પંડયા બ્રધર્સે ધોનીની કારથી પણ મોંઘી કાર ખરીદીઃ તસ્વીરો સોશ્યલ મિડીયા પર થઈ વાઈરલ / ગભરાયેલા પાકિસ્તાને ફરી નૌશેરામાં સીઝફાયરનું કર્યું ઉલ્લંઘનઃ એક જવાન શહીદ /

મિલકત વેરો નહીં ભરનારા દસ આસામીની મિલકતો સીલ કરાઈ

જામનગર તા. ૧૧ઃ જામનગર મહાનગરપાલિકાની મિલકત વેરા વસૂલાત શાખાની ટીમ દ્વારા વેરો નહીં ભરપાઈ કરનારા દસ આસામીની મિલકતો આજે સીલ કરવામાં આવી હતી.

જામનગર મહાનગરપાલિકાના કમિશનર આર.બી.  બારડની સૂચનાથી આસી. કમિશનર (ટેક્સ) જીગ્નેશ નિર્મળ અને ટેક્સ ઓફિસર જી.જે. નંદાણિયાના માર્ગદર્શન હેઠળ રિકવરી ટીમનો મકસુદ ઘાંચી, જમનભાઈ માધાણી, કિરીટભાઈ વાઘેલા, દિપેશભાઈ ચુડાસમા, ચિરાગભાઈ માંડવિયા, શક્તિસિંહ ગોહિલ, અભિજીતસિંહ જાડેજા વગેરેએ આજે મિલકત વેરા વસૂલાત અન્વયે વેરો નહીં ભરનારા દસ આસામીઓની મિલકત સીલ કરવાની કામગીરી કરી હતી.

જેમાં મનહરલાલ કાંતિલાલ (રૃા. ૪૩,૮પ૦), પરસોત્તમભાઈ ચંદ્રકાન્તભાઈ (રૃા. ૬૯,૧૧ર), મહેષ એન્ડ હરિશ મનસુખલાલ જડિયા (રૃા. ૪૧,પ૬૭), જુમોમલ સોજુમલ (મહેશકુમાર ડી), (રૃા. ૩૪,૦૯૮), પરસોત્તમભાઈ રાયચુરા (૩૧,૩૭૬), પુષ્પાબેન જટાશંકર (વોલ્ગા-ભરતભાઈ) (રૃા. ર૬,ર૭૭), ભાડુઆત પ્રદીપકુમાર અમૃતલાલ (રૃા. ર૩,૦૩૪), ભાડુઆત વિજયકુમાર અમૃતલાલ (રૃા. ર૩,૦૩૩), ભાડુઆત કિરીટકુમાર અમૃતલાલ (રૃા. ર૩,૭૩૩), ભાડુઆત જગદિશચંદ્ર કેશવલાલ નાખવા (રૃા. રર,૯પ૦) નો સમાવેશ થાય છે. આગામી દિવસોમાં કડક કાર્યવાહી કરવામાં આવનાર હોય, તાત્કાલીક બાકી વેરો ભરપાઈ કરી આપવા બાકીદારોને અનુરોધ કરવામાં આવ્યો છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription