પંડયા બ્રધર્સે ધોનીની કારથી પણ મોંઘી કાર ખરીદીઃ તસ્વીરો સોશ્યલ મિડીયા પર થઈ વાઈરલ / ગભરાયેલા પાકિસ્તાને ફરી નૌશેરામાં સીઝફાયરનું કર્યું ઉલ્લંઘનઃ એક જવાન શહીદ /

રશિયામાં ફીફા વર્લ્ડકપનો આવતીકાલથી રોમાંચક પ્રારંભ

મોસ્કો તા. ૧૩ઃ આવતીકાલથી રશિયામાં ફીફા વર્લ્ડકપનો રોમાંચક પ્રારંભ થશે. વિશ્વભરમાં ફૂટબોલ ક્રેઝ ચરમસીમાએ છે. આ વર્લ્ડકપમાં વિશ્વની ૩ર ટીમો વચ્ચે સ્પર્ધાઓ થશે. ચેમ્પિયન ટીમને રપપ કરોડની અભૂતપૂર્વ રકમનું ઈનામ મળશે.

વિશ્વભરમાં જેની ઉત્સુકતાપૂર્વક રાહ જોવામાં આવી રહી હતી તે ફીફા વર્લ્ડ કપની આવતીકાલથી શરૃઆત થઇ રહી છે. વિશ્વભરમાં ફૂટબોલ ક્રેઝ હવે ચરમસીમા પર છે. દુનિયાભરના અબજો ચાહકો ફૂટબોલના રોમાંચની મજા માણવા માટે તૈયાર છે. યજમાન રશિયાએ તમામ તૈયારી પૂર્ણ કરી લીધી છે.

હવે ૧૫મી જુલાઇ સુધી ફૂટબોલ રોમાંચ રહેશે. આ વખતે ઇતિહાસમાં પ્રથમ વખત એક સાથે ચાર મુસ્લિમ દેશો પણ ફીફા વર્લ્ડ કપમાં રમી રહ્યા છે. જેમાં ઇરાન, સાઉદી અરેબિયા, ઇજિપ્તનો સમાવેશ થાય છે. ફિફા વર્લ્ડ કપમાં ચેમ્પિયન બનનાર ટીમને ૨૫૫ કરોડની અભૂતપૂર્વ રકમ આપવામાં આવનાર છે. ફુટબોલમાં ઇનામી રકમમાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે. તમામ ટીમો રશિયામાં પહોંચી ચૂકી છે. રશિયામાં છેલ્લા કેટલાક મહિનાથી જોરદાર તૈયારી ચાલી રહી હતી. આ વખતે પ્રથમ ક્રમાંકિત ટીમ જર્મની વર્તમાન ચેમ્પિયન તરીકે છે અને તે પોતાના તાજને જાળવી રાખવાના ઇરાદાથી મેદાનમાં ઉતરનાર છે. ફીફા વર્લ્ડ કપમાં યજમાન દેશ હોવાથી રશિયા પણ મેદાનમાં ઉતરનાર છે.

રશિયા આવતીકાલે ગ્રુપ એમાં પોતાની પ્રથમ મેચ સાઉદી અરેબિયા સામે રમશે. આની સાથે જ ફીફા વર્લ્ડ કપની શરૃઆત થશે. આ મેચનુ પ્રસારણ ભારતીય સમય મુજબ રાત્રે ૮-૪૦ વાગે રહેશે.

રશિયામાં આયોજિત ફિકા વર્લ્ડ કપમાં પ્રથમ વખત વિડિયો રેફરી પણ રહેશે. નવી ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવનાર છે. ૨૧મા ફીફા વર્લ્ડ કપને લઇને તમામ ટીમો સજ્જ છે. વર્તમાન ચેમ્પિયન જર્મની આ વખતે પણ ફોટફેવરીટ તરીકે છે.

જર્મનીમાં વર્ષ ૨૦૦૬માં આનું આયોજન કરવામાં આવ્યા બાદ આ પ્રથમ વર્લ્ડ કપ છે. પૂર્વીય યુરોપમાં પ્રથમ વખત આનું આયોજન કરવામાં આવી રહ્યુ છે.

આ વર્લ્ડ કપમા ૩૨ ટીમો ભાગ લઇ રહી છે. તમામ ટીમોને જુદા જુદા ગ્રુપમાં વિભાજિત કરવામાં આવી છે. જે પૈકી ગ્રુપ એમાં રશિયા, સાઉદી અરેબિયા, ઇજિપ્ત અને ઉરુગ્વેની ટીમો છે. બીજી બાજુ ગ્રુપ બીમાં પોર્ટુગલ, સ્પેન, મોરક્કો, અને ઇરાનની ટીમો છે. , ગ્રુપ સીમાં ફ્રાન્સ, ઓસ્ટ્રેલિયા, પેરુ અને ડેનમાર્કની ટીમો છે. આવી જ રીતે ગ્રુપ ડીમાં આર્જેન્ટિના, આઇસલેન્ડ, ક્રોશિયા અને નાઇજિરિયાની ટીમો છે. ગ્રુપ ઇમાં બ્રાઝિલ, સ્વીસ, કોસ્ટા રીકા અને સર્બિયાની ટીમ છે.  ગ્રુપ એફમાં જર્મની, મેક્સિકો, સ્વીડન અને દક્ષિણ કોરિયાની ટીમ છે.

