કાશ્મીરના બારામુલ્લા સેક્ટરમાં આવેલી એક મસ્જીદમાં છુપાયેલા આતંકીને સેનાએ કર્યાે ઠાર /સુરેન્દ્રનગરના ચોટીલામાં આવેલા આનંદપુરમાં ગામમાં એક મકાનના ટીવીમાં બ્લાસ્ટ થયા પછી ઘરમાં લાગી આગઃ માતા-પુત્રી થયા ભડથું / ન્યૂઝીલેન્ડમાં બનાવાયો નવો કાયદોઃ લોકો મોલ તથા સુપરમાર્કેટમાં પણ કરી શકશે વોટીંગઃ ગઈ વખતની ચૂંટણીમાં ઓછા પળેલા મતના કારણે લેવાયો નિર્ણય / ગુજરાતના લોકોએ હવે વધુ નહીં જોવી પડે મેઘરાજાની રાહઃ ત્રણ દિવસમાં ગુજરાતમાં મેઘ મહેર થવાની હવામાન વિભાગે કરી આગાહી /

ધ્રોલમાં વેપારીને લૂંટી લેવાના અણઉકેલ ગુન્હાનો ભેદ ઉકેલતી એલસીબીઃ ચારની અટક

જામનગર તા.૧૧ ઃ ધ્રોલમાં દસ દિવસ પહેલા રાત્રિના સમયે એક વેપારીને બે બાઈક પર આવેલા ચાર શખ્સોએ મરચાની ભૂક્કી છાંટી છરીથી પ્રહાર કરી રૃા.૧ લાખની રકમવાળો થેલો લૂંટયાના અણઉકેલ રહેલા ગુન્હાનો એલસીબીએ પર્દાફાશ કરી ચાર શખ્સોને પકડી પાડયા છે. જ્યારે વધુ બેના નામ ખૂલ્યા છે.

ધ્રોલમાં રહેતા ગોપાલભાઈ વલ્લભભાઈ છત્રોલા નામના વેપારી થોડા દિવસો પહેલા રાત્રે આઠેક વાગ્યે પોતાની દુકાન બંધ કરી ઘર તરફ જતા હતા ત્યારે પાછળથી બે મોટરસાયકલમાં ધસી આવેલા ચારેય શખ્સોએ આ વેપારીને આંતરી લઈ મરચાની ભૂક્કી છાંટયા પછી તેઓના હાથમાં રહેલા રોકડ ભરેલા થેલાની ઝૂટ મારી હતી પરંતુ વેપારીએ થેલો મજબૂતીની પકડી રાખતા તેમના પર છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો અને ચારેય શખ્સો રોકડ ભરેલા થેલા સાથે નાસી છૂટયા હતા.

આ બનાવની એલસીબી દ્વારા હાથ ધરાયેલી તપાસમાં સ્ટાફના દિલીપ તલાવડિયા, ભગીરથસિંહ સરવૈયા, હરદીપ ધાધલ તથા નિર્મળસિંહ એસ. જાડેજાને બાતમી મળી હતી કે, આ ગુન્હામાં સંડોવાયેલા બે શખ્સો ટંકારા-લતીપર રોડ પરથી જીજે-૩-કેજે ૧૨૧ નંબરના બાઈક પર ધ્રોલ તરફ આવે છે અને બીજા નંબર પ્લેટ વગરના બાઈક પર અન્ય બે શખ્સો પર નીકળ્યા છે.

આ બાતમીથી પીઆઈ ડોડિયાને વાકેફ કરાયા પછી વોચમાં ગોઠવાયેલા એલસીબીના કાફલાએ ટંકારાથી ધ્રોલ તરફના માર્ગ પરથી પસાર થયેલા જોડિયાના કેશિયા ગામના નીખીલ ગોપાલ ગોસાઈ, રાજકોટના ઉદયનગરવાળા રાહુલ દિનેશ મકવાણા, ગોંડલ રોડ પર રહેતા નાગરાજ નકુભાઈ ગઢવી તથા રાજકોટના પુનિતનગરવાળા મહાવીરસિંહ વનરાજસિંહ વાઘેલા નામના ચાર શખ્સોને રોકી તલાશી લેતા તેઓના કબજામાથી રૃા.૨૧ હજાર રોકડા તથા મોબાઈલ મળી કુલ રૃા.૧,૩૭,૦૦૦નો મુદામાલ મળી આવ્યો હતો. એલસીબીએ ચારેયની અટકાયત કરી પૂછપરછ કરતા તેઓએ ઉપરોકત લૂંટની કબૂલાત આપી પોતાના અન્ય સાગરિત યશ રસીકભાઈ બકરાણિયા તથા પરિક્ષીત ઉર્ફે પરેશ રાજુભાઈ ગઢવીના નામ ઓકી નાખ્યા હતા.

આ શખ્સોને એલસીબી કચેરીએ ખસેડી પૂછપરછ કરાતા આરોપી નીખીલના જણાવ્યા મુજબ આ શખ્સ વેપારી ગોપાલભાઈના ગામનો હોવાથી તેને ગોપાલભાઈ વધુ પ્રમાણમાં નાણાની હેરાફેરી કરતા હોવાની જાણકારી હતી તેથી નીખીલે તેઓને લૂંટી લેવા માટે પોતાના રાજકોટ સ્થિત સાગરિતોને તૈયાર કર્યા પછી લૂંટને અંજામ આપ્યો હતો. લૂંટ કરતા પહેલા અગાઉ આ આરોપીઓએ બે વખત વેપારીનો દુકાનથી ઘર સુધી પીછો કરી રેકી પણ કરી હતી. ત્યાર પછી ત્રીજી વખતમાં ગુન્હાને અંજામ આપ્યો હતો. આ શખ્સોને રિમાન્ડ પર લેવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. આ કાર્યવાહીમાં પીઆઈ ડોડિયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ કે.કે. ગોહિલ, પીએસઆઈ વી.વી. વાગડિયા, પીએસઆઈ આર.બી. ગોજિયા, સ્ટાફના જયુભા ઝાલા, વસરામભાઈ, બશીરભાઈ મલેક, હરપાલસિંહ સોઢા, ભરત પટેલ, નાનજીભાઈ પટેલ, મિતેશ પટેલ, નિર્મળસિંહ બી. જાડેજા, નિર્મળસિંહ એસ. જાડેજા, ભગીરથસિંહ સરવૈયા, શરદ પરમાર,  દિલીપ તલાવડિયા, હરદીપ ધાધલ, કમલેશ ગરસર, રઘુભા પરમાર, ફિરોઝ દલ, લાભુભાઈ ગઢવી, ખીમભાઈ ભોચિયા, દિનેશ ગોહિલ, લક્ષ્મણ ભાટિયા, એ.બી. જાડેજા, હિરેન વરણવા, બળવંતસિંહ પરમાર, અરવિંદગીરી, સુરેશ માલકિયા તેમજ ધ્રોલના પીએસઆઈ વી.કે. સાખરા, સ્ટાફના કુલદીપસિંહ, સંજય મકવાણા, વિક્રમ આહિર, લાખાભાઈ, હર્ષદ ડોણિયા, અશોકભાઈ વગેરે સાથે રહ્યા હતા.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription