આઈ૫ીએલ ર૦૧૯ઃ વરૃણ ધવનની બેઝ પ્રાઈઝ હતી ર૦ લાખઃ ર૦૧૯ના આઈપીએલમાં ૮.૪ કરોડની બોલાઈબોલી / જસદણ પેટા ચૂંટણી જંગઃ કુંવરજી બાવળીયા, ભરત બોધરા, અવસર નાકીયા, ભોળાભાઈ ગોહેલ મેદાનમા /

જામનગર નજીકના મોડપરમાં માતાજીના મંદિરમાં તસ્કર ત્રાટક્યા

જામનગર તા.૧૩ ઃ જામનગર તાલુકાના મોડપરમાં આવેલા મેલડી માતાના મંદિરમાં રવિવારની રાત્રે ત્રાટકેલા તસ્કરો રોકડ, ટીવી સહિતની સહિતની રૃા.અડધા લાખની મત્તા ચોરી પલાયન થઈ ગયા છે. પોલીસે સરપંચની ફરિયાદ પરથી ગુન્હો નોંધ્યો છે.

જામનગર-કાલાવડ ધોરીમાર્ગ પર આવેલા મોડપર ગામમાં મેલડી માતાજીના મંદિરમાં રવિવારની સાંજથી સોમવારની સવાર સુધીમાં કોઈ તસ્કરો ત્રાટક્યા હતા.

તસ્કરોએ મંદિરમાં પ્રવેશ કર્યા પછી ત્યાં પડેલી દાનપેટીનું તાળું તોડી નાખી તેમાંથી અંદાજે સાતેક હજારની રોકડ ઉઠાવવાની સાથે મંદિરના કબાટનું તાળું પણ તોડયું હતું જેમાંથી તસ્કરોને રૃા.૧પ હજારનું કિંમતનું માતાજીને ચઢાવવામાં આવેલો ચાંદીનો ઝુમખો મળી આવ્યો હતો તેને પણ ઉઠાવી લેવાયો હતો.

આ ઉપરાંત તસ્કરોએ મંદિરમાં રાખવામાં આવેલા એલસીડી, ડીવીડી તેમજ યુપીએસ તથા ઈન્ટરનેટના વપરાશ માટે રાખવામાં આવેલું એક ડોન્ગલ મળી કુલ રૃા.૪૮૯૦૦ની મત્તા ચોરી કરી હતી. આ બનાવની ગઈકાલે સવારે જાણ થયા પછી મોડપરના સરપંચ મહેન્દ્રસિંહ શિવુભા જાડેજાએ પંચકોશી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે અજાણ્યા તસ્કર સામે આઈપીસી ૩૮૦, ૪૫૭ હેઠળ ગુન્હો નોંધ્યો છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00