પોરબંદરથી દિલ્હી-હરિયાણા સુધી 'ગ્રીન વોલ ઓફ ઈન્ડિયા'નો પ્રોજેક્ટ

નવી દિલ્હી તા. ૯ઃ આફ્રિકાના સેનગલથી જિબુતીન હરિયાળી પટ્ટીની તર્જ પર પોરબંદરથી દિલ્હી-હરિયાણા સુધી 'ગ્રીન વોલ ઓફ ઈન્ડિયા'ના પ્રોજેક્ટમાં આગળ વધવાનો સરકારે નિર્ણય લીધો હોવાનું જાણવા મળે છે.

આફ્રિકામાં સેનેગલથી જિબુતી સુધી બનેલા એક હરિયાળી પટ્ટના તર્જ પર ગુજરાતથી લઈ દિલ્હી-હરિયાણાની સરહદ સુધી 'ગ્રીન વોલ ઓફ ઈન્ડિયા'ને વિકસિત કરવાના સૂચિત પ્રોજેક્ટમાં આગળ વધવાનો કેન્દ્ર સરકારે નિર્ણય લીધો છે. વોલની લંબાઈ ૧૪૦૦  કિલોમીટર જ્યારે આ પ કિ.મી. પહોળાઈમાં હશે. આફ્રિકામાં ક્લાઈમેટ ચેન્જ અને વધતા રણને ઉકેલવા માટે હરિયાળી પટ્ટીને તૈયાર કરાય છે. તેને 'ગ્રીન વોલ ઓફ સહારા' પણ કહેવાય છે. જો કે, હજુ આ વિચાર શરૃઆતના તબક્કામાં છે, પરંતુ કેટલાય મંત્રાલયના અધિકારી તેને લઈ ખાસ્સા ઉત્સાહિત છે. જો આ પ્રોજેક્ટ પર મ્હોર લાગે છે તો આ ભારતમાં વધતા પ્રદૂષણને રોકવા માટે ભવિષ્યમાં પણ એક મિસાઈલની જેમ હશે. તેને થાર રણના પૂર્વ તરફ વિકસિત કરાશે. પોરબંદરથી લઈ પાનીપત સુધી બનનાર ગ્રીન એલ્ટથી ઘટી રહેલા વન ક્ષેત્રમાં વધારો થશે. આ સિવાય ગુજરાત, રાજસ્થાન, હરિયાણાથી લઈ દિલ્હી સુધી ફેલાયેલ અરવલ્લીની પર્વતમાળાઓમાં ઘટતા હરિયાણાના સંકટનો પણ ઘટાડો કરી શકાશે. એટલું જ નહીં, પશ્ચિમી ભારત અને પાકિસ્તાનના રણથી દિલ્હી સુધી ઊડાનારી ધૂળને પણ રોકી શકાશે. ભારતમાં ઘટતા વન અને વધતા રણને રોકવા માટે આ આઈડિયા તાજેતરમાં જ સંયુક્ત  રાષ્ટ્રની કોન્ફરન્સથી આવ્યો છે, જો કે હજુ આ આઈડિયા મંજુરી માટે ફાઈનલ સ્ટેજમાં પહોંચ્યો નથી. તેમ સૂત્રો જણાવે છે.

આફ્રિકામાં 'ગ્રેટ ગ્રીન વોલ' પર અંદાજે એક દાયકા પહેલા કામ શરૃ થયું હતું, જો કે કેટલાય દેશોની ભાગીદારી હોવી અનેતેની અલગ-અલગ કાર્યપ્રણાલીના લીધુ હજુ પણ તે હકીકતમાં બદલાય શક્યું નથી. ભારત સરકાર આ આઈડિયાને ર૦૩૦ સુધીમાં રાષ્ટ્રીય પ્રાથમિક્તામાં રાખીને જમીન પર ઉતારવાનું વિચારી રહી છે. તેના અંતર્ગત ર૬ મિલિયન હેક્ટર જમીનને પ્રદૂષણ મુક્ત કરવાનો લક્ષ્ય છે.

આ સૂચિત પ્રોજેક્ટ અંગે અત્યારે કોઈપણ અધિકારી તેના પર ખુલીને વાત કરવા તૈયાર નથી. અધિકારીઓનું  કહેવું છે કે, અત્યારે આ પ્લાન અપ્રૂવલ સ્ટેજ પર નથી. એવામાં તેના પર અત્યારે વાત કરવી ઉતાવળી ગણાશે. તેમણે કહ્યું કે, આ ગ્રીત બેલ્ટ સતત હશે નહીં, પરંતુ અરવલ્લી રેન્જનો મોટો હિસ્સો તેના અંતર્ગત કવર કરાશે. જેથી ફરીને ઉજ્જડ જંગલને ફરીથી સંપૂર્ણપણે વિકસિત કરાશે. એક વખત આ પ્લાનને મંજુરી મળ્યા પછી અરવલ્લી રેન્જ અને અન્ય જમીન પર કામ શરૃ થશે. તેના માટે ખેડૂતોની જમીનનું અધિગ્રહણ હશે. ભારતમાં જે ર૬ મિલિયન હેક્ટર જમીનને હરિયાળી કરવાનું લક્ષ્ય લેવામાં આવ્યું છે તેમાં અરવલ્લી પણ સામેલ છે.

ઈસરોએ ર૦૧૬ માં એક નક્શો રજૂ કર્યો હતો તેના મતે ગુજરાત, રાજસ્થાન અને દિલ્હી એવા રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં છે જ્યાં પ૦ ટકાથી વધુ જમીન હરિયા ક્ષેત્રથી બહાર છે. તેના લીધે આ વિસતારોમાં રણ વધવાનો ખતરો વધુ છે.

close
Ank Bandh
close
PPE Kit