ગ્રુપ જીમાં બેલ્જિયમ, પનામા, ટ્યુનિશિયા અને ઇંગ્લેન્ડની ટીમ છે. આવી જ રીતે ગ્રુપ એચમાં પોલેન્ડ, સેનેગલ, કોલંબિયા અને જાપાનની ટીમ છે. ફીફા વર્લ્ડ કપમાં પ્રવેશ માટે દુનિયાની તમામ ટીમો વચ્ચે ક્વાલિફાઇંગ રાઉન્ડ ચાલે છે. જે પૈકી ૩૧ ટીમો ક્વાલિફાઇંગ મારફતે પહોંચી છે. આવી જ રીતે એક ટીમ યજમાન હોવાથી સીધી રીતે પહોંચી છે. ૩૨ટીમો પૈકી ૧૪ ટીમો તો બે ટુ બેક આવી છે. જે વર્ષ ૨૦૧૪માં પણ રમી હતી. જેમાં વર્તમાન ચેમ્પિયન જર્મની સામેલ છે. આઇસલેન્ડ અને પનામા પ્રથમ વખત એન્ટ્રી કરી રહી છે.

ફીફા વર્લ્ડ કપમાં કુલ ૬૪ મેચો રમાનાર છે.જે ૧૧ શહેરોના ૧૨ સ્ટેડિયમમાં રમાનાર છે. ફાઇનલ મેચ મોસ્કોમાં લુઝીનિકી સ્ટેડિયમમાં ૧૫મી જુલાઇના દિવસે રમાશે. વર્લ્ડ કપમાં વિજેતા ટીમ સીધી રીતે ૨૦૨૧માં ક્વાલિફાઇંગ કરશે.વર્લ્ડ કપને લઇને કરોડો ચાહકો ભારે ઉત્સુક છે. ફિફા વર્લ્ડકપ ૨૦૧૮માં રમવા માટે ક્વાલીફાઈ થયેલા ૩૨ દેશો પૈકી ૨૨ દેશો ૨૦૧૪માં ટુર્નામેન્ટની જુદી જુદી એડિશનમાં રમ્યા હતાં.

ચેમ્પિયન ટીમને રૃા.૨૨૫ કરોડ અને રનર્સ અપને રૃા.૧૯૪ કરોડ મળશે

ફીફા વર્લ્ડ કપની આવતીકાલથી શરૃઆત થઇ રહી છે ત્યારે ઇનામી રકમની વાત કરવામાં આવે તો ફીફા વર્લ્ડ કપમાં વિજેતા ટીમને ત્રણ કરોડ ૮૦ લાખ ડોલર એટલે કે રૃા. રરપ કરોડન રકમ ઈનામમાં મળનાર છે. જે છેલ્લા વર્લ્ડ કપમાં જે રકમ મળી હતી તેના કરતા ૩૦ લાખ ડોલરની રકમ વધારે છે. ઇનામોનો વરસાદ ખેલાડી અને ટીમ પર થનાર છે. ૧૫મી જુલાઇના દિવસે મોસ્કોના લુજનિકી સ્ટેડિયમમાં ફાઇનલ મેચ રમાનાર છે.

ફીફાના આંકડા દર્શાવે છે કે વિશ્વ કપ ફૂટબોલની કુલ ઇનામી રકમ પૈકી ૪૦ કરોડ ડોલરની રકમ ટીમોને તેમના દેખાવના આધાર પર આપવામાં આવનાર છે. જ્યારે ૩૯ કરોડ જ ૧૦ લાખ ડોલરની રકમ ખેલાડીઓની ક્લબને જુદી જુદી યોજના હેઠળ આપી દેવામાં આવનાર છે.

ફીફા વર્લ્ડ કપમાં રનર્સ અપ રહેનાર ટીમને ૯૦ લાખ ડોલર અથવા તો ૧૯૪.૪ કરોડ રૃપિયા અને ત્રીજા સ્થાને રહેનાર ટીમને બે કરોડ ૪૦ લાખ ડોલર અથવા તો ૧૬૦.૧ કરોડ રૃપિયા આપવામા ંઆવનાર છે. ફીફાના ક્લબના લાભાર્થે કાર્યક્રમ હેઠળ ૨૦ કરોડ નવ લાખ ડોલર એવી ક્લબને આપવામાં આવનાર છે જે ક્લબ દ્વારા વિશ્વ કપમાં ભાગ લેવા માટે પોતાના ખેલાડીઓને રજા આપી છે. બીજી ૧૩ કરોડ ૪૦ લાખ ડોલરની રકમ ક્લબ સુરક્ષા કાર્યક્રમ હેઠળ આપવામા ંઆવનાર છે. જેમાં વિશ્વ કપ દરમિયાન ઘાયલ થયેલા ખેલાડીના કારણે થનાર નુકસાનની ભરપાઇ કરવામાં ંઆવનાર છે.

ટુર્નામેન્ટમાં ભાગ લઇ રહેલી તમામ ટીમોને તૈયારીની ફી તરીકે ૧૫-૧૫ લાખ ડોલરની રકમ આપવામાં આવનાર છે. પ્રથમ તબક્કામાંથી બહાર થનાર ટીમને ૮૦ લાખ ડોલર અને અંતિમ ૧૬થી બહાર થનાર ટીમને એક કરોડ ૨૦ લાખ ડોલરની રકમ આપવામા ંઆવનાર છે. ક્વાર્ટર ફાઇનલમાં હારી જનાર ટીમને એક કરોડ ૬૦ લાખ ડોલરની રકમ આપવામાં આવનાર છે. ચોથા સ્થાને રહેનાર ટીમને બે કરોડ ૨૦ લાખ ડોલરની રકમ આપવામા આવનાર છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription