'કેગ' નો અહેવાલ પણ મોટી ગરબડઃ રાજીવ મહર્ષિને હટી જવા સલાહ

નવી દિલ્હી તા. ૧૧ઃ પૂર્વ કેન્દ્રીય મંત્રી કપિલ સિબ્બલે 'કેગ' ના અહેવાલને જ ગરબડ ગણાવીને રાજીવ મહર્ષિને આ પ્રકરણમાંથી હટી જવાની સલાહ આપી છે. મોદીને વ્હાલા થઈ રહેલા અધિકારીઓ પર તેમની નજર હોવાની ચીમકી આપતા વિવાદ સર્જાયો છે કે, નાણામંત્રીએ સિબ્બલના આક્ષેપને ફગાવતા કહ્યું છે કે, ઈકોનોમિક અફેર્સ સેક્રેટરી પાસે સંરક્ષણની ફાઈલો જતી જ હોતી નથી.

'કેગ' નો અહેવાલ કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ દ્વારા સંસદમાં રજૂ થવાન બાબતે કોંગી નેતા કપલ સિબ્બલે ગંભીર આક્ષેપ કરીને રાજીવ મહર્ષિને આ અહેવાલથી પોતાને અલગ કરી લેવાની સલાહ આપી છે. સિબ્બલના મતે 'કેગ' નો અહેવાલ પણ એક પ્રકારની ગરબડ જ છે.

અત્યારે કમ્પ્ટ્રોલર એન્ડ જનરલ તરીકે ફરજો બજાવતા રાજીવ મહર્ષિને મોદી સરકાર રચાયા પછી ઓક્ટોબર-ર૦૧૪માં નાણા સચિવ બનાવાયા હતાં અને તેઓ ઓગસ્ટ-ર૦૧પ સુધી નાણાસચિવ પદે રહ્યાં હતાં. જ્યારે એપ્રિલ-ર૦૧પ માં વડાપ્રધાન મોદી ફ્રાન્સ ગયા ત્યારે તેમણે જ રાફેલ સોદાની જાહેરાત કરી હતી.

સિબ્બલના મતે આ પ્રકારના સોદાઓમાં વ્યાપારિક નિયમો-નિયંત્રણોનું પાલન કરાવવામાં નાણા મંત્રાલયની ભૂમિકા મહત્ત્વપૂર્ણ હોય છે, આ માટે અહેવાલ તૈયાર કરવામાં પણ રાજીવ મહર્ષિની ભૂમિકા મહત્ત્વની હોય છે. આથી 'કેગ' ના અહેવાલમાં મહર્ષિ પોતાની જાતને બચાવવા સરકારની તરફેણ કરે તેવી સંભાવના રહે છે, કારણ કે, નાણા સચિવ તરીકે સ્વયં લીધેલા નિર્ણયોને મહર્ષિ અયોગ્ય નહીં ઠરાવી શકે. સાથી કેગનો અહેવાલ સરકારને બચાવવા માટેનો નવો ગોટાળો છે.

નાણામંત્રી અરૃણ જેટલીના મતે સંરક્ષણ મંત્રાલયના ખર્ચને લાવતી બાબતોમાં ઈકોનોમિક અફેર્સ વિભાગના સચિવની કોઈ ભૂમિકા હોતી જ નથી. આ ફાઈલોનું કામ એકસપેન્ડીચરી સેક્રેટરી પાસે હોય છે. જેટલીએ કહ્યું કે, બંધારણીય સંસ્થાઓને ખતમ કરવામાં માહીર લોકો હવે કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ સામે જૂઠાણું ચલાવી રહ્યાં છે. પરોક્ષ રીતે સિબ્બલ પર કટાક્ષ કરતા તેમણે કહ્યું કે, દસ વર્ષ સુધી યુપીએ સરકારમાં મંત્રી રહી ચૂકેલી વ્યક્તિને એ પણ ખબર નથી કે, દેશના સૌથી વરિષ્ઠ સેક્રેટરીને નાણામંત્રીના સચિવ બનાવાયા છે. આ સિબ્બલનું અજ્ઞાન છે કે જૂઠાણું છે...?

