રણજીતસાગરના પટ્ટમાંથી મળી આવ્યા પ્રાચીન શિવમંદિરના અવશેષો

જામનગર તા. ૧૧ઃ જામનગરના રાજાશાહી સમયમાં રજવાડાની ભેટ સમાન રણજીતસાગર ડેમ હાલ વરસાદના અભાવે ખાલીખમ્મ થઈ ગયો છે. આ કોરા ધાકોડ રણજીતસાગર ડેમ નજીક આવેલ હર્ષદપુર ગામ રાજાશાહીના જમાનામાં બાકોટા-બેરાજા  નામથી ઓળખાતું હતું. આ ગામથી ત્રણેક કિલોમીટરના અંતરે રણજીતસાગર ડેમના પટ્ટમાં એક સ્થળે પાકું બાંધકામ ધરાવતું ભોયરૃં મળી આવ્યું છે. આ ભોયરાનો બીજો છેડો છેક જૂનાગઢ સુધી હોવાની લોકવાયકા છે, જો કે જુની પેઢીના બુઝુર્ગ વડીલોના જણાવ્યા પ્રમાણે આ વિસ્તારમાં જ બીજુ એક ભોયરૃ પણ છે પણ તેની કોઈ જાણકારી નથી.

તાજેતરમાં જ રણજીતસાગર ડેમ વિસ્તારમાંથી ખેડૂતોને કાંપ માટી કાઢવા માટેની મંજુરીના પગલે ખેડૂતોને આ પટ્ટમાંથી પ્રાચીન શિવમંદિરના અવશેષો મળી આવ્યા છે. જેમાં શિવલીંગ, નંદી (પોઠિયો) તથા મંદિરના બાંધકામના અવશેષો મળી આવ્યા છે. આ ભોયરા તથા મંદિરના અવશેષો અંગે પુરાતત્ત્વ વિભાગે તપાસ કરી તે અંગે સત્તાવાર જાહેરાત કરવી જોઈએ તેવી હર્ષદપુર ગામલોકોમાં લાગણી પ્રવર્તે છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription