આઈ૫ીએલ ર૦૧૯ઃ વરૃણ ધવનની બેઝ પ્રાઈઝ હતી ર૦ લાખઃ ર૦૧૯ના આઈપીએલમાં ૮.૪ કરોડની બોલાઈબોલી / જસદણ પેટા ચૂંટણી જંગઃ કુંવરજી બાવળીયા, ભરત બોધરા, અવસર નાકીયા, ભોળાભાઈ ગોહેલ મેદાનમા /

રામ મંદિરનું નિર્માણ નહીં થાય તો હિન્દુ સંસ્કૃતિના મૂળિયા ઉખડી જશેઃ ભાગવત

મુંબઈ તા. ૧૬ફ અયોધ્યામાં રામમંદિરના મામલે લડી લેવાનો નિર્ધાર વ્યક્ત કરતા આરએસએસના વડા મોહન ભાગવતે કહ્યું છે કે રામમંદિરનું રામના જન્મ સ્થળે નિર્માણ નહીં થાય તો હિન્દુ સંસ્કૃતિના મૂળિયા ઉખડી જશે.

આરએસએસના વડા મોહન ભાગવતે ગઈકાલે એક કાર્યક્રમ દરમિયાન પોતાના સંબોધનમાં અયોધ્યાના મંદિર-મસ્જિદનો વિવાદ ફરી ઉખેડ્યો હતો અને કહ્યું કે રામ મંદિરને ભારતમાંના મુસ્લિમોએ તોડ્યું નહોતું. ભાગવત મુંબઈની પડોશના પાલઘર જિલ્લાના દહાણમાં વિરાટ હિન્દુ સંમેલનમાં બોલી રહ્યા હતાં.

ભાગવતે કહ્યું કે, ભારતમાં વસતા મુસ્લિમોએ રામ મંદિરનો નાશ કર્યો નહોતો. ભારતીય નાગરિકો આવું કરે નહીં. વિદેશી તત્ત્વોએ ભારતમાંના મંદિરોનો નાશ કર્યો હતો. એમનો ઈરાદો ભારતીયોને એકબીજા વિરૃદ્ધ ઉશ્કેરવાનો હતો. હવે ફરીથી રામ મંદિર બાંધવાની દેશની જવાબદારી બને છે. મંદિર જ્યાં હતું એ રામજન્મભૂમિના સ્થળે ફરી બંધાવું જોઈએ. અમે એને માટે લડી લેવા તૈયાર છીએ. જો રામ મંદિર અયોધ્યામાં ફરી બંધાશે નહીં તો આપણી સંસ્કૃતિના મૂળ ઉખડી જશે.

આરએસએસ પ્રમુખે એમ પણ કહ્યું હતું કે ભારતમાં મુસ્લિમ સમુદાયે રામ મંદિર તોડ્યું નથી. ભારતીય નાગરિકો આમ ન કરી શકે. ભારતીયોનું મનોબળ તોડવા માટે વિદેશી તકાતોએ મંદિર તોડ્યું હતું. તેમણે કહ્યું, પરંતુ આજે આપણે આઝાદ છીએ. આપણે તેને ફરી બનાવવાનો અધિકાર છે જેને નષ્ટ કરવામાં આવ્યું હતું. કારણ કે તે માત્ર મંદિર ન હતું, પરંતુ આપણી ઓળખનું પ્રતીક હતું.

ભાગવતે કહ્યું કે તેમાં કોઈ શંકા નથી કે મંદિર ત્યાં જ બનાવવામાં આવશે, જ્યાં પહેલા હતું. રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદ સુપ્રિમ કોર્ટમાં છે. તેમણે વિપક્ષી પાર્ટીઓ પર નિશાન સાધતા તેને હાલમાં દેશના ઘણા ભાગમાં થયેલી જાતિગત હિંસા માટે જવાબદાર ઠેરવ્યા. તેમણે કહ્યું, જેની દુકાનો બંધ થઈ ગઈ છે તે લોકો હવે જાતિગત મુદ્દા પર લડવા માટે ભડકાવી રહ્યા છે.

જો કે મોહન ભાગવત મંદિર નિર્માણ લઈને ગમે ત્યારે નિવેદન આપતા રહે છે. આ પહેલા મધ્યપ્રદેશના છતરપુર જિલ્લાના મઉસહાનિયામાં એક સભાને સંબોધિત કરતા ભાગવતે કહ્યું હતું કે રામ મંદિરનું નિર્માણ માત્ર ઈચ્છા નહીં, પરંતુ અમારો સંકલ્પ છે. સભાને સંબોધિત કરતા તેમણે કહ્યું કે, રામ મંદિરનું નિર્માણ કરાવનારા લોકોને કશું થશે નહીં.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00