માતા-પિતાને નહીં સાચવનાર સંતાનોને થશે ૬ મહિનાની જેલ

નવી દિલ્હી તા. ૮ઃ કેન્દ્ર સરકાર સંસદના શિયાળુ સત્રમાં વૃદ્ધોના ભરણપોષણ અને સુરક્ષા અંગે નવો કડક કાયદો લાવી રહી છે, આ અંગેનું બિલ સંસદમાં પ્રસ્તાવિત યાદીમાં સામેલ કરી દેવાયું છે.

કેન્દ્ર સરકાર વૃદ્ધોના ભરણપોષણ અંગેના કાયદાઓ સરકાર વધુ કડક બનાવશે. તેના હેઠળ બુઝર્ગ મા-બાપનું ધ્યાન ન રાખવા માટે ૬ મહિના સુધીની જેલ પણ થઈ શકે છે. અત્યારના વર્તમાન કાયદાના ફક્ત ત્રણ મહિનાની સજાની જ જોગવાઈ છે. આ સાથે જ વૃદ્ધોની સુરક્ષાનો પણ પૂરો ખ્યાલ રાખવામાં આવ્યો છે. દરેક પોલીસ સ્ટેશનમાં એએસઆઈ રેન્કના એક પોલીસ અધિકારીને તૈનાત કરવાની જોગવાઈ કરવામાં આવી છે.

હાલમાં દેશમાં લગભગ ૧૧ કરોડ વુદ્ધો છે. ર૦પ૦ સુધીમાં તેમની વસતિ લગભગ ૩૩ કરોડ થઈ જશે. તેમની સાથે દુવ્યવહાર અને તેમને છોડી દેવાના કિસ્સાઓ પણ ઝડપભેર વધી રહ્યા છે. આ જ કારણ છે કે સામાજિક ન્યાય મંત્રાલયે લાંબી વિચારણા પછી દસ વર્ષથી જુના કાયદામાં ફેરફારની તૈયારી કરી લીધી છે.

સંસદના ૧૮ નવેમ્બરથી શરૃ થનાર શિયાળુ સત્રમાં સરકાર તરફથી મૂકાનાર પ્રસ્તાવિત બિલોમાં તેને સામેલ કરાયું છે. માતા-પિતા અને વૃદ્ધોની દેખરેખ અંગેના હાલનો કાયદો ર૦૦૭ માં તૈયાર કરાયો હતો. નવા પ્રસ્તાવિત બિલ અનુસાર, માતા-પિતા હવે પોતાના બાળકો પાસેથી જ ભરણપોષણનું ભથ્થું મેળવવા હક્કદાર નહીં થાય, પણ હવે તે પોતાના પૌત્ર, ભાણેજ જમાઈ અથવા અન્ય કોઈપણ સગો જે તેની મિલકત માટે હક્કદાર હશે તે બધા સામે તે ભરણપોષણનો દાવો કરી શકશે.

જુના કાયદાની દસ હજાર રૃપિયા સુધીની ભરણપોષણ માગવા વૃદ્ધો હક્કદાર થશે. એટલે કે પુત્ર અથવા સગાઓની આવક કરોડોની હશે તો ભથ્થું પણ તેના આધારે નક્કી થશે. નવા કાયદામાં વૃદ્ધાશ્રમોને પણ સામેલ કરવામાં આવ્યા છે જેમાં હવે તેમને અનુકૂળ એવી બધી સુવિધાઓ રાખવી જરૃરી બનશે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription