દેશના પ્રથમ નાગરિક રામનાથ કોવિંદે લીધી સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતઃ કેવડીયામાં ઈકો ઝોન હોવાથી ભારતનું પ્રથમ ઈકો ફ્રેન્ડલી ગ્રીન બિલ્ડીંગ બનશેઃ / પાક હાઈકમિશનમાંથી ર૩ શીખ તીર્થયાત્રીઓના પાસપોર્ટ ગાયબઃ ભારત ચિંતીતઃ એલર્ટ જારી /

નવાગામ ઘેડ વિસ્તારમાં વીસ દિવસથી સ્ટ્રીટ લાઈટો બંધઃ અંધારપટ્ટ જેવી સ્થિતિ

જામનગર તા. ૧૦ઃ જામનગરના વોર્ડ નં. ૪ ના નવાગામ ઘેડ વિસ્તારમાં છેલ્લા વીસ-વીસ દિવસથી મોટાભાગની સ્ટ્રીટ લાઈટો બંધ હાલતમાં હોવાથી અંધારપટ્ટ જેવી સ્થિતિ સર્જાઈ છે.

જામનગર શહેર કોંગ્રેસ ઓબીસી સેલના પ્રમુખ સુભાષભાઈ ગુજરાતીએ મ્યુનિ. કમિશ્નરને વિસ્તૃત આવેદનપત્ર પાઠવી સત્વરે સ્ટ્રીટ લાઈટો ચાલુ કરાવવા ઉગ્ર માંગણી કરી છે અને જો યોગ્ય ઉકેલ નહીં આવે તો ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન કરવાની તેમણે ચીમકી આપી છે.

જામનગર મહાનગરપાલિકા વોર્ડ નં. ૪, નવાગામ ઘેડમાં પ૦ ટકાથી વધારે સ્ટ્રીટ લાઈટ વગર ચોમાસે બંધ, અંધેરીનગરીમાં ગંડુ રાજા જ્યાં જામનગર મહાનગરપાલિકાના પદાધિકારીઓ અને બહુમતીના સત્તાધારી પક્ષના કોર્પોરેટરો તેમજ અનેક પદાધિકારીઓ પણ આજ વિસ્તાર રહે છે. આવા વિસ્તારમાં છેલ્લા ર૦ દિવસથી સ્ટ્રીટ લાઈટથી ઓનલાઈન કમ્પ્લેન પણ કરવામાં આવી છે. જે કમ્પ્લેન નં. ૪પ૦૮૪૪ અને ૪પ૦૮૪૩ આજ દિવસ સુધી સ્ટ્રીટ લાઈટ ચાલુ કરવામાં આવી નથી. અમુક વિસ્તારમાં લાઈટો છેલ્લા વીસ દિવસથી બંધ છે. શું આ કોઈ પદાધિકારી કે નેતાના ધ્યાનમાં નથી આવતું કે જાણી જોઈને નવાગામ ઘેડની કોઈ કમ્પ્લેઈન સોલ કરવામાં આવતી નથી. વારંવાર સ્ટ્રીટ લાઈટ શાખાના અધિકારીને ફોન પર વાત કરેલ છતાં એવો જવાબ આપવામાં આવે છે કે, વારો આવશે એટલે લાઈટ ચાલુ થઈ જશે. છેલ્લા રર દિવસથી શું વારોજ નથી આવ્યો...?

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00