બન્ને દેશોએ ૧૪ કરારો કર્યાઃ ચીન અને નેપાળ કાઠમંડુને તિબેટ સાથે જોડતી રેલવે લાઈન બાંધશે / સુરતમાં કડાકા ભડાકા સાથે વરસાદનું આગમનઃ મકાન પર પડી વીજળી / કાશ્મીરમાં સુરક્ષા બળો આક્રમકઃ ઠાર થયેલા આતંકીનો મૃતદેહનો પરિજનોને નહીં સોંપાય /

લાલપુરની પરિણીતાને સાસરિયાઓએ ત્રાસ આપ્યોઃ પતિ સહિત ચાર સામે ગુન્હો

જામનગર તા.૧૩ ઃ લાલપુરની એક પરિણીતાને પતિ સહિતના સાસરિયાઓએ ઘરકામ તેમજ ચારિત્ર્ય બાબતે અવારનવાર મારકૂટ કરતા આ પરિણીતાએ પોલીસનો આશરો લીધો છે.

લાલપુરમાં જૂના દલિતવાસમાં રહેતા તેજલબેન મનોજભાઈ નામના ત્રીસ વર્ષિય પરિણીતાના દોઢેક વર્ષ પહેલા લાલપુર તાલુકાના પડાણા ગામના તલાવડી વિસ્તારમાં રહેતા મનોજ વાલજીભાઈ ઢચા સાથે લગ્ન થયા હતા.

લગ્ન પછી પતિ મનોજને સસરા વાલજીભાઈ ભીખાભાઈ ઢચા તેમજ મયુર વાલજીભાઈ, મીનાબેન વાલજીભાઈએ અવારનવાર ઘરકામ બાબતે ચઢામણી કરી હતી જેના કારણે મનોજે તેજલબેનના ચારિત્ર્ય પર શંકા કરી તેણીને ગાળો ભાંડી ઢીકાપાટુનો માર માર્યાે હતો. સાસરિયાઓના ત્રાસથી કંટાળી પિયર પરત ફરેલા તેજલબેને ગઈકાલે મેઘપર પોલીસ સ્ટેશનમાં આ બાબતની ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી ૪૯૮ (એ), ૩૨૩, ૫૦૪, ૫૦૬ (ર), ૧૧૪ હેઠળ સાસરિયાઓ સામે ગુન્હો નોંધ્યો છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00