ન્યૂઝીલેન્ડ પછી બ્રિટનની પાંચ જેટલી મસ્જીદોમાં કરાઈ તોડફોડઃ એન્ટિ ટેરેરીસ્ટ સ્કવોડ દ્વારા કરાઈ તપાસ શરૃ / દિલ્હીમાંથી જૈશના આતંકી સજાદ ખાનની કરાઈ ધરપકડઃ પુલવામાં હુમલાખોરોના હતો સંપર્કમાં / ગ્રીનકાર્ડ મેળવવા માટે ગુજરાતના ર૩૦ જેટલા બિલડર્સ અમેરિકામાં ૮૦૦ કરોડ થી વધુનું કરશે રોકાણ /

આઈએનએસ વાલસુરામાં પાસીંગ આઉટ પરેડનું નિરીક્ષણ

ગઈકાલ તા. ૧૩ એપ્રિલ ર૦૧૮ ના દિવસે દક્ષિણ નૌકાદળના ચીફ ઓફ સ્ટાફ, રીઅર એડમિરલ આર.જે. નાડકર્ણી, વી.એસ.એમ. એ.આઈ.એન.એસ. વાલસુરામાં વિદ્યુતીય વિશેષજ્ઞતા પાઠ્યક્રમ ઓ-૧૬૮ ની પાસીંગ આઉટ પરેડ (પીએપી) નું નિરીક્ષણ કર્યું હતું. આ પાસીંગ આઉટ પરેડ ભારતીય નૌકાદળના રપ, ભારતીય તટરક્ષક બળના ૪ તેમજ આંતરરાષ્ટ્રીય મિત્ર રાષ્ટ્રોની નૌકાદળના ૧૦ અધિકારીઓ સહિત કુલ ૩૯ અધિકારીઓએ વિદ્યુત વિશેષજ્ઞતા વિષય ઉપર આયોજિત ૯પ સપ્તાહની વ્યાવસાયિક તાલીમ સફળતાપૂર્વક સંપન્નતાનો નિર્દેશ કરે છે. આ પ્રસંગે આયોજિત પરેડ દરમિયાન ૧૯ જવાનોએ મુખ્ય અતિથિને 'ગાર્ડ ઓફ ઓનર'નું સન્માન આપ્યું હતું.

એડમિરલે પરેડ દરમિયાન નૌજવાનોના ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે તથા પાસીંગ આઉટ કોર્સમાં ભાગ લેનારા અધિકારીઓને તેમના ભવિષ્ય માટેની આ મહત્ત્વપૂર્ણ ઉપલબ્ધિ માટે અભિનંદન પાઠવ્યા હતાં. તેમણે ઉમેર્યું હતું કે, આઈએનએસ વાલસુરામાં મેળવેલું પ્રશિક્ષણ જ્હાજ પર નિયુક્તિ દરમિયાન આવનારા પડકારોનો સક્ષમતા અને સફળતાપૂર્વક સામનો કરવાનો ઉદ્દેશ્ય સફળ કરશે. ટેકનોલોજીના ક્ષેત્રમાં થયેલી હરણફાળરૃપી વિકાસને ધ્યાનમાં લેતા આ બાબત ખૂબ મહત્ત્વપૂર્ણ બની રહેશે.

પરેડના મુખ્ય અતિથિએ શૈક્ષણિક, રમતગમત તથા પાઠ્યક્રમ સિવાયની વિશેષ પ્રવૃત્તિઓમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનારા અધિકારીઓનું પણ સન્માન કર્યું હતું. સબ લેફ્ટનન્ટ રાહુલ પાંડેને સર્વશ્રેષ્ઠ અધિકારી તરીકેની પ્રતિષ્ઠિત નૌસેનાધ્યક્ષ ટ્રોફી અને એડમિરલ રામનાથ ટ્રોફી પ્રદાન કરવામાં આવી હતી. મેરીટ આધારિત પ્રાધાન્યતામાં સર્વપ્રથમ ક્રમે આવવા બદલ સબ લેફ્ટનન્ટ કેવલ કૃષ્ણનને કમાંડર એ.આર. ખાંડેકર ટ્રોફી આપવામાં આવી હતી. નૌકાદળના કાફલા દક્ષતા બોર્ડ (ફ્લીટ કોમ્પિટન્સી બોર્ડ) માં પ્રથમ આવવા બદલ નૌસેનાધ્યક્ષની રોલીંગ ટ્રોફી પણ સબ લેફ્ટનન્ટ કેવલ કૃષ્ણનને આપવામાં આવી હતી. સર્વશ્રેષ્ઠ પ્રોજેક્ટ માટે ડી.એન. આ ડી રોલિંગ ટ્રોફી લેફ્ટનન્ટ ડીએમટીપીબી સેનાવિરથાના, લેફ્ટનન્ટ એનડીસીએસ પુષ્પકુમારા અને લેફ્ટનન્ટ ઈએમએમ પી.બી. એકનાયકાને પ્રદાન કરવામાં આવી. ભારતીય તટરક્ષક બળના આસીસ્ટન્ટ કમાંડન્ટ વિગ્નેશ પ્રભુને તટરક્ષક બળ મહાનિર્દેશકની 'સર્વશ્રેષ્ઠ ઓલ રાઉન્ડર અધિકારી'ની રોલીંગ ટ્રોફી એનાયત કરવામાં આવી હતી.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00