પંડયા બ્રધર્સે ધોનીની કારથી પણ મોંઘી કાર ખરીદીઃ તસ્વીરો સોશ્યલ મિડીયા પર થઈ વાઈરલ / ગભરાયેલા પાકિસ્તાને ફરી નૌશેરામાં સીઝફાયરનું કર્યું ઉલ્લંઘનઃ એક જવાન શહીદ /

ખંભાળિયાના યુવાનની ઝેરી દવા પી લઈ આત્મહત્યા

જામનગર તા.૧૦ ઃ ખંભાળિયાના ચુનારાવાસમાં રહેતા એક યુવાને ગઈકાલે ઝેરી દવા પી જિંદગીનો અંત આણ્યો છે. મૃતકના પિતાએ પોતાના પુત્ર વિરૃદ્ધ કોઈ છોકરીએ પોલીસમાં અરજી કરી હોય તેના ટેન્શનમાં રહેલા પુત્રએ આત્મહત્યા વ્હોરી હોવાનું નિવેદન આપ્યું છે.

ખંભાળિયામાં આવેલા ચૂનારાવાસ નવાપરામાં રહેતા રાહુલભાઈ પાલાભાઈ વારંગિયા (ઉ.વ.૧૮) નામના યુવાને ગઈકાલે બપોરે પોતાના ઘરે જ્યારે કોઈ ન હતું ત્યારે ઝેરી દવા ગટગટાવી લેતા રાહુલભાઈ બેભાન બની ગયા હતા. આ બાબતની જાણ થતા તેમના પિતા પાલાભાઈ રામાભાઈ વારંગિયાએ પુત્રને સારવાર માટે સ્થાનિક દવાખાને ખસેડયો હતો.

આ યુવાનની તબીબોએ શરૃ કરેલી સારવાર દરમ્યાન રાહુલભાઈએ અંતિમ શ્વાસ લેતા પોલીસને જાણ કરવામાં આવી હતી. દોડી આવેલા પીએસઆઈ જી.જે. ઝાલાએ મૃતદેહને પી.એમ. માટે મોકલી પિતા પાલાભાઈનું નિવેદન નોંધ્યું હતું. નિવેદનમાં જણાવવામાં આવ્યા મુજબ થોડા દિવસો પહેલા કોઈ છોકરીએ રાહુલની વિરૃદ્ધમાં પોલીસમાં ખોટી અરજી કરતા તે બાબતથી ટેન્શનમાં આવી ગયેલા રાહુલભાઈએ ગઈકાલે ઝેર પી જિંદગી ટૂંકાવી છે. પીએસઆઈ ઝાલાએ આ બનાવની તપાસ હાથ ધરી છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription