વેસ્ટ ઈન્ડીઝના પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની જાહેરતઃ ગુજરાતના ત્રણ ખેલાડીઓનો કરાયો સમાવેશ / રાજ્ય કક્ષાએ નામ રોશન કરનાર સુરતની સ્તુતિ સંયમના માર્ગેઃ માસ્ટર બ્લાસ્ટર સચીન તેંડુલકરની ફેરારી કારમાં નીકળી શોભાયાત્રા

 

સમાધાન માટે જામનગર બોલાવી ખંભાળીયાના યુવાનને ધોકાવી નખાયા

જામનગર તા. ૧૫ઃ જામનગરમાં આવેલા એક પ્લોટના માલિકે તેનો સોદો કર્યા પછી હાલમાં તે પ્લોટના કબજેદાર સાથે સમાધાનની વાતચીત થઈ હતી. તેથી સમાધાન માટે ખંભાળીયાથી આવેલા પ્લોટ માલિક પર કબજેદાર સહિતના ચાર શખ્સોએ છરી બતાવી ધોકા વડે હુમલો કર્યાની પોલીસમાં ફરિયાદ થઈ છે.

જામનગરના સત્યમ્ કોલોની વિસ્તારમાં આવેલી આહિર સમાજની વાડી નજીક ઘનાભાઈ વરૃના ગોડાઉન પાસે ગયા મંગળવારની રાત્રે આવેલા કરશનભાઈ ખીમાભાઈ ગોજીયા નામના આહિર યુવાન પર પીઠાભાઈ ચેતરીયા, મુકેશભાઈ ભારવડીયા, પોલાભાઈ બેરા, ગોવાણાના ગાગીયાના દીકરાએ મોટરમાં ધસી આવી છરી બતાવી ધોકાવાળી કરી હતી ત્યારપછી જાનથી મારી નાખવાની ધમકી આપી આરોપીઓ નાસી ગયા હતાં. ઈજાગ્રસ્ત કરશનભાઈને સારવારમાં ખસેડવામાં આવ્યા છે જ્યાંથી તેઓએ ફરિયાદ નોંધાવી પોલીસને જણાવ્યું છે કે તેઓનો સમર્પણ સર્કલ પાસેનો પ્લોટ થોડા સમય પહેલાં ધનાભાઈ વરૃને તેઓએ વેચ્યો હતો. આ પ્લોટમાં પીઠાભાઈ ચેતરીયાનો કબજો હોય બંને વચ્ચે વાંધો ચાલતો હતો.

ઉપરોક્ત બાબતનું સમાધાન કરવા માટે ગઈકાલે સત્યમ્ કોલોનીમાં આવવાનું કહેતા ખંભાળીયાના હરસિદ્ધિનગરમાં રહેતા કરશનભાઈ ગોજીયા જામનગર આવ્યા હતાં જ્યાં તેમના પર સમાધાનના બદલે હુમલો કરવામાં આવ્યો હતો.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription