પરણીને જતી આવી સેંકડો યુવતીઓને રાહત મળી શકશે.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00