કર્ણાટક ભાજપમાં અંદરો-અંદર જામી પડી!

બેંગ્લુરૃ તા. ૧રઃ કર્ણાટકમાં કોંગ્રેસ-જે.ડી.એસ.ના ધારાસભ્યોને ભાજપમાં સામેલ કરવા અને કુમારસ્વામીને મુખ્યમંત્રીપદની ઓફરના મુદ્દે હવે કર્ણાટક પ્રદેશ ભાજપમાં જ અંદરોઅંદર ગજગ્રાહ શરૃ થઈ ગયો છે. પ્રદેશ ભાજપના ઘણાં નેતાઓ કોંગ્રેસ-જે.ડી.એસ.ના બળવાખોરોને ભાજપમાં સામેલ કરવાનો વિરોધ કરી રહ્યા છે. તેમાં કુમારસ્વામીને મુખ્યમંત્રી તરીકે ચાલુ રાખીને ભાજપ દ્વારા ટેકો આપવાની કોઈ ફોર્મ્યુલા સામે આવતા ભાજપમાં જ આંતરિક વિરોધ શરૃ થઈ ગયો હતો. ભાજપના મહાસચિવ મુરલીધર રાવે રાજ્યના પ્રવાસન મંત્રી આર. મહેશ સાથે ગુપ્ત મુલાકાત લેતા બળતામાં ઘી હોમાયું હતું, જો કે મુરલીધર રાવે આ મુલાકાત યોગાનુયોગ થઈ હોવાનું જણાવી આવી વાતોને અફવા ગણાવી હતી. આ કારણે ભાજપમાં જ અંદરોઅંદર જામી પડતા રાજકીય સ્થિતિ પ્રવાહી થઈ ગઈ હતી.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit