દ્વારકા રેલવે સ્ટેશન પર ટ્રેન અકસ્માતમાં ઘાયલ અજાણ્યા વૃદ્ધનું સારવારમાં મૃત્યુ

દ્વારકા તા. ૮ઃ ઓખાથી ભાવનગર જતી પેસેન્જર ટ્રેનમાં ગઈકાલે દ્વારકા રેલવે સ્ટેશન પર એક અજાણ્યા વૃદ્ધ અકસ્માતનો ભોગ બન્યા પછી સારવારમાં મૃત્યુ પામ્યા છે. પોલીસે મૃતકના વાલીવારસની શોધખોળ શરૃ કરી છે.

ઓખાથી ભાવનગર જતી પેસેન્જર ટ્રેન ગઈકાલે બપોરે ઓખાથી ઉપડ્યા પછી દ્વારકા રેલવે સ્ટેશન પહોંચી ત્યારે એક અજાણ્યા વૃદ્ધ અકસ્માતનો ભોગ બન્યા હતાં. ગંભીર રીતે ઘવાયેલા આ વૃદ્ધને વધુ સારવાર માટે જામનગર રીફર કરવામાં આવ્યા હતાં.

આ વૃદ્ધનું ગઈરાત્રે મૃત્યુ નીપજ્યું છે. પોલીસે મૃતદેહનું કોલ્ડરૃમમાં ખસેડી મૃતકના વાલીવારસની શોધ શરૃ કરી છે. ઉપરોક્ત તસ્વીરવાળા વૃદ્ધ અંદાજે પાંસઠેક વર્ષની વય ધરાવતા હતાં. મજબૂત બાંધો, ઘઉંવર્ણો વાનવાળા વૃદ્ધના શરીર પર સફેદ રંગનો ઝભ્ભો, બનીયાન અને લેન્ધો તેમજ ફાળીયુ ધારણ કરેલું હતું. આ વૃદ્ધ અંગે કોઈને જાણકારી હોય તો તેઓએ જામનગર રેલવે પોલીસના ફોન ૦૨૮૮ ૨૭૫૫૨૫૬નો અથવા ભરતસિંહ-૭૯૮૪૭ ૦૦૪૮૨નો સંપર્ક કરવો.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit