લાલપુરની સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા રકમની ગેરકાયદે કપાત કરાતા આંદોલન

જામનગર તા. ૧૦ઃ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા ત્રણ લાખની મર્યાદામાં પાક ધિરાણ મેળવતા ખેડૂતો પાસેથી નિયમ  વિરૃદ્ધ ચાર્જ વસુલવામાં આવી રહ્યો છે. લાલપુરના રામોલીયાભાઈ નામના ખેડૂતએ પોતાની પાસેથી વસુલ કરાયેલ નિયમ વિરૃદ્ધની રકમ પરત કરવા માંગ કરી છે.આશરે ૨૦ હજારની રકમ પરત આપવાના બદલે બેંકવાળા ધક્કા ખવડાવે છે. અને આખરે એવો જવાબ આપે છે કે બધંુ નિયમ મુજબ છે. આ ઉપરાંત રામોલીયાભાઈ અને હેમતભાઈએ આત્મ વિલોપન કરવાની ધમકી આપી તો તેમને પરેશાન કરવામાં આવી રહ્યા છે. હાલમાં લાલપુરની એસ.બી.આઈ. સામે આંદોલન ચાલી રહ્યું છે.

close
Nobat Subscription