સિબ્બલ અને જેટલી વચ્ચેની આ દલીલબાજી જોતા 'કેગ'નો અહેવાલ સંસદમાં રજૂ થયા પછી પણ વિપક્ષ આ મુદ્દાને છોડવાનો નથી. સિબ્બલે આ અંગે કરેલા નિવેદનને લઈને પણ વિવાદ જાગ્યો છે. સિબ્બલે કહ્યું કે, કેગના અધિકારીઓએ ધ્યાન રાખવું જોઈએ કે, લોકસભાની ચૂંટણીઓ આવી રહી છે. ચૂંટણીઓ આવે અને જાય, ક્યારેક અમે સત્તામાં હોઈએ, તો ક્યારેક વિપક્ષમાં હોઈએ. અમે એવા અધિકારીઓ પર નજર રાખીશું જે વધારે પડતા ઉત્સાહી છે, અને નરેન્દ્ર મોદી પ્રત્યે પોતાની વફાદારી પુરવાર કરવાનો પ્રયાસ કર રહ્યાં છે. સિબ્બલે ચેતવણી આપી છે કે, રાફેલ એ ભ્રષ્ટ સોદો છે, અને તેન તપાસ થવી જ જોઈએ, અને તેમાં સરકારની તરફણે કરનાર અધિકારીઓ પર અમારી નજર છે.

કપિલ સિબ્બલના આ નિવેદનથી વિવાદને વંટોળ જાગ્યો છે. એક તરફ ભાજપના પ્રવક્તાઓની ટીમ મીડિયામાં ઉતરી પડી છે અને કોંગ્રેસના નેતાઓ, અધિકારીઓને ધમકી આપી રહ્યાં હોવાની કાગારોળ મચાવી રહી છે, તો બીજી તરફ નાણામંત્રી અરૃણ જેટલીએ પણ સ્પષ્ટતા કરી છે કે, રાજીવ મહર્ષિની રાફેલ સોદામાં કોઈ ભૂમિકા જ નહોતી.

રાફેલ મુદ્દે 'ધ હિન્દુ' અખબારે રક્ષામંત્રાલય જે-તે સમયે વડાપ્રધાન કાર્યાલયના હસ્તક્ષેપ સામે વિરોધ દર્શાવ્યો હતો, તેમ કહીને તે સમયના રક્ષા સચિવની ફાઈલ પરની નોંધ ગત્ સપ્તાહમાં પ્રસિદ્ધ કરી હતી અને રાહુલ ગાંધીએ તેને લઈને પ્રેસ કોન્ફરન્સ યોજીને મોદી સરકારને આડે હાથ લીધી હતી તે પછી ભાજપ દ્વારા આ નોંધની નીચે જ તે સમયના રક્ષામંત્રી મનોહર સચિવના વાંધાનો છેદ ઉડી જતો હતો. સંસદમાં પ્રવર્તમાન રક્ષામંત્રી નિમેલા સીતારમણે પણ આ અંગે મનોહર પાર્રિકરની નોંધ વાંચી સંભળાવી હતી અને અખબારે મનોહર પાર્રિકરની નોંધ પ્રસિદ્ધ નહીં કરીને અખબારી ધર્મ બજાવ્યો નહીં હોવાની વાત કરી હતી. તે પછી અખબાર તરફથી પ્રતિક્રિયા આપી હતી કે શું પ્રસિદ્ધ કરવું અને શું ન કરવું તે અમારે નક્કી કરવાનું હોય છે, "ઈટ ઈઝ અવર બિઝનેસ".

આ સમગ્ર ઘટનાક્રમમાંથી એવું ફલિત થાય છે કે, રાફેલ કૌભાંડ હવે મતદાન થતા સુધી ગુંજતુ રહેવાનું, કારણ કે સુપ્રિમ કોર્ટે આ સંદર્ભે ફેંસલો આપ્યા પછી પણ વિપક્ષનો આક્ષેપ છે કે સુપ્રિમકોર્ટથી કેટલીક બાબતો છુપાવાઈ રહી છે, તો બીજી તરફ હવે 'કેગ' ની વિશ્વસનિયતા સામે પણ સવાલો ઉઠી રહ્યાં છે, અને સડકથી સંસદ સુધી સરકાર વિરૃદ્ધ હોબાળો થઈ રહ્યો છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit